Mann Woman

સંગમાં રાજી રાજી…..

20130702-020955.jpg

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ સૈફ-કરીનાની જોડી (રિઅલ લાઇફ) ભારે હિટ છે. હિટ એટલે કે પ્રેમમાં પડી પરણ્યા પછી નહીંવત્ સમયમાં ચકમક અને છમકલાંના સમાચાર ચમક્યા નથી. બાકી હોય તેમ હમણાં જ ગોસિપ સમ્રાટો એવા સમાચાર લઈ આવ્યા કે કરીના ને સૈફ વચ્ચે પ્રેમ લગ્ન પછી જરાય ઓછો થયો નથી, પરંતુ બેઉ ર્વિંકગ છે, બેઉ સક્સેસફુલ છે અને કરીના છેલ્લા ત્રણ મહિનાથી એક પણ રજા લીધા વિના સતત કામમાં વ્યસ્ત છે. એટલે બંનેને સાથે સમય વિતાવવાના સંજોગ જ ઊભા થતા નથી.

વાંકદેખાઓ કહેશે, સાથે સમય ગુજારે તો ચકમક ઝરવાના ચાન્સ બનેને! પણ વાત એવી નથી. એક વ્યાવસાયિક સફળ પુરુષ કામકાજી પત્નીનો કેવો સાથી પુરવાર થઈ શકે તેનું દૃષ્ટાંત સૈફ બેસાડવા માગતો હોય તેમ એણે કરીનાની મેનેજરને ફોન કરી પત્નીની હેલ્થની ચિંતા કરતા વીકલી ઓફ આપવાની માંગણી કરી હતી. અલબત્ત, મજાકરૂપે…

અલબત્ત, એ તો વિઘ્ન છે કે પતિ-પત્ની બંને ર્વિંકગ હોય તો સામાન્યપણે કોઈ કોઈની કારકિર્દી વિષે કે કામમાં માથાંપચ્ચીસી કરતાં નથી.

એવો જ કિસ્સો તાજેતરમાં જ પરણેલાં વિદ્યા બાલન ને સિદ્ધાર્થ કપૂર રોયનો પણ ખરો. બંને પતિ-પત્ની પોતપોતાની રીતે, કારકિર્દીમાં અત્યંત સફળ. એમના સુખી લગ્નજીવનનો રાઝ પણ કદાચ આવો જ હોઈ શકે, પરંતુ કરીના-સૈફની રિલેશનશિપ કેટલી મજબૂત છે તેના પુરાવા માટે કરીનાનું એક સ્ટેટમેન્ટ જાણવું જરૂરી છે.

કરીના આમ પણ પોતાના વિચારો બિન્ધાસ્તપણે વ્યક્ત કરવા માટે પ્રખ્યાત છે. તેણે હમણાં જ કોઈ પત્રકારને કહ્યું કે અમે હેપિલી મેરિડ ખરાં પણ મા બનવાનું કોઈ પ્લાનિંગ હમણાં તો નથી જ અને કદાચ ભવિષ્યમાં પણ નહીં હોય. કારણ? કારણ કે બેબો કહે છે તેમ એ ૩૨ની થઈ છે, ને બાકી હોય તેમ સૈફને આગલાં લગ્નથી બે બાળકો તો છે જ. અને હા, અમે ટિપિકલ ઇન્ડિયન કપલ નથી કે બાળકો પેદા કરવાં જ લગ્ન કરીએ.

કદાચ કોઈક એક વર્ગને કરીનાની વાત સાંભળીને અપચો થઈ જાય પણ કરીનાની વાતમાં દમ તો છે જ.

થોડાં વર્ષ પહેલાંનો જ સિનારિયો યાદ કરો.
“અમારા પિન્ટુના પપ્પાને ટાઇમ જ ન હોય એટલે વેકેશનમાં અઠવાડિયા માટે બહાર નીકળવું હોય તોપણ ચાર વાર વિચાર કરવો પડે.”

