કલ, આજ ઔર કલ

20130715-144233.jpg

કલ, આજ ઔર કલ

છેલ્લાં ૧૬૩ વર્ષથી ચાલી રહેલી તાર સેવા ૧૪ જુલાઈની મધરાતથી રદ કરવામાં આવી.
એમાં કોઈ નવાઈની વાત પણ નહોતી. આજે કલાઉડ, ઈમેલ , ફેક્સ અને સ્માર્ટફોનના જમાનામાં તાર કે ટપાલ જેવી આઉટડેટેડ સેવાઓનું ભવિષ્ય શું હોય શકે ? દરેક ચીજનો એક સમય હોય છે. એ પછી ફિલ્મના સુપરસ્ટાર કે ડ્રીમગર્લ કે પછી અખબાર કે કમ્યુનિકેશન સર્વિસ . અરે, જે વ્યક્તિ વિના પળ કાઢવી મુશ્કેલ હોય અને એ વ્યક્તિઓ સમયના વહેણમાં દૂર નીકળી જાય કે તેમની યાદ સંભારણા બની જાય.
ઘણાં લોકો એ વાતે જરા “સેન્ટી ” ( સેન્ટીમેન્ટલ ) થઇ ગયા. લગભગ ૯૦૦ જેટલાં લોકોએ આ સેવાના છેલ્લે દિવસે તાર મોકલવાનો લહાવો લીધો. એમ તો છેલ્લાં થોડાં સમયથી તાર સેવા બંધ થશે તેવો નિર્ણય લેવાઈ ગયો હતો. જેને અનુલક્ષીને ૪૬૦૦ લોકોએ પોતે જિંદગીમાં તાર મોકલ્યો એવો હરખ કરવા તાર ઓફિસની મુલાકાત એક અઠવાડિયામાં લીધી હતી. પ્રશ્ન એ છે કે શા માટે માણસ કોઈ વસ્તુ કે વ્યક્તિ વિદાય લેવાની હોય ત્યારે જ સેન્ટી બની જાય છે?

એ પછી તાર સેવા હોય કે પછી સ્ટીમ એન્જિનની વિદાય. આ તો બધી ભૌતિક વાત થઇ. આપણી જિંદગીમાં જેનું અસાધારણ મહત્વ એક સમયે , રીપીટ … એક સમયે રહ્યું હોય તે લોકોનાં જીવતાજીવત આપણે કેટલાં નિસ્પૃહ રહીએ છીએ , અને તેમનાં જવા પર જે શોક દર્શાવાય છે તે જરા આ તાર સેવા વાળા એપિસોડને મળતો આવે છે કે નહીં?
ઉદાહરણ આપવું હોય તો માતા પિતા. જેમનું બલિદાન જાણવાં છતાં અચાનક જ તેમનું અસ્તિત્વ જૂનાં ફર્નિચર જેવું થઇ જાય છે. ન તેમની કોઈ વાત સાંભળવામાં રસ હોય, ન તેમની સાથે સમય વિતાવાવની ઈચ્છા ને અચાનક તેમના જવા પછી ભવ્ય પ્રાર્થનાસભાઓ , તેમનાં નામે થતી યાત્રા, દાન સખાવતો આ તાર ઓફિસે પહોંચી ગયેલા ઉત્સાહીઓની કશામાં રહી ન જવાય એવી બાલિશવૃત્તિ જેવી જ નથી?

શા માટે આપણે હયાતિને બિરદાવી નથી શકતાં ? એમાં કોઈ રોમાંચ નથી એટલે?કે પછી ભૂતકાળને વાગોળવાની આદત આપણાં રોમેરોમમાં ફેલાઈ ચૂકી છે ?

2 thoughts on “કલ, આજ ઔર કલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s