mann mogra

સુગંધનું સરનામું

20130702-162746.jpg

પાનડી , માટી, સોંધો ….. આ નામથી પરિચિત છો? ઘણાં મિત્રો જાણતાં હશે પરંતુ મોટાભાગનાં લોકો માટે આ નામ અજાણ્યા છે, જેમ કે મારાં માટે હતા.

એક વાદળ્છાયી બપોરે અમને આ સુગંધનું સરનામું અનાયાસે જ જડી ગયું. મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટ એટલે કે શોરબકોર ને કીડીયારાની જેમ માણસોથી ફાટફાટ થતી ગલીમાં અજબ સુગંધે અમને ત્યાં દોરવ્યા. આમ જુઓ તો એક સાધારણ એવી દુકાન, પણ એનો સુગંધનો કારોબાર તો એવો કે મારા જેવા જન્મજાત સરૈયાના જીવને એમ કંઈ છોડે?

મોલ્સ અને બુટીકોમાં મળતાં મોંઘાદાટ અરોમા ઓઈલ ઘણાં સસ્તાંમાં મળશે એવી આશા સાથે દુકાનમાં પ્રવેશ્યાં તો ખરા પણ ત્યારે ખ્યાલ પણ નહતો કે કહેવાતાં એસેન્શિઅલ ઓઈલ અને ડ્યૂટી ફ્રી શોપમાં ચીરફાડ કરી લગેજમાં ભરાઈ બેસતાં પરફ્યુમ ઉપરાંત એક અલગ દુનિયા હજી શાશ્વત છે અને તે છે અત્તરની.

સરૈયાની દીકરી છું એટલે સુગંધનો વારસો લોહીમાં મળ્યો છે. કદાચ એટલે જ આ દુકાન મને એવી તો અદ્ભુત લાગી કે બે ચાર અરોમા ઓઈલ લઈને બહાર નીકળી જવાને બદલે ત્યાં સમાધિ લાગી ગઇ. રસપ્રદ વાત તો એ હતી કે મારા જેવા સુગંધરસિયાને કાઉન્ટર પર બઠેલા સજ્જન સુપેરે પિછાણી ગયા હોય તેમ એમણે તેમની વિરાસત હળવે હળવે પ્રદશિત કરવા માંડી.
ચંપો, મોગરો , કેસર , કસ્તુરી જેવાં અત્તરોનો પમરાટ જાણે નાકથી મન મસ્તક પર કબજો જમાવી રહ્યો હતો ત્યારે એ સજ્જને અમારા હાથમાં એક સિમ્પલ પેમ્પલેટ થમાવી દીધું. જેમાં લખેલાં થોડાં નામ જ મદહોશી માટે પૂરતા હતા. ગુલાબ, રૂહે ગુલાબ, ખસ, બોરસલ્લી , કદંબ , કેવડા , પાનડી , માટી , સોન્ધો , વ્રજ સૌંરભ , ચંદન , બરાસ.. અને હીના , અંબર જેવાં ચમત્કૃતિથી સભર નામો પણ ખરા. અને હા, તેમના દામ પણ શેનલ અને લેન્કમથી કમ નહીં.

ગુલાબ ,મોગરો , ચંપો જેવાં કે હીના કે અંબરમાં જે ખેચાણ હતું તેનાથી વધુ ઉત્સુકતા જગાડનાર હતાં પાનડી , માટી , સોન્ધો. તમને કદાચ થશે વારેવારે આ માટી ,પાનડીની શું વાત માંડ્યા કરું છું? પણ એ વાત તમને અત્યારે નહીં સમજાય.
અમને પણ નહોતી સમજાઈ જ્યાં સુધી એનું એક ટીપું અમારાં કાંડાને નહોતું અડ્યું.

રોહિતભાઈ સુવર્ણકાર કદાચ એ સજ્જનનું નામ હશે એવી અટકળ કરવાની હું છૂટ લઇ લઉં છું. એમણે અમારો પરિચય કરાવ્યો માટી સાથે. અત્તર નામે માટી. માટી અત્તર એટલે ખરેખરી ભીની માટીની મહેક.સુખીભટ્ટ જમીન પર વરસાદનાં પહેલાં જે છાંટા પડે ને જે સુવાસ ઉઠે તે અત્તર તે માટી. આ માટીનો ઉપયોગ પુષ્ટિમાર્ગીઓ વર્ષાઋતુ (જુનથી ઓક્ટોબર) સુધી કરે છે. પાનડી એટલે જાણે વરસાદમાં તાજી નાહીને મહેકતી વનરાજી.. માટી અત્તર ભરેલી અલ્યુમીનીયમ સિલપેક બાટલી શું ખુલી … વાતાવરણમાં એક આખેઆખું વાદળ વરસી ગયું હોય તેવી મહેક ફરી વળી.

પછી તો જામી રહી મિજલસ સુગંધની.
શું લો શું ના લો ? ખરેખર ખરીદવાં તો હતાં એક બે અરોમા ઓઈલ પણ બહાર નીકળ્યાં ત્યારે એ અલૌકિક સુગંધનો દરિયો અમારે સરનામે આવી રહ્યો હતો…..

20130702-164714.jpg

20130702-165906.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s