Mann Woman

તમારું વજન તમને પજવે છે?

20130723-001347.jpg

કરીના કપૂરે ‘સાઇઝ ઝીરો’ શબ્દ પ્રચલિત શું કર્યો કે સામાન્ય ભારતીય યુવતીઓને અને હા, ગૃહિણી કમ માતાઓને પણ પોતે ઓવરવેઇટ છે તેવી લાગણી થવા લાગી. પરિણામે કોલેજ જતી દીકરી હોય કે વનપ્રવેશ કરતી મા હોય જિમમાં, હેલ્થ ક્લબમાં જઈ દોઢ-બે કલાક પરસેવો પાડવો ‘ઇન થિંગ’ વાત થઈ ગઈ.

આ વાત હતી પાંચ વર્ષ જૂની. હવે કરીના જ લગ્ન કરી ઠરીઠામ થઈ છે ને બે-પાંચ કિલો વજન વધારી બેઠી છે. ઐશ્વર્યા રાય બચ્ચન માતા બની ત્યારે પણ આવો જ ઘાટ હતો. એટલે કે પ્લેઝન્ટલી પ્લમ્પ બ્યુટીઝ અને હવે એક વધુ સર્વે, જે પ્રમાણે ફલિત થાય છે કે સાઇઝ ઝીરો એટલે કે શેરડીના સાંઠા જેવી સ્ત્રી પુરુષને આકર્ષી શકતી નથી.

આ સર્વે જુદાં જુદાં સામાજિક, આર્થિક વર્ગમાં થયા. એટલે કે પાતળી કાયાની કમનીયતા બેશક ગમે, પરંતુ સ્ત્રીમાં સ્ત્રીત્વ તો હોવું જ જોઈએ. આ સ્ત્રીત્વ કે પછી સ્ત્રીસહજ બ્યુટી એટલે સીધા શબ્દોમાં કહીએ તો ભરાવદાર શરીર. આ મત સરેરાશ ભારતીય પુરુષોનો છે.

કોઈ પણ સ્ત્રી એ સોળ વર્ષની ષોડશી હોય કે સાંઠે પહોંચેલી પ્રૌઢા, પોતાના વજનથી ખુશ નથી હોતી. ક્યાં તો વધુ વજન ચિંતા કરાવતું હશે કે પછી ઓછું વજન બેચેન બનાવતું હશે.

આજકાલ મોટાભાગના ઘરમાં એકાદ-બે સદસ્ય તો હશે જે ડાયટિંગ માટે રોટલી ગણી ગણીને ખાતા હશે કે પછી દીકરીનું વજન જ નથી વધતું તેવી ચિંતા કરી કરીને મમ્મીઓ અડધી થઈ જતી હશે.

માત્ર દીકરી જ નહીં, દીકરાના વજનની ચિંતા પણ માની ઊંઘ હરામ કરે છે, પરંતુ દીકરીનું વજન ન વધે તો લગ્નસંબંધ માટે થનારી ઉપાધિનો ભય જ મમ્મીઓના માથાનો દુખાવો બની જાય છે.

લગ્નસંબંધને અને વજનને શું લાગેવળગે? તેના કારણમાં આ સૌથી મોટું પરિબળ છે. આજે પણ લગ્નસંબંધોમાં સૌથી પહેલું મહત્ત્વ દેખાવનું જ તો છે અને આ વાત કહે છે થતાં સર્વેક્ષણો.

આવા બધા ઉટપટાંગ સર્વે કોઈ શા માટે કરાવે તેવો પ્રશ્ન થતો હોય તો તેનો ઉત્તર છે, આ સર્વેક્ષણો વિશ્વમાં ટોચના સ્થાને બિરાજતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કરાવાય છે.

એવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે પાતળા થવાની પણ દવાઓ માર્કેટમાં ઠાલવે છે અને બીજી બાજુ ‘વેઇટ ગેઇન’ એટલે કે વજન વધારવાના જાતજાતના પાઉડર અને કેપ્સ્યુલ્સ મૂકી તગડી થતી જાય છે.

વેઇટ ગેઇન કે વેઇટ લોસ આ બે શબ્દ પ્રચલિત કરનારાં છે આપણાં ફિલ્મસ્ટાર્સ. સિક્સ પેક્સ, એઇટ પેક્સ કે ઝીરો ફિગર જેવા અજાણ્યા શબ્દો હવે કોઈ પણ ઉંમરનાં સ્ત્રી-પુરુષની ડિક્શનરીમાં ઉમેરાઈ ગયા છે. જ્યાં સુધી તંદુરસ્ત ખાણીપીણી અને એક્સરસાઇઝથી આ બધું થાય ત્યાં સુધી તો બરાબર, પણ કૃત્રિમ રીતે થતી આ વજન વધારવાની કે ઘટાડવાની એક્સરસાઇઝ મોતને તેડું આપી શકે છે.

વજન ઘટાડવા માટે આજકાલ જિમમાં વર્કઆઉટ કરવાની પ્રથા પડી ગઈ છે. તે જ રીતે વજન વધારવા ડોક્ટરો અને આવતી જાહેરખબરો જોઈને ખરીદી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

‘હું તો આખી બરણી ભરીને ઘી પી જાઉં તોપણ મારું વજન વધતું જ નથી.’ કહેનારાં તમને જરૂર મળ્યાં જ હશે. તમામ પ્રયત્નથી થાકીને આ લોકો પોતાની સમસ્યાનો હલ શોધે છે વેઇટ ગેઇન પાઉડરમાં.

