opinion

આ સમસ્યાનો હલ દયા છે? કાયદા છે? કે પછી………?

20130713-203334.jpg

હમણાં થોડાં સમય પહેલાં પ્રાઉડ ટુ બી ઇન્ડિયન નામની લિંક પર પોસ્ટ થયેલું પિક્ચર હતું બાળમજૂરનું . સાથે કમેન્ટ હતી કે તમે બાળમજૂરીની વિરુધ્ધ હો તો પિક્ચરને લાઇક કરો , ઇગ્નોર કરશો તો એનો અર્થ તમે બાળમજૂરીમાં કોઈ દોષ જોતાં નથી .
આ હતી તો એકદમ નાની વાત , પણ ચિનગારી જેવી બળકટ .
એ વાત સાચી કે હસવા રમવાની ઉંમરમાં આ બાળકોએ કાળી મજૂરી કરવી પડે તે વાત જ ભારે ક્રૂર છે , પણ માત્ર કાયદા બનાવવાથી કે પછી પિક્ચર લાઈક કરવાથી પરિસ્થિતિ સુધરી જશે?
એક ઉદાહરણ સાથે કહું તો ખ્યાલ આવશે.
લગભગ બે અઢી વર્ષ પહેલાંની વાત છે.
માર્ચ મહિનો હતો. સામાન્ય રીતે મુંબઈવાસીઓ આ તકલીફોથી વિદિત હોય છે. ઘરકામ કરવાવાળા માણસો જ ન મળે. એમાં જો સ્ત્રી વર્કિંગ હોય તો પત્યું. એવી જ સમસ્યા ચાલી રહી હતી ત્યારે બિલ્ડીંગનો વોચમેન બે છોકરાંઓને લઇ આવ્યો. એક કૈંક હશે ૧૨નો ને બીજો માંડ ૧૦નો. કહે , મેડમ , આ બેઉને રાખી લો , વખાના માર્યા છે. કામ તો નથી કર્યું પણ શીખી જશે.
આટલી નાની ઉંમરના બાળકોને આમ કેમ રાખી લેવાય? મેં કહ્યું.
વોચમેનનો જવાબ વિચાર કરતાં કરી ગયો. એ કહે : મેમ , આ મોટો તો મારા ગામનો છે. એને અમારી ખોલી પર મોકલીશ. ( બિહારી અને યુપીથી આવેલા લોકો આ રીતે દસબાર જણ ભેગા થઇ આવી વ્યવસ્થા રાખે છે જેથી કોઈ ગામવાળાની નોકરી અચાનક જાય તો સચવાય જાય.) એનો તો ક્યાંક જોગ કરી નાખીશ પણ આ નાનો શું કરશે ? એ મારા ગામનો નથી. વળી બિહારનો પણ નથી. એનો બાપ રસોઈકામ કરે છે. ૧૦,૦૦૦ નો પગાર પાડે છે , પણ નવી બૈરીથી છોકરું આવવાનું છે એટલે આને કાઢી મુક્યો છે. તમે ના પડશો તો બીજા બેચારને પૂછીશ. કંઈ જ મેળ ના પડે તો એના નસીબ. સ્ટેશન પર ભીખ માંગશે કે મજૂરી કરશે.
મારે માટે ખરેખર ધર્મસંકટની પરિસ્થિતિ ઉભી થઇ હતી. એક પોલીસ ઓફિસર મિત્રને ફોન કરી સલાહ માંગી તો એમણે કહ્યું કે તમારો ઉદ્દેશ જે હોય તે પણ કાયદો તો કાયદાનું કામ કરશે. જો કોઈ પાડોશી ફરિયાદ કરશે કે તમે નાનાં બાળકોને રાખ્યા છે તો ગમે તે કામ કરાવતાં હશો એક્શન તો લેવાશે જ. .
પછી શું શું થયું એની વાત અસ્થાને છે. વાત છે બાળમજૂરીની . પરિસ્થિતિ જ એવી હોય છે કે આ બાળકોને જો કામ ના આપો તો તેમની પાસે વિકલ્પમાં હોય છે કાળી મજૂરી , કે પછી ચોરી કે પાકિટમારી . નહીતર ભૂખમરો. ભૂખમરો છેલ્લે તો તેમને ક્રાઇમની દુનિયામાં જ દોરી જાય છે.
બાળમજૂરી માટે જડ કાયદા ને નિયમનો બનાવતાં પૂર્વે આ સમસ્યાનું ડીસેક્શન કરવાની જરૂર નથી લાગતી?
મહિનાની કમાણી હોય રુ. ૫૦૦૦ ને ઘરમાં ખાવાવાળા મોઢાં હોય પાંચ , સાત ….. કુટુંબ નિયોજન કે આવક પ્રમાણે જ બાળકો આ દુનિયામાં લાવી શકાય એવા કાયદા ક્યારે અસ્તિત્વમાં આવશે? વોટબેંકના ગણિતથી પર રહીને સરકારે કંઈ નક્કર કામ તો કરવું રહ્યુંને, પણ આપણે ત્યાં ફાયદા માટે જ કાયદા બનતાં હોય એવું આ પરિસ્થિતિમાં તો લાગે છે.

બાળમજૂરી જો ખરેખર નિર્મૂળ કરવી હોય તો દંડ માત્ર સસ્તાં , હાથવગાં એન્ટરટેઈનમેન્ટ માટે થતાં સેક્સ ને તેની બાય પ્રોડક્ટ તરીકે પેદા થઇ જતાં બાળકોનાં જનમદાતાઓને કડક સજા અપાય એવાં કાયદા ઘડવા ના જોઈએ? બાળકો માટે કાયદા બનાવવાથી શું થશે ? આ બાળકોને આવી નરક જેવી જિંદગી આપવા માટે , તેમનાં જનમ માટે જવાબદારોને કોઈ સજા નહીં?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s