કેદારનાથની કાલ આજ ને કાલ

20130708-171403.jpg

૧૮૮૨ – ૧૮૮૩ માં લેવાયેલી તસ્વીરો પૂરવાર કરે છે કે પ્રકૃતિનો રોષ કેટલો વાજબી છે. મિત્ર ઉદય મઝુમદારે મોકલેલી મેઈલ વધારા સુધારા ને કાપકૂપ સાથે ..
– વર્ષ 1882-1883
– જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયામાંથી મળેલા ઐતિહાસીક ફોટોગ્રાફ્સ
.

પવિત્ર યાત્રાધામ કેદારનાથની વર્ષ 1882-1883માં લેવાયેલી આ દુર્લભ તસવીર છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી આ તસવીરમાં પહાડોની વચ્ચે દેખાતુ એકમાત્ર મંદિર જ છે.
પહાડોની વચ્ચે એકાંત સ્થળે બનાવવામાં આવેલુ કેદારનાથનું મંદિર હજી અડીખમ છે. પવનના સૂસવાટા, મૂશળધાર વરસાદ અને હિમવર્ષાથી પણ તેને કોઈ આંચ આવી નથી. તાજેતરમાં આવેલા ભયાનક પુરમાં પણ કેદારનાથ મંદિરને કોઈ હાની પહોંચી નથી.

20130708-172031.jpg 1883માં ગંગોત્રી મંદિર આવુ દેખાતુ હતુ. હવે, ગંગોત્રી મંદિરની આસપાસ ધર્મશાળા, આશ્રમો અને હોટલો બની ચુકી છે
કલ્પના કરો કે, વર્ષ 1882-1883માં જ્યારે આ તસવીર લેવામાં આવી ત્યારે અહીંની સ્થિતી કેવી હશે..આજથી અંદાજીત 131 વર્ષ પહેલા અહીં પહોંચવુ અત્યંત મુશ્કેલ હતુ. કેદારનાથના દર્શન કરવા નીકળતા અનેક શ્રધ્ધાળુઓ રસ્તામાં જ શિવધામ પહોંચી જતા હતા. અહીં ગણતરીના ભાગ્યશાળી લોકો જ પહોંચી શકતા હતા.

વર્ષ 1882-1883 દરમિયાન કેદારનાથ પહોંચવા માટે પહાડોની વચ્ચે બનાવવામાં આવેલી સાંકડી કેડી ઉપર જોખમી પદયાત્રા કરવી પડતી હતી. ઉંચા અને સીધા ચઢાણોમાં પદયાત્રા કરવી અત્યંત કષ્ટદાયક હતી. ઉંચાઈને કારણે અહીં ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછુ રહેતુ હતુ. જેને કારણે લોકો રસ્તામાં જ બેહોશ થઈને ઢળી પડતા હતા.

131 વર્ષ પહેલા જોશીમઠથી બદ્રીનાથ જવા માટે અત્યંત કપરી મુસાફરી કરવી પડતી હતી. પ્રસ્તુત તસવીરમાં આ રસ્તાની એક તસવીર પ્રસ્તુત છે.

વર્ષ 1883માં ગંગોત્રી મંદિર આવુ દેખાતુ હતુ. હવે, ગંગોત્રી મંદિરની આસપાસ ધર્મશાળા, આશ્રમો અને હોટલો બની ચુકી છે.

20130708-172233.jpg

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s