mann mogra

Monsoon Magic

20130724-151351.jpgઆપણામાંથી ઘણાંએ આ અનુભવ્યું હશે કે વેકેશન માટે ગમે ત્યાં ગયા હોઈએ ત્યાંનો નઝારો મનને બાગ બાગ કરી નાખે. એમાં પણ આંખો ઠારતી હરિયાળી હોય તો થાય આવી વિવિધતા આપણે ત્યાં કેમ નહી?
એવો અનુભવ અમને થયેલો.વર્ષો પૂર્વે મલયેશિયાના પૂર્વીય ભાગમાં ફરવાનું બન્યું હતું. માઉન્ટ કિનાબાલુ તરફનાં જંગલ વિસ્તારમાં ટ્રેઈલ દરમિયાન એવી અદભૂત વનશ્રુષ્ટિ જોવા મળેલી જે ખરેખર અમારે માટે જોણું હતી. કોટા કીના બાલુ નામના એક નાનાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં આધુનિકતા સાથે પરંપરાગત ઘર, ઓફિસો,માર્કેટ અને વાહનવ્યવહાર . એ શહેરમાં અમે વરસાદથી બચવા છત્રીને બદલે મસ્સમોટાં પાનનો ઉપયોગ થતો જોયો હતો. એ પળ કૈંક અચરજમિશ્રિત આનંદની હતી. આવું દ્રશ્ય કદીયે જિન્દગીમાં જોયેલું નહીં.
ગાઈડે કહ્યું આ છે એલીફન્ટ ઈયર્સ . સામાન્ય રીતે એશિયા પેસિફિક વિસ્તારોમાં જોવાં મળે. અતિશય વરસાદ,ભીનાશ અને ભેજ્ભર્યું વાતાવરણ તેનું ટોનિક. આ પરિબળ જેટલાં વધુ તેટલું પાનનું કદ મોટું. એ પછી આ પ્લાન્ટ ક્યાંય જોયા હોવાનું યાદ નથી.

20130724-151421.jpgએવું જ થયેલું મશરૂમનું. નાનાં હતા ત્યારે કહેતાં બિલાડીના ટોપ. એ કૈંક ખવાય? મોટા થયાં પછી સમજાયું કે મશરુમ તો એવી ડેલીકસી કે એ માટે ટેસ્ટ કેળવવો પડે , છતાં બટન મશ્રુમ્સ અને ગોવાની સ્પેશિઆલીટી એવા બ્લેક મશરુમથી આગળ વાત વધી નહીં. નાનાં , લીલાં , સફેદ છત્રી જેવા બિલાડીના ટોપ તો વરસાદમાં ઉગી જાય ખબર હતી પણ લગભગ ૬”થી ૯” જેટલાં મોટાં , શંકુ ટોપી પહેરી હોય તેવા કે તેવાં મોટા મોટાં ગોળાકાર મશરૂમ જે પરીકથાના ચિત્રમાં હોય એ સાચેસાચ ઉગી શકે અને એ પણ મુંબઈના કોઈક બિલ્ડીંગનાકમ્પાઉંડમાં?
થોડી ફુરસદ અને થોડી દ્રષ્ટિ , બંને હોવાં છતાં આપણે ક્યાં વિસારી દઈએ છીએ?
મલયેશિઅન જંગલોના મૂળ રહીશ એવાં કોલોકેસિયા એસ્કુયુલેંટા એટલે કે એલીફન્ટ ઇઅર્સ …એ પણ આપણાં પાડોશી?મુંબઈમાં? હા,એ વાત ખરી કે રુઆબ પેલો જંગલનો નહીં પણ ઘરમાં સજાવેલાં બોન્સાઇ પ્લાન્ટ જેવો તો ખરો જ.
મોડી સવારના વોક દરમિયાન અમે આ અજાયબીઓને મળ્યાં જેઓ કદાચ દર ચોમાસે અમારે ત્યાં પરોણા બની આવતાં હશે અને અમે તેમની હાજરીથી પણ માહિતગાર નહીં?
આમાં નુકસાનમાં કોણ?આપણે કે એ ?
વાંધો નહીં, દેર આયે દુરસ્ત આયેનાં ન્યાયે પણ આવકારીએ તો ખરાં..
ભલે પધારો મોંઘેરાં મહેમાન,હવે આવ્યાં છો તો રહેજો મનભર….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s