પ્રશ્ર્નો શું છે ?

20130810-224750.jpg

શું છે ? – સુરેશ દલાલ
ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

– સુરેશ દલાલ

સુરેશ દલાલ … ગુજરાતી ભાષામાં આ નામ એવું કે જો આપણી અટક દલાલ હોય અને વળી સાહિત્ય , પત્રકારત્વ , લેખનનાં ક્ષેત્રે હો તો લોકો એમ પૂછે કે તમે સુરેશ દલાલના સગાં થાવ?

સગપણની વાત તો બહુ દૂરની રહી , સુરેશભાઈએ ૧૯૯૫ માં ચોક્કસ લોકોના કહેવાથી એક લેખ લખ્યો હતો . મને જાણતાં પણ નહોતાં ને જે લખ્યું હતું તે વિષે વર્ષો પછી પોતે જ ખેદ પ્રગટ કર્યો હતો.
એ પછી વર્ષો વીતી ગયા ને એ વાત તો ભૂલાઈ પણ ગઈ . એ વાત અત્યારે યાદ આવવાનું કારણ જ સુરેશભાઈની તિથી અને તેમની આ કવિતા…
કવિ જ્યાં પોતે જ કહે છે : પ્રશ્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ .

હવે આ મર્મ જાણ્યા પછી ક્યાં કોઈ ઉત્તરને મોહતાજ પ્રશ્નો ઉદ્ભવી શકે?
સુરેશ દલાલ કદાચ ફેસબુક અંજલિઓ વાચી શકતાં હશે તો તેમને ગામે ગામે ગામ, શહેર , મહાનગરમાં ઉભરી રહેલાં કવિ, કવિયત્રીઓ વિષે શું વિચારતાં હશે?
હા, આ એ જ છે : અનુત્તર ઉત્તરની સ્થિતિ ……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s