Passage to Bombay & beyond......

ખંડહર કો દેખ કે લગા કી ઈમારત કભી બુલંદહુઆ કરતી થી …..ઇન્ડિયાની સહુ પ્રથમ હોટેલ : વોટ્સન

20130723-233903.jpg

હિન્દી ફિલ્મોનો આવો કોઈ પીટ ક્લાસ ડાયલોગ કદાચ તમને નક્કી યાદ આવી જાય એક જર્જ્રિત, પડવાને ને નામે ઉભું રહેલું બિલ્ડીંગ જોઇને. બિલ્ડીંગનું નામ છે એસ્પ્લેનેડ મેન્શન. વાત આજે એની જ કરવી છે. જો આ નામ સાંભળીને ગડ ન બેઠી હોય તો લેન્ડમાર્ક સાથે ઓળખ આપવી પડે.
કાલાઘોડા પર જહાંગીર આર્ટ ગેલેરીની સામે , ખાણીપીણીના રસિયા હો તો ખૈબરની સામે , અને જો શોપિંગફ્રીક હો તો કાલાઘોડાના વેસ્ટસાઈડની લગોલગ આવેલું બિલ્ડીંગ. અત્યંત બિસ્માર , લોખંડી ટેકાઓના આધારે ઉભાં રહેવાના મરણિયા પ્રયાસ કરતા બિલ્ડીંગને જોઈ કોઈ માની શકે કે આ મુંબઈની , કે પછી હિન્દુસ્તાનની સૌ પ્રથમ સ્ટાર હોટેલ હશે?
જ્યાં આજે ભંગાર ને કચરો ખડકાય છે તે ભવ્ય બોલ રુમ હશે જ્યાં ટેઈલ સુટવાળા ગોરા સાહેબો અને દમામદાર ગાઊનમાં સજ્જ મેમ સાહિબો લાઇવ ઓરકેસ્ટ્રાને તાલે ડાન્સ કરતાં હશે !!
ઘણાં મુંબઈની તવારીખ જાણનારાઓ માટે આ વાત કંઈ નવાઈની નથી.

ઈ.સ . ૧૮૬૩, આ આજનું ખખડ્ધજ બિલ્ડીંગ એટલે ત્યારની શ્રેશઠતમ હોટેલ વોટ્સન . જયારે આ હોટેલ અસ્તિત્વમાં આવી ત્યારનો સમાજ કલ્પી શકો છો? ઇન્ડિયામાં ટ્રેનનું આગમન થઇ ચૂકેલું પણ ટ્રેનમાં માત્ર મોટા , ભદ્ર સમાજના કહેવાય તેવાં લોકો જ મુસાફરી કરતાં , અબુધ લોકોને મન એન્જિન કોઈક રાકશસ હતું. એટલે લોકો માટે હોટેલ એક જોણું હતી. ને વોટસન તો વિશેષ કારણ હતું તેનું વિદેશીપણું . હોટેલના માલિક હતા જ્હોન વોટસન. ૯૯૯ વર્ષની લીઝ પર અને વાર્ષિક ભાડું રૂ.૯૨ અને ૧૨ આના …
હોટેલની ખાસિયત માત્ર બાંધકામ પૂરતી નહોતી. તે સમય હતો કાસ્ટ આયર્ન ટેકનોલોજીનો. ડીઝાઇન કરી હતી અંગ્રેજ આર્કિટેક્ટ રોનલ્ડ મેઝન ઓર્ડીશે. ૧૯ મી સદીની એકદમ આધુનિક ટેકનોલોજીથી ઈંગલેન્ડથી ૯૦x ૩૮ ફૂટનાં કાસ્ટ આયર્ન બ્લોકસ લાવી અહીં એસેમ્બલ કરાયા હતા. જેને પૂર્ણ કરતાં લગભગ ત્રણ વર્ષ થયેલાં.
ચારે બાજુ રૂમ્સ ને વચ્ચે કંટ્રીયાર્ડ કહેવાતો ખુલ્લો ભાગ. જેને હવે આપણે ઓટ્રીયમના નામે તરીકે સહેલાઈથી સમજી શકીએ … વિશાળ બાલ્કની … ૫ માળની બિલ્ડિંગ ને રૂમની સંખ્યા ૧૩૦. બાર, રેસ્ટોરંટ , લોબી ( હવે જેને આપણે લાઉન્જ કહીએ તે ) , બોલ રુમ , લાઇવ ઓરકેસ્ટ્રા …. જાણે મિની ઇંગ્લેન્ડ . સ્લોગન હતું હોમ અવે હોમ. એટલે કે માત્ર ને માત્ર ગોરાં સાહેબો માટે જ.
હોટેલનો તમામ સ્ટાફ અંગ્રેજ , એટલે કે બાર ટેન્ડરથી લઇ બટલર, હોસ્ટેસ , વેઈટર બધ્ધેબધ્ધાં ગોરા.
એ વખતે એવી જોક ચાલતી કે વોટ્સનને એક કમી રાખી છે , એ છે લંડનની વેધર, જો એ પણ લઇ આવતે તો વાહ ક્યા બાત!!!

