Mann Woman

મર્દાના એન્જલ : આ નિર્ણય માટે છપ્પનની છાતી જોઈએ!!

20130604-011006.jpg

જ્યાં વાત માત્ર દંભ, દેખાડા, ગ્લેમરની હોય. જ્યાં માત્ર ભરાવદાર હોઠ માટે, શાર્પ ચિબૂક માટે બોટોક્સથી સિલિકોન ઈમ્પ્લાન્ટની લાખો રૃપિયાની કોસ્મેટિક સર્જરી થતી હોય તેવા હોલિવૂડમાં સુપરસ્ટાર એન્જેલિના જોલીએ પોતાનાં બંને સ્તન કઢાવી નાખી રીતસરનો હડકંપ મચાવી દીધો છે. એન્જેલિનાના આશિકો તો સ્તબ્ધ થાય જ પણ તેની આ હિંમત પર કેટલીય મહિલા પ્રશંસકો એન્જેલિના પર સમરકંદ બુખારા ઓવારી ગઈ છે.

એન્જેલિના જોલીની ઓળખાણ એકમાત્ર ટોચની હોલિવૂડ સ્ટાર તરીકે આપીએ તો અધૂરપ લાગે. હોલિવૂડમાં સૌથી વધુ નાણાં કમાતી, અમેરિકાની યુદ્ધનીતિ વિરુદ્ધ સશક્ત ફિલ્મની ડિરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર તો ખરી જ સાથે સાથે બ્રાડ પીટ જેવા મોસ્ટ હેન્ડસમ, સક્સેસફુલ સ્ટારની હમસફર પણ ખરી. આ પરણ્યા વિના સાથે રહેતાં દંપતીને કુલ છ સંતાન છે. આ આડવાત એટલા માટે કે એ જ ગુણે એન્જેલિનાને વેંત ઊંચી મૂકી છે. તેણે કુલ ત્રણ બાળકો વિયેટનામ, નામિબિયા, ઇથોપિયામાંથી દત્તક લીધાં છે અને ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.

એટલું જ નહીં અડીસઅબાબામાં દત્તક લીધેલી એક દીકરીને જ્યારે વિધિવત્ લઈ જવાની ઘડી આવી ત્યારે જણાવ્યું કે આ છ મહિનાની બાળકી કદાચ એચઆઈવી પોઝિટિવ ધરાવે છે. છતાં એન્જેલિનાએ તેને ખોળે લીધું પછી ખબર પડી કે બાળકી એઇડ્ઝગ્રસ્ત નથી.

આ વાત બાળકો પૂરતી સીમિત નથી. પોતે કમાતાં અઢળક નાણાંનું ટ્રસ્ટ બનાવ્યું છે. જેના નેજા હેઠળ એન્જલ અફઘાનિસ્તાનમાં શાળા પણ ચલાવે છે.

આ બધી વાતો સર્વવિદિત છે. જો કોઈ ન જાણેલી વાત હોય તો તે હતી એન્જેલિનાએ જોયેલી પોતાની સગી માતાની મોત સાથેની ફાઇટ. એન્જેલિનાએ કેન્સર સાથે પોતાની માતાની લડાઈ ખૂબ નિકટથી જોઈ છે. દસ વર્ષ સુધી શ્રેષ્ઠત્તમ સારવાર પછી પણ કેન્સરના પંજામાંથી મા મુક્ત ન થઈ શકી અને ૫૬ વર્ષની ઉંમરે હથિયાર નાખી દીધાં.

હોલિવૂડનું ગ્લેમર, અસાધારણ લોકપ્રિયતા, ધોધની જેમ વરસતો નાણાંનો અવિરત પ્રવાહ બધાં દુઃખને ઉસેડી જાય એવું માનનારે તો ખરેખર એન્જેલિનાને જ પૂછવું પડે. નામ, દામ, શોહરત તમામ હોવા છતાં માતા જેની સામે હારી ગઈ એ કેન્સર નામના રાક્ષસની બીક કેવીક ઊંડે ઊંડે ઊતરી ગઈ હશે તેનો તો આપણે માત્ર અંદાજ જ લગાવવાનો રહે.

થોડા દિવસો પૂર્વે જ એન્જેલિનાએ ડીએનએ ટેસ્ટ કરાવી હતી. આજનું મોડર્ન સાયન્સ તો રંગસૂત્રનો અભ્યાસ કરી ભવિષ્યમાં થનારી બીમારી પણ ભાખી શકે છે. એવી જ ટેસ્ટમાં નિદાન થયું કે એન્જલના જીન્સમાં કેન્સરસ BRCA1 હોવાની સંભાવના છે. તેનો અર્થ એવો છે કે એન્જેલિનાને ભવિષ્યમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ૮૭ ટકા જેટલી છે અને ઓવરી (અંડાશય)નું કેન્સર થવાના ચાન્સીસ છે ૫૦ ટકા.

