Mann Woman

બિંદીથી આઇપેડ સુધી બદલાઈ રહ્યું છે વામાનું વિશ્વ

20130813-015832.jpgવર્કિંગ વુમનની હેન્ડબેગમાંથી કમ્યુનિકેશનનાં સાધનો વધુ મળે, જ્યારે પોતાના દેખાવ પ્રત્યે અતિસભાન એવી મહિલાની હેન્ડબેગ તપાસો તો પ્રશ્ન થાય કે આ પર્સ છે કે મિની બ્યુટી પાર્લર? નાનકડી વેનિટી અને તેમાં કાજલ, બ્લશર, લિપઓનથી લઈ હેર બ્રશ,બોડી સ્પ્રે, પરફ્યૂમ, ટિસ્યૂઝ… યાદી ઘણી લાંબી છે

એમ કહેવાય કે સ્ત્રીની ઉંમર ને પુરુષની ઇન્કમ કદી પુછાય નહીં, પણ એક વણલખ્યો નિયમ એવો પણ છે કે પુરુષનું પર્સ (વોલેટ) ખોલાય, પણ સ્ત્રીનું પર્સ કે હેન્ડબેગ તો કદી ન ખોલાય. જે પુરુષ એવી ચેષ્ટા ભૂલથી, શકથી, સંશયથી કે કુતૂહલથી પણ કરે તે ક્યાં તો મેનરલેસમાં ખપે કે પછી બાયલામાં. એવું તો શું કારણ હોઈ શકે આવી ગોપનીયતાનું? કારણ છે સ્ત્રીનું પર્સ એટલે જાણે પેન્ડોરા બોક્સ.

આજથી બે દાયકા પૂર્વે આવી બધી શિષ્ટાચારની વાતો કે શરતો અસ્તિત્વમાં જ નહોતી. અરે! ચોરચપાટિયા પાકીટમારો પણ પાકીટ તો પુરુષનું જ મારતા. હા, સ્ત્રીની તો ક્યાંક ગળાની ચેઇન ખેંચાય કે મંગળસૂત્ર. બાકી વીસ વર્ષ પૂર્વે ચોરો પણ સ્ત્રીનાં પર્સ આંચકવાનો વિચાર સુધ્ધાં નહોતા કરતા, કારણ? કારણ કે તે સમયે સ્ત્રીઓનાં પર્સ, હેન્ડબેગમાં ન તો મોંઘાદાટ સ્માર્ટ ફોન મળતાં, ન ક્રેડિટ, ડેબિટ કાર્ડ મળતાં. તે વખતે મળી મળીને હાથ લાગે બિંદીનું પેકેટ, નાનું ટબકડું ટેલ્કમ પાઉડરનું ડબલું, ટચૂકડો અરીસો કે પછી લિપસ્ટિક, લવિંગ-ઇલાયચીની ડબ્બી ને બહુ બહુ તો પાંચસો-હજાર રૂપિયા ને થોડું પરચૂરણ.

આજે સમય બદલાઈ ગયો છે. વીસ વર્ષમાં સ્ત્રીઓનું સ્ટેટસ કેટલી હદે બદલાઈ ગયું છે તેનો પુરાવો તેમની હેન્ડબેગ આપે છે.

સુશિક્ષિત ગૃહિણી હોય કે વર્કિંગ વુમન તેના પર્સમાંથી સ્વાભાવિકપણે ક્રેડિટ, ડેબિટ કાર્ડ તો નીકળે જ. બાકી હોય તેમ છેલ્લા બે દાયકામાં સ્ત્રીઓની ખરીદશક્તિ અસાધારણપણે વધી છે. ઘરમાં વોશિંગમશીન લેવું હોય કે ફ્રીઝ એમાં તો સમજ્યા, પણ કાર કઈ લેવી કે પછી પતિએ ઓફિસમાં ર્ફિનચર કેવું કરાવવું કે એસી કયાં લેવાં તેમાં પણ પત્નીઓ ભારે માથાં મારે છે. સ્વાભાવિક છે ઘરના ફાઇનાન્સ મિનિસ્ટરના હાથમાં સત્તા હોય એટલે પર્સમાં ખનકાટ પણ હોય જ.

અને કદાચ એ જ કારણ છે હેન્ડબેગ, પર્સ પરથી કોઈ પણ સ્ત્રીની માનસિકતાનો અંદાજ લગાવી શકાય છે. વિશ્વાસ ન આવતો હોય તો પ્રયોગ કરી જોવા જેવો છે ખરો.

આજે મોટાભાગની સ્ત્રીઓનાં પર્સમાંથી લેટેસ્ટ મોડલના સ્માર્ટફોન તો મળે જ, પણ બાકી જે સામાન મળે તેના પરથી તે સ્ત્રીની પર્સનાલિટીનું અનુમાન બહુ સાહજિકતાથી થઈ શકે છે.