20130723-234536.jpgએ વખતે વોટ્સનનો સૂરજ તપતો હતો. એના ગેસ્ટ લિસ્ટમાં માત્ર “હુઝ હૂ “ને સ્થાન મળતું. માર્ક ટ્વેનને ફેમસ ટ્રાવેલોગ “ફોલોઇન્ગ ધ ઇક્વેટર” વોટ્સનની વિશાળ બાલ્કનીમાં બેસી રેલીંગ પર આવીને બેસતાં કાગડા પરથી પ્રેરણા લઇ લખ્યું હતું. સહુ પ્રથમ ફિલ્મ બનાવનાર લ્યુમિયર બ્રધર્સ દ્વારા પહેલીવહેલી ફિલ્મ વોટ્સનમાં પ્રદર્શિત કરાયેલી. તે સમયે ટોકીઝ કે થિયેટર જેવું કંઇક માધ્યમ જ અસ્તિત્વમાં નહોતું.
જો કે , આ હોટેલમાં ક્યાંય લખેલું નહોતું કે ડોગ્સ એન્ડ ઈન્ડિયન્સ આર નોટ અલાઉડ પણ એમાં કોઈ બ્રાઉન સાહેબોનો પ્રવેશ સદંતર વર્જ્ય. બ્રાઉન સાહેબો એટલે જેમને અંગ્રેજો સાથે ઉઠબેસ કરીને તેમના રહનસહન અને સભ્યતા શીખી લીધી હતી તેવાં હિન્દુસ્તાનીઓ . જેમાં સમાવેશ થાય મોટાભાગે પારસીઓનો ,અને થોડાં ફોરવર્ડ વિચારસરણીવાળા જૈન અને હિંદુ શેઠિયાઓનો. પણ એમને ય પ્રવેશ નહીં. નો મીન્સ નો . આ જક્ક હતી હોટેલના માલિક જ્હોન વોટ્સનની.

20130723-234806.jpgઅને એક ઘડી આવી, હોટેલ વોટસનના ગુમાનને ચકનાચૂર કરતી ઘડી. સાલ ઈ.સ.૧૮૭૧ .
જમશેદજી તાતા એ વખતે મોટું નામ ધરાવતા હતા. એક સાંજે તાતાએ હોટેલ વોટસનમાં એન્ટ્રી મારી. ગોરા સ્ટાફે પોતાના માલિકની સૂચનાનું પાલન કરવા તાતાને સ્થાનિક હોવાને કારણે હોટેલમાં પ્રવેશવા ન દીધા.. જમશેદજી ત્યારે તો ઘૂંટડો ગળી ગયા પણ એ ઘૂંટે વોટ્સનનો મૃત્યુઘંટ વગાડી દીધો.. તાતાએ સૌથી પહેલું કામ કર્યું ભારતની સહુથી પહેલી વહેલી લક્ઝરી હોટેલ નિર્માણ કરવાનું. અને પાલવા પર આવી તાજમહાલ .
એ પછી તાજ મહાલે કેવા ઈતિહાસ સ્થાપત્ય અને હોસ્પિટાલિટી ક્શેત્રે સર્જ્યા ફરી કોઈ વાર …..
પરંતુ , વોટસનના દહાડા પૂરાં થયા . જ્હોન વોટસનનાં નસીબ પાધરાં કે એમને પોતાની આવી પડતી જોવાની ન આવી. તાજની ચડતી કળા જોવા પહેલાં સિધાવી ગયા. અને પછી ડાઉન ફોલ શરુ થયો. છેલ્લે ૧૯૬૦ માં હોટેલ બંધ કરી પછી. કંઈક ઓફિસ , ક્યુબિકલ કરાયા…પણ ન રહ્યો ઠાઠ ન માઠ , બલકે હવે તો સ્થાનિક , મુંબઈગરા પણ ભૂલી ગયા છે કે અહીં ઇન્ડિયાની સહુ પ્રથમ એવી એક હોટેલ હતી નામ હતું , વોટસન…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s