પચાસ ટકા શક્યતામાં એન્જેલિનાને એવો ખતરો ન અનુભવાયો, જે ૮૭ ટકા સંભાવનાનો હતો અને એક સ્ત્રી તરીકે આ નિર્ણય કેટલો વિકટ હોય તે કોઈ પૂછવાની વાત છે? છતાં એન્જેલિનાએ પોતાનાં બંને સ્તન કઢાવી નાખવાનો કાબિલેદાદ, હિંમતવાન નિર્ણય લીધો.

આ વિશે પોતાના આ પ્રિવેન્ટિવ ડબલ માસ્ટેક્ટોમી માટે એન્જેલિનાએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લાગણીસભર લેખ લખ્યો ત્યારે આખી દુનિયાને તેના આ નિર્ણયની જાણ થઈ હતી.

‘માય મેડિકલ ચોઇસ’ એ શીર્ષકથી લખેલા લેખમાં એન્જેલિનાએ જે વાતો લખી છે તે ખરેખર કેટલીય કેન્સરગ્રસ્ત સ્ત્રીઓને આશ્વાસન ને હિંમત તો આપશે જ, પરંતુ તેમના પતિઓને જરા સમજદાર બનાવશે.

એ વાત તો સદીઓથી ચાલી આવી છે કે સ્ત્રીની સુંદરતાના માપદંડમાં સ્તનનું મહત્ત્વ અસાધારણપણે અંકાય છે. એમાં પુરુષ આનંદ શોધે છે કે સલામતી તે ચર્ચાનો વિષય છે, પરંતુ એ એક કુદરતી, સહજ વાત છે. સ્તન વિનાની, અલ્પ સ્તનવાળી સ્ત્રી પુરુષના આકર્ષણમાં ઊણી ઊતરતી હશે ત્યારે જ સિલિકોન ઇમ્પ્લાન્ટ જેવી બ્રેસ્ટ સર્જરીઓ થાય છે.

વાત કોઈ સ્ત્રીસ્વાતંત્ર્યની ચર્ચાની નહીં, પરંતુ કુદરતી આકર્ષણ અને પ્રજનન માટે પ્રકૃતિએ માનવીય મગજમાં મૂકેલાં રિસેપ્ટર્સની છે.

આવા સંજોગોમાં સ્ત્રીને પોતાના પતિ, સાથી, બાળકો તરફથી હિંમતભર્યા પગલાં માટે સાથ મળે અને આ શારીરિક ક્ષતિ તેમના આંતરિક, ભાવાત્મક ઉર્િમવિશ્વ પર કોઈ જ અસર નહીં પડે તેવી ખાતરી જતાવે તે જ વાત સરાહનીય છે.

સૌથી સરસ વાત છે એન્જેલિનાએ લખેલા લેખની, તે છે પોતાના હમસફર બ્રાડ પિટ અને બાળકો દ્વારા મળેલા મોરલ સપોર્ટની, કારણ કે એન્જેલિના માત્ર સ્ત્રી નથી, એ કોઈકની સાથી છે, માતા છે. એક વિષમ રંગસૂત્ર નામે BRCA1 તેમનાથી તેમની માને છીનવી શકે? આ સર્જરીથી એન્જેલિનાએ પોતાની જાતને ફરી એક વાર સશક્ત સ્ત્રી તો સાબિત કરી જ દીધી છે પણ તેથી વધુ હૈયાધારણ તેણે જગત આખાની સ્ત્રીને બંધાવી છે. એન્જેલિનાના ઓપરેશનથી એક સરસ સંદેશ એ વહેતો થયો છે કે કેન્સરગ્રસ્ત કે ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી ધરાવતી સ્ત્રીઓએ કંઈ ગ્લાનિ કે નાનપ અનુભવવાની જરૃર નથી. આખરે તો જાન હૈ તો જહાં હૈ, એમ જ કહેવાય છે?

છેલ્લે છેલ્લે
ઔરત કા બદન હી ઉસકા વતન નહીં હોતા વહ કુછ ઔર ભી હૈ !!

– સારા શગુફતા
pinkidalal@gmail.com

Advertisements

2 thoughts on “મર્દાના એન્જલ : આ નિર્ણય માટે છપ્પનની છાતી જોઈએ!!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s