કોઈ પતિપરાયણ પત્નીના આવા ઉદ્ગારથી જરાય કોઈને વિસ્મય પણ ન થાય.
કુટુંબ માટે ક્વોલિટી ટાઇમ એટલે કે મહિનાના કે વર્ષના ચોક્કસ દિવસો કે કલાકો માત્ર ને માત્ર કુટુંબને આપવા એવો જ ટ્રેન્ડ અત્યારે પ્રચલિત થતો જાય છે જેનો પહેલાં કોઈને વિચાર સુધ્ધાં પણ નહોતો થતો.

એટલે કે પુરુષ બિચ્ચારો બળદિયો. પેદા કરેલાં લાવલશ્કર ને માતા-પિતા, સામાજિક વ્યવહારો પૂરા કરવામાં જ એવો જોતરાયેલો રહે કે તેને જે કુટુંબ કે લોકો માટે કાળી મજૂરી કરે તેમની સાથે જ આનંદની ચાર ઘડી વિતાવવાનો સમય જ ન રહે.

લગ્ન કરે તેની સાથે જ પુરુષને માટે આર્થિક અને કૌટુંબિક જવાબદારીનો બોજ, સ્ત્રીને માથે રસોડું, બાળકો, સામાજિક જવાબદારીની બેડી. પણ હવે પરિસ્થિતિ એટલી હદે બદલાઈ રહી છે જેને સ્વીકારવી વડીલોને ભારે આકરી લાગે છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં મહાનગરોમાં મોટેભાગે પતિ-પત્ની બંને મહદંશે કામ કરતાં હોય છે. સ્ત્રી કેળવણીનાં બીજ હવે વટવૃક્ષમાં ફેરવાઈ ફળ આપતાં થયાં છે તો સાથે ઠળિયા કે છાલ તો આવશે જને, તેનો સ્વીકાર કર્યાં વિના છૂટકો પણ નથી.

પતિ-પત્ની બંને કામ કરતાં હોય ત્યારે ઘરકામ જેવા પ્રશ્નો ઉદ્ભવે પણ એનું સમાધાન આર્થિક રીતે શોધી શકાય છે, પરંતુ એવી મોટી કોઈ સમસ્યા વડીલોને લાગે છે તે છે સંતતિનિયમન.

આજથી માત્ર ત્રણેક દાયકા પૂર્વે જ્યારે બે બાળકો તો હોવાં જ જોઇએ તેવું ચલણ હતું ત્યારે એક બાળક એ પછી પુત્ર હોય કે પુત્રી એવો નિર્ણય લેનાર દંપતીને માથે ઓછાં માછલાં નહોતાં ધોવાતાં.

હિન્દીમાં એક કહેવત પણ છે.
‘એક સે બહેતર તો વાંઝ ભલી’ એટલે એક પુત્ર કે પુત્રીની મા હોવા કરતાં વાંઝણી હોવું સારું.
હવે આ બધા દકિયાનૂસી ખ્યાલો અને પરંપરાવાળા સમાજના ઠેકેદારોને આથી વધુ મોટો ધક્કો લાગે એવો ટ્રેન્ડ આવી રહ્યો છે.

એ છે ડિન્કસ.
ડબલ ઇન્કમ નો કિડ્ઝ.
અલબત્ત, તમે જો માનતા હો આ આજકાલનો ટ્રેન્ડ છે તો એવું નથી. આ ટ્રેન્ડ ગઈકાલે એટલે બે દાયકા પૂર્વે પણ હતો જે ફરી પ્રચલિત થઈ રહ્યો છે.

