ખીચિયા બારે માસ

20130703-160636.jpg
બપોરે અલગારી રખડપટ્ટી કરતા કરતાં આચરકૂચર ઓરવાની ગુજરાતીયત જાગી જાય તો વાદળભર્યાં વાતાવરણમાં શું યાદ આવે ? સૌ પ્રથમ વિકલ્પ બને મકાઈભુટ્ટા , ભીના ભીનાં વાતાવરણમાં ખારાં પવન સાથે સગડીના મંદ મંદ તાપે શેકાતી મક્કાઈમાંથી ઉઠતી સોડમ. શેકાયેલા ભુટ્ટા પર મીઠું અને લાલ મરચાંની ભૂકી સાથે ઘસાતું લિંબુ … મોઢામાં પાણી ના આવે ?
પણ એ મિજલસે મકાઈ વાત ફરી કોઈ વાર પણ આજના સ્ટાર છે ખીચિયા પાપડ .
આમ તો ખીચિયા પર મને ભારે વેર છે. કારણ છે એક વાર, માત્ર એક વાર ઉનાળુ વેકેશનમાં મારે ખીચિયા પાપડ સેશનમાં કુરિયરસેવા બજાવવી પડેલી. કિચન થી અગાશી સુધીની આ ઉતરચડે મારા ખીચિયાપ્રેમને ખીચીયાવેરમાં બદલી નાખેલો. એ પછી તો ખીચિયા પ્રકરણ પર પરદો પડી ગયેલો. પણ અચાનક જ ભૂલેશ્વરમાં તાજા શેકાતાં ખીચિયાએ એક નવો અધ્યાય ખોલ્યો.
જો મુંબઈવાસી હશો તો કદાચ આ વાતથી અવગત જ હશો. મુંબઈવાસીઓ એક ય ચીજ તેના ઓરિજીનલ સ્વરૂપે સ્વીકારતા નથી તેવું મારું માનવું છે. એ પછી ખીચિયા હોય કે ચાઇનીઝ વાનગીઓ, કે પછી ગુજરાતી થાળી. ચાઇનીઝમાં ગુજરાતી ગળપણ ઘૂસી જાય તો ગુજરાતી થાળીમાં પંજાબી સબ્ઝી. તો પછી બિચારાં ખીચિયા કેમ રહી જાય?
આપણાં મૂળભૂત ખીચિયા એટલે ચોખાનાં પાપડ. જેને શેકી ઉપર માત્ર ઘી કે તેલ અને સંભારો એટલે ભયો ભયો. પણ આ તો બમ્બૈયા ખીચીયા. એટલે ખરી શરૂઆત જ શેકાયા પછી. ખીચિયા ઉપર ઘી કે તેલ ને બદલે બટર . પછી ચાટ મસાલા , લાલ મિર્ચ પાઉડર , સેવ , ખમણેલી કોબી , શિમલા મિર્ચ , ટમેટા ,આમલીની ચટણી, કોથમીરની ચટણી , ખમણેલું ચીઝ , સોસનાં ટપકાં , કાંદા , કોથમીર ….જેવા જોઈએ તેવાં વિકલ્પો સાથે….. કિંમત રુ ૨૦ થી લઇ ૫૦ સુધી.

ખાસ કરીને વરસાદમાં જયારે બહાર એટલે કે લારી ગલ્લાં પર ખાવાનો ડર લાગતો હોય તેવા ભીરું સવાદીયાઓને ખીચિયા પાપડ “સેફ ફુડ” લાગે છે. કદાચ એ વાત સાવ ખોટી પણ નહીં હોય. માત્ર ભુલેશ્વરની ખાઉ ગલી જ નહીં , ફોર્ટ કે પછી ભવન્સ ચોપાટી ,અંધેરી ,કાંદીવલી ,ઘાટકોપર….કોઈ જગ્યા એવી નથી જ્યાં ખીચિયા મહારાજ ના મળે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય ખાઉગલી એ ન્યાયે પણ આ ખીચિયા ના ચાખ્યા હોય તો પહોંચી જજો તમારી આસપાસનાં ફૂડજોઈનટ્સ પર. ખીચિયા તમારી રાહ જુએ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s