સ્ત્રીનું પર્સ એટલે તેની ઓળખ. અલબત્ત, તેમાં થોડાં કોમન ફેક્ટર તો જરૂર હોવાનાં. જેમ કે, કરન્સી, ક્રેડિટ, ડેબિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે પછી ઘરની ચાવીઓ,પણ આ પછી મળતો સામાન સ્ત્રીઓની આગવી ઓળખાણ જેવો હોય છે.

એ તો સ્ત્રીસહજ સ્વભાવ છે કે પોતાનું વિશ્વ સાથે લઈને ચાલવું. એટલે પૈસા, ફોન, ઘરની ચાવીઓ ઉપરાંત સાથે હોય પોતાના શોખની ચીજોનો જમાવડો.

કોઈ એક હેન્ડબેગમાં આઇપેડ કે ટેબ્લેટ મળે, સાથે યુએસબી ડ્રાઇવ, ચાર્જર, નોટપેડ, પેન… તો એ હેન્ડબેગની માલિકણ કોણ હોઈ શકે? નેચરલી, કોઈક ઊંચી પોસ્ટ પર કામ કરતી વર્કોહોલિક સ્ત્રી.

તાજેતરમાં જ આવો સર્વે ભારતનાં ગણતરીનાં મહાનગરોમાં થયો હતો અને તેમાં જે તારણો મળ્યાં તે ખરેખર રસપ્રદ તો હતાં, પણ નવાઈભર્યાં તો જરાય નહોતાં, કારણ કે ફરક એટલો કે આ વાતોથી આપણે અવગત તો જરૂર છીએ, પણ એ વિશે ક્યારેય બીજો વિચાર કરવાની આપણને જરૂર જ નહોતી લાગી.

આ સર્વેક્ષણ પરથી ખ્યાલ આવ્યો કે હેન્ડબેગમાં રહેલી ચીજવસ્તુઓ જ ખરેખર તો સ્ત્રીની આગવી ઓળખ છે.

વર્કિંગ વુમનની હેન્ડબેગમાંથી કમ્યુનિકેશનનાં સાધનો વધુ મળે, જ્યારે પોતાના દેખાવ પ્રત્યે અતિસભાન એવી મહિલાની હેન્ડબેગ તપાસો તો પ્રશ્ન થાય કે આ પર્સ છે કે મિની બ્યુટી પાર્લર? નાનકડી વેનિટી ને તેમાં કાજલ, બ્લશર, લિપઓનથી લઈ હેર બ્રશ, બોડી સ્પ્રે, પરફ્યૂમ, ટિસ્યૂઝ… યાદી ઘણી લાંબી છે.

હેલ્થ કોન્શિયસ સ્ત્રીઓની બેગ પણ જોવા જેવી ખરી. સામાન્ય રીતે જોવામાં આવે છે કે હેલ્થ કોન્શિયસ સ્ત્રીઓ કોઈક કોમ્પ્લેક્સનો ભોગ બની જાય છે. સ્વચ્છતા માટે અસાધારણ ચીવટ એટલે પર્સમાં ટોઇલેટ ટિસ્યૂઝ તો હોય જ. વર્કિંગ વુમન હોય તો ગ્રીન ટીનાં સેશે અને સામાન્ય ગૃહિણી હોય તો પણ હેન્ડ સેનિટાઇઝર તો અચૂક મળશે.

આ સર્વેમાં સૌથી હેરત પમાડે તેવી વાત છે ટીનેજર્સ છોકરીઓની હેન્ડબેગની. નવી નવી ફૂટેલી યૌવનની પાંખો અને તન અને મનમાં કુતૂહલ સાથે રોમાંચના સરવાળા,ગુણાકાર. હેન્ડબેગનાં ડઝનબંધ ખાનાંમાં ક્યાંક ઊંડે ઊંડે સંતાડે છે કોન્ડોમને.

અલબત્ત, આ વિધાન દરેકને હરગિજ લાગુ પડતું નથી, તે માટે બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં, પરંતુ યુરોપિયન દેશ હોય, યુએસએ હોય કે ઇન્ડિયા, ટીનેજર્સ છોકરીઓનાં પર્સમાં મોટેભાગે કોન્ડોમ છુપાવેલાં મળી આવે છે. હા, આ અમે નહીં સર્વે કહે છે. (તો મા-બાપ રહે સાવધાન!).

છેલ્લાં વીસ વર્ષમાં એવાં આમૂલ પરિવર્તન આવ્યાં છે કે સ્ત્રીને પુરુષ સમોવડી લેખાવવી અપમાનજનક લાગે છે. આજે વીસ જ વર્ષમાં સ્ત્રી ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો પુરાવો એના પર્સમાં, હેન્ડબેગમાં બંધ છે.

છેલ્લે છેલ્લે : સ્ત્રી ટી-બેગ જેવી હોય છે. એ કેટલી સ્ટ્રોંગ છે તેનો પરિચય તો તેને ગરમ પાણીમાં નાખ્યા પછી જ મળે છે.

– એલીનોર રૂઝવેલ્ટ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s