ડોક્ટરની, ડાયટિશિયનની સલાહ પછી એ સારવારરૂપે લેવાય તે વાત તો હજી સમજી શકાય, પણ ટીવી પર આવતી એડથી દોરવાઈ આડેધડ ખરીદી ને ઉપયોગનું શું પરિણામ આવે તે માટે તો તમારે તમારી નજીકનાં વર્તુળોમાં રહેતાં આવા ઉત્સાહીઓને જ તેમના અનુભવો પૂછવા રહ્યા.

હવે તો મોટાભાગના ડોક્ટરો આ બધા સ્ટીરોઇડ કમ પ્રોટીન પાઉડર સામે લાલ બત્તી ચીંધે છે. સમતોલ ડાયટ, મેડિટેશન અને વર્કઆઉટ પછી પણ વજન ન વધે તો મોટાભાગે પ્રેક્ટિન પાઉડર લેવાની શરૂઆત કરનાર સમજી લે કે આ પ્રેક્ટિન એન્ટિ એર્લિજક છે જે પાચનક્રિયાને અસર કર્યા વિના રહેતું નથી એટલે શરૂઆત થાય છે અપચાથી. એ પછી સોજા આવી જવા, પાણી ભરાઈ જવાથી લઈ કિડની, લિવર, મસલ્સ ખેંચાઈ જવા, કફ, છીંકાછીંક,અસ્થમા, ઊબકા, ડાયેરિયા જેવાં તમામ લક્ષણો આપશે. જાણે શરીર બળવો ન પોકારતું હોય? તેમ છતાં તેનું સેવન ચાલુ જ રહે તો પછી એ ક્યારેક જીવલેણ પૂરવાર થાય છે. ખાસ કરીને સગર્ભાવસ્થામાં વજન વધતું ન લાગે ત્યારે ઘણાં આડેધડ આ પ્રકારના વેઇટ ગેઇન પાઉડરનો વપરાશ કરે છે. હવે મેડિકલ સાયન્સ કહે છે કે તેનાથી બાળક અપંગ કે અન્ય વિકૃતિ સહિત જન્મી શકે છે. વજન વધારવાના તમામ નેચરલ નુસખા પછી પણ કંઈ ફાયદો ન થાય ને બીજી તરફ આવી બધી દવાઓ, હોર્મોન ડ્રગ્ઝ, સપ્લિમેન્ટ્સ બીજી ઉપાધિ કરાવે તો પછી આખી સમસ્યાઓનો મધ્યમ માર્ગ શું? એવો પ્રશ્ન માત્ર ભારતીય જ નહીં, વિશ્વની તમામ પોતાની બ્યુટી માટે સભાન સ્ત્રીઓને રાત્રે ઊંઘવા નથી દેતો. આ સમસ્યાનું સમાધાન મેડિકલ સાયન્સ પાસે નહીં બલ્કે પેરા-મેડિકલ કહી શકાય તેવા મનોજગતના માધ્યમમાં છે અને એ છે પોતાની જાતને ચાહવી, બિરદાવવી એ સૌથી ઉમદા ટ્રીટમેન્ટ છે. બીજાની ચીજવસ્તુ, સુંદરતા જોઈ ઈર્ષ્યાથી સળગી જનારી સ્ત્રીઓ સુંદર હોવા છતાં સુંદર નહીં લાગી શકે. પોતાની જાતની અન્યો સાથે સરખામણી પણ તમને માનસિક રીતે માંદાં જ બનાવશે.

થોડા ઓવરવેઇટ હોવાથી ગભરાઈ જઈ, બીજી સહેલીઓ સાથે સરખામણી કર્યે રાખવાની ચેષ્ટા તમને ડિપ્રેશનમાં ધકેલશે અને કહેવાની જરૂર છે ડિપ્રેશનના ભોગ બનેલા લોકો એક અન્ય એડિક્શન તરફ વળે છે અને તે છે ખાવાનું એડિક્શન. એટલે કે પાતળા થવાની લાયમાં વધુ ને વધુ ખાઈ વધુ સ્થૂળ થવું.

એ જ રીતે પાતળી પરમારો પોતાને મળેલી નેચરલ ગિફ્ટ પર ખુશ નથી હોતી. પોતે પાણાં ખાય તોય પચી જાય તે વાતનો હરખ કરવાને બદલે બીજાને જોઈ જોઈ ઈર્ષ્યાથી અડધી થઈ જાય છે.

જાડા, પાતળાની વાત તો ખરી જ, પણ સુંદર દેખાવું હોય તો લાખ રૂપિયાની દવા જેવું કામ કરે, તે છે પ્રસન્નતા. યોગ્ય ડાયટ, એક્સરસાઇઝ, યોગ અને પ્રસન્નતાના મેળને એક વાર અજમાવી તો જુઓ. આયનામાંનું પ્રતિબિંબ કહેશે, ‘મૈં સુંદર હૂં’.

છેલ્લે છેલ્લે
સ્ત્રીનો શ્રેષ્ઠ મેકઅપ છે તેનું સ્મિત.

20130723-001528.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s