musafir hun yaaro

ગીત ગાતા પથ્થરો

ImageImageImage
થોડાં વર્ષ પૂર્વે ઓરિસ્સા જવાનું બન્યું ત્યારે ‘ મસ્ટ સી લીસ્ટ ‘ પર સ્વાભાવિક છે કે કોનાર્ક સૂર્યમંદિર તો હોય જ.
૧૩મી  સદીમાં રચાયેલાં આ શિલા – મહાકાવ્ય વિષે અમારા ગાઈડે એવી રસ ઝરે ને કટકા પડે તેવી વાતો કરેલી કે એ બધી ન તો વિકિપિડિયા પર હતી  ન ગૂગલ પર.
થોડાં સ્કેચ પણ લાવી આપ્યાં, કહેલું તમે પણ શું યાદ રાખશો.
વાત તો જાણે સાચી.વર્ષો પછી જૂનાં પુસ્તકો ને ડાયરી સાથે મુકાઈ ગયેલા આ સ્કેચે જ આખી વાત યાદ અપાવી. એ સ્કેચ જોઈ  દંગ  રહી જવાય,માત્ર કલ્પના કરવાની કે આઠ પૈડાંવાળા સૂર્યરથની પ્રતિકૃતિ જેવું મંદિર  સ્થાપત્ય કળાનું શું સરનામું હશે!!
ગાઈડે એક લોકવાયકા કહેલી  પ્રમાણે વાયકાઓ પણ ખોટી હોય શકે. જેમ કે કોનાર્કના સ્થપતિ મનાય છે વિશુ મહારાણા. તમામ માહિતીસ્તોત્ર એને જ માન્યતા આપે છે પણ સ્થાનિક પ્રજા માને છે કે આ મંદિર નું નિર્માણ કરનાર હતા કૃષ્ણના વંશજ સામ્બા . લેપ્રસીથી પીડિત સામ્બાએ રોગ મુક્તિ માટે સૂર્યદેવની આરાધના માટે આ મંદિર નું નિર્માણ કરેલું. ગાઈડ આવી લોકવાયકા કહે છે અને ઓરિસ્સાના પાઠ્યપુસ્તકો કહે છે કે   ઓક્સીડાઈઝ સેન્ડસ્ટોનમાં કોતરાયેલું આ નઝરાણું રાજા નરસિન્હાદેવે  નિર્માણ કરાવેલું. સમયગાળો હતો ૧૩ મી સદી, ઈ.સ  ૧૨૩૮ થી ૧૨૫૦ .  પૂરાં ૧૨ વર્ષ , ૧૨૦૦ કારીગરો .
મંદિર જુઓ તો લાગે કે ૧૨૦૦ કારીગર ને ૧૨ વર્ષમાં આ ભવ્ય મંદિર પૂરું થાય  એ પણ એક વિક્રમ જ  ને. ફરી એક વાયકા આવી ને અમને મળે છે…….કહે છે  વિશુ મહારાણાના ૧૨ વર્ષના પુત્રે આખા મંદિરને સંતુલિત કરતો લોડસ્ટોન શિખરરુપે મુક્યો હતો અને વજન હતું બાવન ટન , અને ને પણ મેગ્નેટ , એટલે ૫૨ ટનનું મેગ્નેટ હતું શિખર આ મંદિર નું. જેનું કામ હતું મંદિર માં વપરાયેલી લોખંડની તક્તીઓને ખેંચી રાખવાનું.આજે એ તકતીઓ (iron plates)હજી જોવા મળે છે , ગાયબ છે પેલું શિખર ,બાવન ટનનું મેગ્નેટ .
 તો ક્યાં ગયો એ કી સ્ટોન?
એ માટે ફરી કહાનીઓ નો ભંડાર …એક કહાની કહે છે કે અંગ્રેજો બધું ઉસેડી ગયા તેમાં લઇ ગયા. કહાની નંબર ૨ કહે છે કે આ ભારેખમ મેગ્નેટ પોર્તુગીઝ વ્યાપારીઓ માટે શિરદર્દ બની ગયેલો. દરિયા કિનારા થી માત્ર ૩ કિ .મી  ની દૂરી પર આવેલા મંદિરનું  આ  મેગ્નેટ  પોર્તુગીઝોની શિપ અથડાવી મારતું. પાવરફુલ મેગ્નેટ સામે કંપાસ નકામા થઇ જતા એટલે પોતાના જહાજ અને વેપાર બચાવવા વલંદાઓ એ  મેગ્નેટનો  નાશ કરી નાખેલો.
અને છેલ્લે સૌથી રસપ્રદ અને સૌથી વધુ સાચૂકલી લાગતી થીયરી . તે છે મુસ્લિમ આક્રમણની.
ઈતિહાસકારો નોધે છે તે મુજબ તો ઓરિસ્સામાં ધર્માંધ મુસ્લિમોનું આક્રમણ થયું ઈ.સ ૧૫૬૮ માં. જેમાં માત્ર કોણાર્ક જ નહીં ઓરિસ્સાના મોટા ભાગના હિંદુ મંદિરોનો ધ્વંસ થઇ ગયો. આ  તબાહી  લાવનાર હતો બેનીની  અફઘાન નામનો કોઈ ધર્માંધ.
૧૮ મી સદી સુધીમાં કોનાર્કનું સૂર્યમંદિર જંગલોમાં લપાઈ ગયું હતું. તેના અસ્તિત્વની ના કોઈ ને જાણ હતી ના ખેવના . અચાનક જ કોનારક સૂર્યમંદિર લાઇમ લાઈટમાં આવ્યું ને વર્લડ  હેરીટેજ સાઈટ બની ગયું.
હવે આજે દેશમાં કે વિદેશમાં જ્યાં પણ ભારતીય ટુરીઝમની વાત હોય તે કોનાર્ક ના ચક્ર વિના પૂરી થતી નથી . કદાચ એ એક માત્ર ઉપલબ્ધિ આ મંદિર પાસે બચી છે…
Advertisements

4 thoughts on “ગીત ગાતા પથ્થરો”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s