હસને કી ચાહ ને ઇતના મુઝે રુલાયા હૈ

20130520-024600.jpg

એસ્પીરીન થી વાયેગ્રા ને કોમ્બીફ્લામ થી ક્રોસીન મેટાસીન જેવી દવાઓ આપણે ચણા મમરાની જેમ ફાંકી જઈએ ત્યારે ખ્યાલ નથી આવતો કે આ સાથે સાથે આપણે ફિફ્થ જનરેશન એન્ટીબાયોટીકસ પણ આ રીતે લેવાની હિંમત કેળવતા જઈએ છીએ .

હેલ્થ સાથેના થોડા ઈશ્યુ ક્યારેક તો ફેશન તરીકે શરુ થાય ને પછી ગળામાં ઘંટીના પડ બની જાય . એવું જ થયું છે એક વર્લ્ડક્લાસ દવા પ્રોઝેક સાથે. આ દવાએ છેલ્લાં ૨૫ વર્ષોમાં એવો દબદબો કેળવ્યો છે જે વાયેગ્રાને આંશિક રીતે બાદ કરતાં કોઈ દવાએ મેળવ્યો નથી . કારણ? ટ્રેન્ડ, ફેશન , દેખાદેખી ને કૂલ દેખાવાનું ગાંડપણ .

૧૯૮૮ માં જયારે અમેરિકન માર્કેટમાં આ એન્ટી ડીપ્રેસંટ દવા મુકાઇ ત્યારે સૌથી વધુ પોપ્યુલર બની ફિલ્મસ્ટાર્સ અને મોડેલ્સ , ક્રિએટીવ લોકોમાં જેમણે પોતાની જાત પર બુદ્ધિજીવી કે ગ્લેમરસનું લેબલ મારેલું હતું.
બાકીનું કામ કર્યું માર્કેટીંગ સ્ત્રેટેજીએ . જેને કારણે પોતાની જાતને કૈક માનનાર ઓર્ડિનરી માણસ પોતાની જાત ને ખાસ કક્ષામાં મૂકવા પ્રોઝેક સેવન જરૂરી માનતો થઇ ગયો . એટલે સુધી ગાંડપણ વકર્યું કે પ્રોઝેક શબ્દ ડીક્ષનરીઓ એ કોઈન કરવો પડ્યો. પ્રોસેક એટલે ખુશી કે પછી ભૂલવું, વિસરવું ….. દા . ત . પ્રોઝેક મોમેન્ટસ .

પહેલાં યુ .એસ પછી યુ. કે , અને પછી જગત આખું . આજે મનાય છે કે યુ એસમાં દર ૧૦ વ્યક્તિએ ૧ ડીપ્રેશનનો રોગી હોય છે . ૧૨ વર્ષથી ઉપરનાં બાળકોનો એમાં સમાવેશ થઇ જાય છે.

વિદેશની વાત તો સમજ્યા , તુટતાં વિખરાતાં કુટુંબની નવાઇ નથી પણ ઇન્ડિયામાં પણ આ ટ્રેન્ડ જામતો ચાલ્યો છે.
મેગા સીટીઝની સ્પર્ધાત્મક રફતાર અને પશ્ચિમી જગતની દેખાદેખી . પ્રોઝેક પર હોવું જાને ઇન થિંગ મનાય છે .
એવા સંજોગમાં કોણ યાદ આવે છે? યેસ, અમને પણ પરવીન બાબી ને મનીષા કોઈરાલા જ યાદ આવ્યા………..

3 thoughts on “હસને કી ચાહ ને ઇતના મુઝે રુલાયા હૈ

  1. aa zivan zarmar ……………………………….
    SUKH NO SAMUNDAR ANE………………………
    DUKH NO DARIYO……………………………………..
    AATO SABDO BAKI ZIVTAR TO CHALYA RAKHE……………………..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s