કોઈ લૌટા દે મેરે બિતે હુએ દિન ….

20130712-003258.jpg

અષાઢ મહિનાનો પહેલો દિવસ. વર્ષારાણી પૂરી ફુરસદ લઈને આવ્યા હોય તેમ જામી બેઠાં હતા.
વાદળ એવા ઘેરાયેલાં કે લાગે મોડી સાંજનો સુમાર હશે. બાલ્કનીના ત્રીટેડ એક્રેલિક પોલીયેસ્ટર છજાં પર તાક ધીના ધિન કરતાં મોટાં મોટાં ફોરાં . કાન દઈને તેનું સંગીત માણવાનો એક નિરર્થક પ્રયાસ કરી જોયો. સંભાળવું હતું ટપ ટપ ટીપ ટીપ…. પણ નો લક …

અચાનક જ યાદ આવ્યાં અમારાં સંગીત સર અમૃતલાલ સાહેબ. જીવનભારતી સ્કૂલ , ધોરણ બીજું, ગીત આવો મેઘરાજા … કદાચ આપણામાંના ઘણાં મિત્રોએ બાળપણમાં આ ગીત માણ્યું પણ હશે ને ગાયું પણ હશે .
ગીત કૈંક આ પ્રકારે જાય છે.

આવો મેઘરાજા ..
વગડાવો વાજાં ..
પી પી પી પી પોમ પોમ…
પી પી પી પી પોમ પોમ…

ગીત તો અમને યુ ટ્યુબની મહેરબાનીથી મળી ગયું પણ આવાં કેટલાંય ગીત ને જોડકણા યાદ આવ્યાં જે ન ટહૂકો પર મળ્યાં ન તો ગુગલ પર. ત્યારે એવું પ્રતીત થયું કે માત્ર ભગવાન જ નહીં ઘણી બધી ચૂકી જવાયેલી ક્ષણ અને સ્મરણો પણ ગુગલ પર નથી મળતાં .
એવી થોડી પંક્તિઓ યાદ આવી જે મગજની હાર્ડ ડ્રાઈવમાં કયાંક તો સ્ટોર થઇ હતી પણ રીવાઈવ કરવા ટ્રાય કરી તો જવાબ મળ્યો : એરર. રિઝલ્ટ નોટ ફાઉન્ડ ….
એ હતી :
વર્ષા રાણી વર્ષા રાણી
વાદળને એ લાવે તાણી
હસતે મોઢે કરે લહાણી
જ્યાં જુઓ ત્યાં પાણી પાણી….
કોઈ ને આગળની પંક્તિઓ યાદ હોય તો શેર કરજો…

એમ તો વરસાદના ગીતોની કમી નથી , આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ ..ઉની ઉની રોટલીને કારેલાંનું શાક.
એક ખેતીપ્રધાન દેશ તરીકે ઇન્ડિયામાં આ ગીતોનું મહત્વ શું હોય એ વિસરાઈ ગયું છે. હવે આપણાં ટાબરિયાઓ કે જી ક્લાસમાં જઈ ભણે છે : rain rain go away. little tony wants to play…dont show your face again……
હવે બોલવાનું શું રહ્યું? સ્કૂલોએ તો પોતાની વ્યવસાયિક મજબૂરી જતાવી દીધી છે. તમારે તમારા બાળકો ને પૌત્ર પુત્રીઓને આવો કંઇક વારસો આપવો હોય તો ઉલેચવા માંડો તમારી મગજની એનક્રિપ્ટ થયેલી મેમરી.
ને ગાવા માંડો તેમની સાથે …..
રેલમછેલ રેલમછેલ નદી નાળાં રેલમછેલ
સળ સળ સળ સળ …..પી પી પોમ પોમ …પી પી પોમ પોમ…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s