mann mogra

મન મોર બની થનગાટ કરે….

20130719-160039.jpg

આખા વર્ષમાં સર્વોત્તમ ઋતુ કઈ? એવો પ્રશ્નનો જવાબ શું હોઈ શકે?
જો કોઈ શિયાળો, ઉનાળો કે ચોમાસું એવાં બાળમંદિરિયા જવાબ આપવા માંગતું હોય તો સોરી , નો એન્ટ્રી.
કોઈ હેમંત , શિશિર ,ગ્રીષ્મ , વસંત , વર્ષા જેવાં આર્ટિક્યુલેટ ઉત્તર લઈને તૈયાર હોય તો પણ સોરી.

બેસ્ટ સિઝન એટલે આ ચાલી રહેલો સમય. દર વર્ષે મિડ જુલાઈ થી મિડ ઓગસ્ટ સુધીની ઋતુ એટલે સર્વોત્તમ. આ લોજિક સજ્જનોને પલ્લે નહીં પડે, પણ સન્નારીઓ ટપ દઈને સમજી જશે .
આ સંક્રાત કાળ એટલે ઋતુ સેલની. જ્યાં જુઓ ત્યાં સેલ સેલ સેલ ના રંગબેરંગી સ્ટીકર….બેનર્સ , હોર્ડીન્ગ્સ …
મહિલામંડળ તો રાજી રાજી પણ મને કાયમ એવું લાગતું રહ્યું છે કે બચારો પુરુષ આ સેલ નામના રકીબથી કેટલો પરેશાન થાય છે જેનો અંદાજ સુધ્ધાં સ્ત્રીઓને આવી શકતો નથી. હવે તો એવું પુરવાર પણ થઇ ગયું છે કે સ્ત્રીઓ માટેનું આ સ્ટ્રેસબસ્ટર પુરુષો માટે સ્ટ્રેસબુસ્ટર બની જાય છે. પુરુષ વધુમાં વધુ ૨૬ મિનિટમાં જ ચીત થઇ જાય છે.

હવે થયું એવું કે આ બધું સવારના જ પેપરમાં ક્યાંક વાચ્યું હતું ને પછી તરત જ સેલ સેલવાળા માહોલમાં જવાનું થયું એટલે અમારું મન શોપિંગમાં ઓછું ને આજુબાજુ શોપિંગ કરી રહેલાં કપલ પર વધુ હતું. જોવાની ખૂબી તો એ હતી કે કામકાજનો ચાલુ દિવસ છતાં યંગ વર્કિંગ કપલ પણ હતાં ને સેમી રીટાયર્ડ લાગતાં કાકાજીઓ કાકીજીઓને શોપિંગ માટે લઇ આવ્યાં હતા. (ઓહ, જરા ભૂલ થઇ. શોપિંગ માટે પુરુષે સ્ત્રીને લઇ જવી પડે? બલકે, અધર વે રાઉન્ડ … )
એની વે, પણ મૂળ વાત કરીએ તો બધાં શોપિંગમાં મસ્ત હતા. હવે સવારે તો વાચેલું કે પુરુષોને શોપિંગની એલર્જી હોય છે !!! તો પછી આ સીન ખોટો કે સમાચાર?

એટલે હવે સતના પારખાં તો કરવા પડે ને. જરા વધુ ધ્યાનથી આ લોકોને જોયા. હવે તો સંવાદ પણ કાને પડતો હતો.. ખ્યાલ તરત આવી ગયો કે નયા પ્યાર હે નયા ઈંતઝારવાળી વાત છે.
છોકરી કહી રહી હતી, ” ના ના , બહુ મોંઘુ છે. આમાં કઈ ઓફફ નથી, આ તો ન્યુ અરાઈવલ છે, હમમ …મને ગમે છે તો ઘણું જ …. બહુ ગમ્યું…પણ…. ”
” અરે, યુ લાઇક ઈટ નો ? ધેન નો ઈફ, બટ ઓર ધેન…. જસ્ટ ટેક ઇટ …”

હમ્મ્મ્મ…. અહીં તો કંઈ કહેવા જેવું હતું જ નહીં. કદાચ આ બે પ્રેમીઓને બે દાયકાથી પરણેલાં પતિપત્નીના રૂપે જોવાનો ચાન્સ મળે તો કંઈ વાત બને.

જરા આગળ ગયા ત્યાં અમને જડી ગયા અમારા પીસના હીરો ને હિરોઈન .
મિડ સીક્સટીઝ્માં હોય તેવાં મિ એન્ડ મિસિસ રાઇટ , મુંબઈમાં ઈનફ કૂચે મરાયા પછી વીઆરએસ લીધું હશે કે પછી પોતાનાં જ બિઝનેસમાં પાર્ટ ટાઇમ પ્લેયર બનીને યુવાનીમાં જે કંઈ ન કરી શક્યા તેની કસર પૂરી કરી રહ્યા ન હોય તેવાં કોઈક તેવર વર્તાતાં હતા. ટીશર્ટ ને જિન્સમાં સજ્જ કાકા કાકીની અનિર્ણાયકતાથી જરા કંટાળેલા તો હતા પણ ત્રાસ્યા તો નહોતાં … ટ્રાય ધીસ , ટ્રાય ધેટ …. ઉફફ્ફ્ફ…. આ જોડીને જોઇને મને ક્યારેય યાદ ન આવે તે ગીત યાદ આવી ગયું…

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન……

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે…..

બાય ધ વે , ગીત સ્મરણમાં નથી. ભૂલચૂક થઇ હોય તો લેવી દેવી. પ્રયાસ તો માત્ર કઈંક મનને સ્પર્શી ગયું તે શેર કરવાનો જ છે.

Advertisements

2 thoughts on “મન મોર બની થનગાટ કરે….”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s