Passage to Bombay & beyond......

કોઈની જન્નત શાહરુખની મન્નત….

20130727-123605.jpgજે લોકો ફિલ્મ ગોસીપના રસિયા છે એ લોકો તો જાણતાં જ હશે કે શાહરુખ ખાનને કોઈ એડ કેમ્પેન સાઈન કરાવવા એજન્સીઓ શું ટ્રીક કરે છે. જેમ કે ડિશ ટીવી ને એર ટેલની એડ SRKના બંગલામાં શૂટ થઇ છે. એડનું શુટિંગ જ શાહરુખના “મન્નત”માં હોય તો કિંગ ખાન ખુશ. કારણકે, શાહરુખના નિવેદન પ્રમાણે ઘરમાં જ શુટિંગ થતું હોય તો લોકેશન પર જવા આવવાનો સમય બચે. પત્ની ગૌરી અને બાળકો સાથે ટાઇમ મળે. અને હા,લોકેશનનું ભાડું તો વસૂલાય જ ને વળી જે વાત કિંગ ખાન ક્યારેય નથી બોલતો, પણ આ તમામનું આયોજન તેણે બંગલાનું ઇન્ટીરીયર કરાવતાં પ્લાન કરેલું. ઉપરના બે ફ્લોર અને ટેરેસ એડ શુટિંગ માટે છે. એમ તો SRKના જમ્બો સ્વિમિંગ પુલ પર પણ એડ શૂટ થઇ છે. શાહરુખે આ જગ્યા ખરીદી તો હતી ૨૦૦૧માં , પરંતુ તેને તૈયાર થતાં ૩ કે ૪ વર્ષ લાગેલા. ૬ લેવલમાં વહેંચાયેલી આ વિલામાં અત્યારે આ મન્નતમાં સ્વિમિંગ પુલથી લઇ શાહરુખની ઓફિસ, પર્સનલ જિમ , લાઈબ્રેરી ,બાળકો માટે ફળવાયેલો એક આખો માળ, અને બોક્સિંગ રિંગ પણ છે.
એ વાત જુદી છે કે વિશ્વભરમાં રહેલાં શાહરુખના ફેન્સ આ વિલાના પુલ થી લઇ ડાઈનીંગ હોલના પિક્ચર્સ જોઈ ચુક્યા છે પણ કદાચ તેમને ખબર નહીં હોય કે એ બંગલો જે હવે મન્નતના નામે ઓળખાય છે, એ હતી ગઈ કાલની વિલા વિયેના.

સાલ હતી ૨૦૦૧. અખબારોમાં એક વર્ષો જૂનો બંગલો હોટ સ્ટોરી બની રહ્યો હતો. બાન્દ્રા બેન્ડ્સ્ટેન્ડને સામે આવેલી એક ભવ્ય , બંધ પડેલી વિલા સુપરસ્ટાર SRKએ ખરીદી લીધી હતી. બસ , થઇ રહ્યું. ખણખોદિયા પત્રકારો કામે લાગી ગયા . સોદો માત્ર ૪૫ દિવસમાં પાર પડ્યો હતો એરિયા હતો ટોટલ ૨૪૪૬ સ્કે.મી અને કિંમત એ પ્રોપર્ટીની સરખામણીમાં ભારે ઓછી હતી. તે સમયે કિંમત ચૂકવાયેલી રૂ. ૧૩ કરોડ માત્ર. આ આંકડા અખબારી રીપોર્ટ પ્રમાણે છે. ખરીખોટી તો કોઈને ખબર નહોતી , પણ એક્સ્ક્લુસીવના નામે જે કામગીરી પત્રકારોએ કરી તે પ્રમાણે જણાયું કે SRK દ્વારા ખરીદાયેલી આ હતી વિલા વિયેના, મૂળ હતી પારસી માલિક માણેકજી બાટલીવાળાની.

