opinion

આ લોકોને ઓળખો છો?

20130716-181129.jpg

ઉત્તરાખંડમાં જે કુદરતના તાંડવનો રોષ સહુએ જોયો તેના પરથી એક વાત તો સ્પષ્ટ હતી કે આ પરિસ્થિતિમાંથી ઉભા થતાં આ રાજ્યને ખૂબ સહારાની જરૂર પડશે. એ વાતનો પડઘો દેશભરમાં પડ્યો હોય તેમ દાનનો ધોધ વરસવાની શરૂઆત થઇ. હવે ક્યાંક વાંચવામાં આવ્યું કે આ ઉલટભેર મળેલાં દાનનું ધાન ખાય શકાય તેવું નહોતું , સડેલાં ધાન, ફાટેલાં કપડાં , એક્સ્પાયાર થયેલી દવાઓ … આ છે સખાવાતીઓની દરિયાદિલી.
ભારતભરમાં દર વર્ષે ક્યાંકને ક્યાંક આવી નાની મોટી કુદરતી હોનારતો થાય જ છે છતાં એ જાણે પહેલીવાર જ થતું હોય તેમ સરકારી તંત્ર મુકબધિર, મંદબુધ્ધિના બાળકની જેમ વર્તે છે. એટલે એવું લાગે છે કે એવું તો નહી થતું હોય ને કે આ પરિસ્થિતિ સરકારને લોટરી જેવી લાગતી હશે ?
જ્યાં જુઓ ત્યાંથી સહાયનો ધોધ…કેન્દ્ર સરકાર તરફથી સૌથી મોટો ટુકડો ફેંકાય તેવી આશા તો ખરી જ. સાથે સાથે એનજીઓ તરફથી મળતી સહાય. છતાં પીડિતોના આંસુ રોકતાં રોકાતાં નથી.
વાત માત્ર ઉત્તરાખંડની જ નથી. એ પછી ઓરિસા હોય કે બિહાર, ઉત્તર પ્રદેશ કે સુનામીમાં તારાજ થયેલી દ.ભારતીય ગરીબ લાચાર પ્રજા.
લોકોને હવે કદાચ કોઈ CM કે PM નાં રાહતફંડમાં વિશ્વાસ રહ્યો નથી. જે લોકો ખરેખર મનથી મદદ કરવા ચાહે છે તેમનો ભેટો થઇ જાય છે ઉડનછૂ એનજીઓ સાથે. માનવામાં નહીં આવે તેવી વાત વાસ્તવિકતા છે. કદાચ એવાં અનેક એનજીઓની હાજરી અહીં ફેસબુક પર પણ છે. એક કહેવાતાં ગર્ભશ્રીમંત મારવાડી સજ્જન આવી કુદરતી હોનારતો માટે ફંડફાળો ઉઘરાવે છે. જોવાની ખૂબી તો એ છે કે આ જ એમનો મેઈન બિઝનેસ છે. કોઈ પણ, ક્યાંય પણ હોનારત આવી કે આ ભાઈ નવા બેનરો રાતોરાત કરાવી લઇ ઉઘરાણીની કામગીરી શરુ કરી દે છે. જેટલી સોશિઅલ સાઈટ છે તમામ પર એમની હાજરી છે. નરીમાન પોઈન્ટ પર તેમની આલીશાન ઓફિસ આ જ ફંડમાંથી ઓપરેટ થાય છે. સાદગીને વરેલાં આ સજ્જન પાસે માત્ર ત્રણ મર્સિડીઝ કાર છે. દીકરો સખાવત અભિયાનના ઇન્ટરનેશનલ ઓપરેશન સંભાળે છે.
આ સજ્જન પોતાની અને થોડાં કોર્પોરેટ માંન્ધાતામાં એટલાં માનીતા છે કે તેમની વિરુદ્ધ બોલનાર પાગલમાં ખપે.
આખરે તો વાત સહુનાં અંગત મંતવ્યની છે. ફૂલ નહીંને ફૂલની પાંખડી દાનમાં આપી ટોપલાભર સંતોષ મેળવવાનું કોને ના ગમે?
બસ, સરકાર હોય કે આવા ઉડનછૂ એનજીઓનાં કર્તાધર્તા , તમારી દયા એમની ચાંદી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s