Sands of time

20130627-160240.jpg

લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી સતત લખવું એ એક માત્ર લય છે. એ પછી ભારતે કરેલા અણુ અખતરો હોય કે પછી વાજ્પયીજીવાળી અવિસ્મરણીય પાકિસ્તાન યાત્રા. ક્યારેય પેલા બહુ ગાજેલા રાઈટર્સ બ્લોકે હાથ ઝાલ્યો હોય એવું બન્યું નથી. પણ આજે સમજાયું કે રાઈટર્સ બ્લોક પણ શું જાલિમ ચીજ છે. એનું આગમન બીજા કોઈ ને નહીં ને થોડાં દોસ્તોનાં નામે છે.
૨૦૦૮ થી FB પર હોવા છતાં ક્યારેય ના જોયેલી અનુભવેલી લાગણીઓ લઇ આવી છે આ બ્લોકને.
હિન્દી ફિલ્મોની જેમ ૨૫ – ૩૦ વર્ષ પછી મિત્રોનું પુનર્મિલન કરાવવાની પેલી મનમોહન દેસાઈની ફોર્મ્યુલાને અનુસરતાં FB એ થોડાં દિવસો પૂર્વે ભેટ કરાવી આપી ભૂલે બિસરે ગીત જેવા મિત્રોની. એ ઘડી બેશક અનમોલ હતી. વર્ષોના અનુસંધાન તો સધાયા પણ ત્યારે એક વાત ખટકતી રહી . સ્કૂલ અને કોલેજ , તે પછી થયેલી મૈત્રીઓ , એ પછી પડેલાં ઇન્ટરવલ ને દેશ પરદેશના અંતર અને ટાઇમઝોનને આજના હાઇટેક કમ્યુનિકેશન યુગે ડિલીટ તો કરી નાખ્યાં પણ રેતીની જેમ સરકી ગયેલાં સમયનું શું?
એવું લાગે છે કે જાણે કાળચક્ર તો જાણે કોઈ સિમેન્ટ ગ્રાઇન્ડર છે. જે ટાઇમ ટનલમાં બધાં કિશોરો વ્હાઈટ વિગમાં કે ટકલા થઇ બહાર આવી રહ્યાં છે. શો સ્ટોપર જેવી , પોતાની એન્ટ્રી સાથે સાઈરન વગાડતી લલનાઓ પ્રાઉડ દાદી નાનીની ભૂમિકામાં પ્રોફાઈલ પિકચરમાં બાલુડાં ઝાલીને ઉભી છે.
યેસ , યેસ , આઈ નો , તમે કહેશો કે આ જ તો કહેવાય અપગ્રેડેશન પણ આ જ વાત રાઈટર્સ બ્લોક બની રહી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s