શાહરુખે આ જગ્યા ખરીદી તો હતી ૨૦૦૧માં , પરંતુ તેને તૈયાર થતાં ૩ કે ૪ વર્ષ લાગેલા. ૬ લેવલમાં વહેંચાયેલી આ વિલામાં અત્યારે આ મન્નતમાં સ્વિમિંગ પુલથી લઇ શાહરુખની ઓફિસ, પર્સનલ જિમ , લાઈબ્રેરી ,બાળકો માટે ફળવાયેલો એક આખો માળ, અને બોક્સિંગ રિંગ પણ છે, જયાં ૧૯૧૫ માં વીજળી નહોતી પણ ટેનીસ કોર્ટ તો હતું..
માણેકજી બાટલીવાલા ફેમિલી મૂળ તો ક્યાંનું એ જાણવા નથી મળતું, એમનો કોઈ વેપાર ધંધો હતો? હતો તો શું હતો એ વાત પણ જાણવા મળતું નથી .
ખબર માત્ર એટલી જ છે કે ગિરગામમાં રહેતાં બાટલીવાલા ફેમિલી ૧૯૧૫માં વિલા વિયેનાનું નિર્માણ કરી રહેવા આવેલું. તે સમયે વિલામાં વીજળી નહોતી પણ ટેનિસ કોર્ટ , સર્વન્ટ ક્વાટર્સ હતા. બાટલીવાળાને સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. માણેકજી બાટલીવાળાને કદાચ સપને કલ્પના નહીં હોય કે આ વિલા તેમને નહીં સદે. આ દમામદાર વિલાના મૂળ માલિક માણેકજી બાટલીવાળા કંગાળ હાલતમાં દોખમાનશીન થયેલા. માણેકજી બાટલીવાલાના દોહિત્ર મુંબઈના નામાંકિત આર્ટ કલેકટર , કેમોલ્ડ આર્ટ ગેલેરીવાળા કેકુ ગાંધીએ પોતે જ એક મુલાકાતમાં કહી હતી.
માણેકજી બાટલીવાળાનો ધંધો ધીરધારનો પણ હતો એવું ઘણાં માને છે. જેને કોઈ અધિકૃત પુષ્ટિ મળી નહોતી. પણ એ જ કારણ તેમની પડતીનું લેખાતું રહ્યું હતું. ધીરેલાં નાણાં નિયત સમયે આવ્યાં નહીં અને માણેકજી પોતે જ ખસ્તા હાલ થઇ ગયા. બાન્દ્રા બેન્ડ્સ્ટેંડ , સામે ઘૂઘવતાં અરબી સમુદ્ર , તે જમાનાની પણ પ્રાઈમ પ્રોપર્ટી લેખાતી લોકેશન પર આવેલી આ વિલામાં માણેકજી એ ભાડે આપવી પડી હતી. બીજાં માળે આવેલો એક રૂમ તેઓ વાપરતાં . માત્ર આ વિલા વિયેના જ નહીં માણેકજીએ લગભગ બધી પ્રોપર્ટીઓ વેચી નાખવી પડેલી કે ભાડે આપવી પડી હતી. માણેકજીના બિઝનેસ પાર્ટનર હતાં બેન બનેવી. એટલે બેન ખુરશેદ્બાઈ સન્જાણાંના ભાગે વિલા વિયેના આવી. ખુરશેદ્બાઈને પોતાનું કોઈ સંતાન નહોતું એટલે એ પ્રોપર્ટી ટ્રસ્ટને ગઈ ને પછી ટ્રસ્ટે શાહરુખને વેચી.
જયારે આ સોદો થયેલો પ્રોપર્ટી માર્કેટનાં પંડિતોએ ભારે અવળવાણીઓ કાઢી હતી પણ એવું કૈં થયું નહીં ને શાહરુખનો સિતારો થોડી અપ્સ એન્ડ ડાઉન પછી પણ ચમકતો તો રહ્યો જ છે , ત્યારે કોઈકે કહેલી વાત યાદ આવે છે, કે મુંબઈનો પૈસો માત્ર ૩ પેઢી જ ટકે છે. એ પૈસા કે એ નામ શોહરત ચોથી પેઢી ભોગવી શકતી નથી.
માણેકજી સાથે આવું નસીબનું રુઠવું ને SRK સાથે નસીબનું ચાલવું એ પણ કર્મ્ની જ થિયરીનો એક ભાગ હોય ને.

20130727-123908.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s