પતિ-પત્ની બંને સુશિક્ષિત હોય, બંને સારું કમાતાં હોય, સારી રીતે અરસપરસને સમજી શકતાં હોય તેવાં યુગલો ‘ડિન્કસ’નાં છડીદારો છે. આ ટ્રેન્ડ ક્યાં ઉદ્ભવ્યો અને વિશ્વભરમાં ફરી વળ્યો તેનું એક ઉદ્ગમસ્થાન મળતું નથી પણ એ પશ્ચિમી જગતની ભેટ છે એ તો જાહેર વાત છે. આ ટ્રેન્ડ એવા લોકો દ્વારા અસ્તિત્વમાં આવ્યો જેમને પોતાની સ્વતંત્રતા કોઈ પણ ભોગે ત્યાગવી નહોતી. થોડાં ઘણાં પરિવર્તન સાથે માત્ર લિવ-ઇન કરતાં જ નહીં, પરંતુ મેરિડ લોકોમાં પણ આ ટ્રેન્ડ પ્રિય થતો ગયો.

અલબત્ત, આ માટે અર્થશાસ્ત્રીઓ જે રીતે આંકડાકીય કોષ્ટકો બનાવી તેની વિશદ છણાવટ કરે છે તેના પરથી (અર્થશાસ્ત્રીઓના) કહેવા પ્રમાણે સંતતિ ન પેદા કરીને પોતાના મોજશોખ અને લાઇફસ્ટાઇલ માટે વધુ સમય અને નાણાં ખર્ચનાર લોકો છેલ્લે તો ખોટમાં જ જાય છે, કારણ કે સંતતિ એ એવું ‘ઇન્વેસ્ટમેન્ટ’ છે જે ‘મેચ્યોર્ડ’ થયા પછી માત્ર આર્થિક જ નહીં, સામાજિક અને ભાવનાત્મક સુરક્ષા આપે છે જેને ડિન્કસ કપલે ગુમાવવાની રહે છે.

જો વાત આખરે આંકડામાં જ કરવાની હોય તો સંબંધ નહીં વ્યવહાર જ બનીને રહી જાય. અને અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓની વ્યાખ્યા અને વિશ્લેષણ પરથી ઉપર ઊઠીને આખી પરિસ્થિતિને એક સાપેક્ષ દૃષ્ટિએ જોવામાં આવે તો આખરે વાત સૌની વ્યક્તિગત સ્વતંત્રતાની છે. જેને માન આપવું જ રહ્યું.

આજે સમય બદલાઈ ચૂક્યો છે. એક સમયે સંતાનના શિક્ષણ અને કારકિર્દીમાં ભારે રોકાણ કરનાર માતા-પિતા, વડીલો એ સંતાન પોતાની સિક્યોરિટી ડિપોઝિટ બની રહે તેવું મમત્વ રાખતાં.

હવે એ પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. પોતાનાં સંતાનો મોટાં થઈ દેશમાં અન્યત્ર કે વિદેશમાં સ્થાયી થાય તો મા-બાપનું દિલ ઘવાતું નથી બલકે પોરસાય છે. આવા સંજોગોમાં સંતતિને સિક્યોરિટી તરીકે જોવાનો નજરિયો જ બદલાઈ ગયો છે, એટલે જ હવે લગ્નસંબંધમાં નવું તત્ત્વ ઉમેરાઈ રહ્યું છે. નવું તત્ત્વ કમ્પેનિયનશિપ, કદાચ ઘણાંને આ વાત ન પચે, પરંતુ દુનિયામાં ફાટફાટ થતી વસ્તી જ્યારે સાત અબજના આંકને પણ વટાવી ગઈ છે. જ્યાં આવનારી કાલ પાણી માટે પાણીપત ઊભું કરવાનું છે ત્યારે ખરેખર વધુ સંતાનોને બદલે વધુ ને વધુ વૃક્ષ ઉછેરવાં એ વધુ બહેતર વિકલ્પ નથી લાગતો?

છેલ્લે છેલ્લે
જિંદગી આખી માત્ર ત્રણ શબ્દોમાં સમેટાઈને રહી જાય છેઃ
ઈટ ગોઝ ઓન…
– રોબર્ટ ફ્રોસ્ટ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s