Passage to Bombay & beyond......

ચાલ એવા મુંબઈમાં જઈએ

તમે મુંબઈમાં રહેતા હશો કે પછી દર વર્ષે મુંબઈના આંટાફેરા કરતાં હશો પણ મુંબઈને મુંબઈ બનાવતાં મહાન અસ્તિત્વને કદી મળ્યાં છો?
આમ પણ મુંબઈમાં રસ્તે ચાલનારને પોતાની આજુબાજુ જોવાની ફુરસદ નથી હોતી તો આ બધી વિરાસત પર તો નજર કઈ રીતે જાય? એવો જ કંઇક અનુભવ અમે પણ કર્યો . અચાનક જ એવું પ્રતીત થયું કે જાણે અઢી સદી પુરાણું મુંબઈ હજી શ્વસે છે , જેનું અસ્તિત્વ આપણી બધિરતાને કારણે લુપ્ત રહે છે. આ અનુભવ થયો એક બપોરે . જવું હતું જહાંગીર આર્ટ ગેલેરીમાં , કાલા ઘોડા. ચર્ચગેટથી ચાલતાં જવાનો અનુભવ નહોતો એવું તો નહીં પરંતુ ગમે તે કારણે આજુબાજુ જોતાં જોતાં , ટહેલતાં જવાનો યોગ તો ક્યારેય નહોતો બન્યો.

20130721-153110.jpgબોમ્બે હાઈ કોર્ટ એ પણ એક જાજરમાન મોન્યુમેન્ટ , એ વિષે પછી વાત તો કરીશું જ , પણ આજે વાત છે મુંબઈ યુનિવર્સિટી . હિન્દુસ્તાનની સહુ પ્રથમ ત્રણ યુનિવર્સિટી પૈકીની એક, ગોથિક સ્થાપત્યનો અદભૂત નમૂનો .. આ પ્રોજેક્ટ ખરેખર તો ૧૯૦૫માં પૂરો થયેલો પણ યુનિવર્સિટીને માન્યતા મળેલી ૧૮૫૭માં . જોવાની ખૂબી એ હતી કે શિક્ષણ જરૂરી લાગતું હતું. એ માટે માન્યતા પણ મળી ગયેલી પણ યુનિવર્સીટીનું મકાન જ નહીં.

20130721-153220.jpgયુનિવર્સિટી ખરેખર અર્થમાં આકાર લે તે માટે આગળ આવ્યા બે ગુજરાતીઓ. એક હતા નવસારીના કાવસજી જહાંગીર રેડીમની. ને બીજા સુરતના , મુંબઈ આવી કોટનકિંગ બનેલા પ્રેમચંદ રાયચંદ. ઈ.સ. ૧૮૬૩ માં રેડીમનીએ ૧ લાખનું દાન આપેલું. પ્રેમચંદ રાયચંદે યુનિવર્સીટીની લાઈબ્રેરી હોલ અને કલોક ટાવર માટે બે લાખનું દાન આપ્યું હતું. દાન પણ મળ્યું, આર્થિક જે સમસ્યા હતી તે પતી તો ય યુનિવર્સિટીનું કામ આગળ ન ચાલ્યું. રેડીમની એકદમ તડ ને ફડ કરવાવાળા, એમણે યુનિ.ના રજીસ્ટ્રારને પત્ર લખ્યો કે મેં યુનિવર્સિટીના નિર્માણ માટે રૂપિયા ૧ લાખ રોકડા ગણી દીધાં છે , તે છતાં એક વર્ષ થવા આવ્યું ને કોઈ કામ થયું નથી તો સરકારે મને મારા પૈસા ૫ % વ્યાજ સાથે પરત કરવા.

20130721-153330.jpg
આ પત્ર સાથે સરકારની ઊંઘ ઉડી ગઈ. ખરેખર તો જ્યાં યુનિવર્સિટીનો પાયો નંખાયો હતો ત્યાં આજે બોમ્બે હાઈ કોર્ટ છે. રેડીમનીનો મિજાજ જોયા પછી પાંચ વર્ષે હાઈ કોર્ટની બાજુનો પ્લોટ યુનિવર્સિટીને અપાયો. શરત એવી થઇ કે તેની આસપાસ અડીને કોઈ કમર્શિઅલ ઈમારતને પરમિશન ન મળી શકે. લીઝ હતી ૯૯૯ વર્ષની જે ઈ.સ ૨૮૭૬માં પૂરી થશે. અને પછી મુંબઈને મળ્યું એક સ્થાપત્યકલાનું ઘરેણું. યુનીવર્સીટી હોલ, લાઈબ્રેરી ને રાજાબાઇ ટાવર.
આ માટે તેડાવાયા તે સમયના મશ્હૂર આર્કિટેક્ટ સર જ્યોર્જ ગિલબર્ટ સ્કોટ . એ જમાનામાં ગોથિક આર્કિટેક્ચર સ્ટાઇલિસ્ટ તરીકે તેમની બોલબાલા હતી.
પછી જે સ્થાપત્યને ઇતિહાસમાં સ્થાન મળ્યું તે આપણી સામે છે. ખરેખર તો એ વિષે લખવા કરતાં તેને જોવી એ જ લહાવો છે.
મળીશું એક બ્રેક પછી , પણ હા, તમારી પાસે આવી કોઈક રસપ્રદ માહિતી હોય , ટીપ્સ હોય તો શેર કરશો, અમને ગમશે.

Advertisements

2 thoughts on “ચાલ એવા મુંબઈમાં જઈએ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s