opinion

વોહ સુબહ કભી તો આયેગી….

20130814-222238.jpg

ટીવી પર ચાલતાં અજબ ગજબ કૌતુકથી કોણ અજાણ હોય શકે ? એક તરફ મેલ્ટ થતાં ચીઝી પિઝ્ઝા માત્ર એક ફોનકોલ અને ૨૦ મિનિટમાં તમારે બારણે , એવી એડ ને બીજી તરફ વિદ્યા બાલન ભારે કુરૂપ એવા ચશ્માં ચડાવીને ગામની દીકરીને સલાહ આપે છે કે જો વર ઘરમાં શૌચાલય ન બનાવડાવે તો સાસરે ન જઈશ….
ટીવી પર જ કેમ ? આપણી આસપાસ પણ આવો જ માહોલ છે. એક બાજુ મહાનગરોનાં રસ્તા પર સડસડાટ દોડી જતી લાખેણી કાર્સ , રાતે દિવસ લાગે તેવી ઝાક્મઝોળવાળા મોલ્સ , મલ્ટીપ્લેક્સ , NRIબંધુઓને કોમ્પ્લેક્સ આપી દે તેવી લાઇફસ્ટાઈલ … ગુડ ગુડ …. ફીલ ગુડ તો એવું થાય કે મલ્ટીપ્લેક્સમાં રાષ્ટ્રગીત ચાલતું હોય ને જો કોઈ બંદો ઉભો ના થાય તો આપણી દેશ્પ્રેમની લાગણી દુભાય….
એમાં વળી ૧૫ ઓગસ્ટ. સવારથી સાંજ સુધી બધું તિરંગી કરવાનું . તે દિવસે પાર્ટી કરવી હોય તો થીમ ત્રિરંગી હં. બાકી હોય તેમ હોંશીલા છાપાંઓ પણ ત્રિરંગી વાનગીઓ શું ને કેમ બનાવવી તે વીક પહેલાં બધી પૂર્તિઓ કરી કહી જાય.
સરસ .. બહુ સરસ..એમાં કોઈ સમસ્યા શી હોય ? પણ રહી રહી ને વિચાર એ જ આવ્યાં કરે કે ત્રિરંગી ઢોકળાં , પૂડલા , સેન્ડવીચ ખાઈ ટીવી પર દેશભક્તિની એકાદી ફિલ્મ જોઈ નાખી એ આપણું સેલિબ્રેશન?
આમે પત્રકાર એટલે વાંકદેખી કોમ … એવું બધાં કહ્યાં કરે. ને કહે જ ને … જો કોઈ ફીલ ગુડની વાત કરે કે બસ, ખલાસ. પેલા કોંગ્રેસી રાજ બબ્બરે ફિલ્મનો ડાયલોગ બોલતાં હોય તેવી સાહજિકતાથી કહી દીધું કે રુ . ૧૨ માં તો પેટભરીને ખાઈ શકાય . હવે બિચારા રાજ બબ્બરે કોઈ દિવસ સુલભ શૌચાલયને ન્યાય આપેલો નહી એટલે એમને ખબર ક્યાંથી હોય કે પેટ રુ ૧૨ માં તો ન જ ભરાય પણ ખાલી કરવાના પણ ફદિયાં લાગે…
આ વાત એટલે યાદ આવી કારણ કે આજકાલ દેશભક્તિના પ્રદર્શનો વચ્ચે ભારત નિર્માણવાળું તૂત ફરી ચાલ્યું છે, હા પેલું ઇન્ડિયા શાઈનીંગ હતું તેવું આ , નામ જરા અલગ બાકી બધું એમ જ….
એ ભારત નિર્માણની ફેન્સી જાહેરખબરો છે ફાંકડી .
જાહેરખબરોની વાત જવા દો ને .. આંકડાની માયાજાળ તો કહે છે કે ઇન્ડિયાના ૬૨.૨ % લોકો હવે મોબઈલ વાપરે છે. ૬૭ ટકા લોકો પાસે વીજળી જોડાણ છે. ૮૬.૬ % પાસે ઘર છે. ૪૭.૨ % પાસે ટીવી પણ છે , બોલો…. છે ને ઇન્ડિયા પ્રગતિનાં પંથે? હવે આપણાં રસ્તાઓ ઓડી, મેબેક, લુંમ્બર્ગીની જેવી લક્ઝરી કારથી શોભતાં હોય, લોકો રૂ. ૪૦ , ૫૦ હજારનાં સ્માર્ટફોન દર વરસે બદલી નાખતાં હોય , માનુનીઓ લાખ રૂપિયાની હેન્ડબેગ વાપરતી હોય પણ આ પ્રગતિની બીજી બાજુ પણ જોવા જેવી ખરી , જે આપણને ન દેખાય ને પેલા સ્લમડોગ વાળા ડેની બોયલ કે ઓપ્રાહ વિન્ફ્રીને જ દેખાય જાય.
આપણે જય હો જાય હો ગાતાં હોઈએ ને ત્યારે જ વળી અંતરાસ જાય એવી વાસ્તવિકતા મોઢું ફાડીને ઉભેલી દેખાય.
એ એવી વરવી વાસ્તવિકતાને સ્વીકાર્યા સિવાય કોઈ પર્યાય જ નથી.
આઝાદીના આટલાં વર્ષે ભારતવર્ષની આબાદી(?)નાં માત્ર ૪૬.૯% લોકો ટોઇલેટની સુવિધા ભોગવે છે. બાકીના?બાકીનાં ઈલ્લે ઈલ્લે , એટલે કે ૩.૨ % પબ્લિક ટોઇલેટથી કામ ચલાવે છે. બાકીના ૪૯.૮ ટકા લોકો તો સબ ભૂમિ ગોપાલ કી માની ખુલ્લા કુદરતી વાતાવરણમાં કુદરતી હાજત પતાવે છે. શૌચાલય તો ઠીક પણ પીવાનાં પાણીનું શું?
જો ક્યારેક અંતરિયાળ ગામ જતાં હો તો તમને વિદેશી મલ્ટી નેશનલ કંપનીઓના ઠંડા પીણાંની માત્ર જાહેરખબરો જ નહીં એ તમામ પીણાં પણ નાની નાની હાટડીઓમાં આઇસબોક્સમાં મૂકેલાં મળી જાય પણ પીવાલાયક પાણીની તો બાટલીઓ જ ખરીદવી પડે…. આજે પણ આપણે ત્યાં માત્ર ૩૨ ટકા લોકોને પીવાલાયક પાણી મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં હજી આજે પણ ૧૭ ટકા લોકોએ પીવાના પાણીનાં સ્તોત્ર સુધી પહોંચવા ૫૦૦ મીટર જેટલું અંતર કાપવું પડે છે. શહેરમાં , મહાનગરમાં હો તો બચ્યાં એમ ન માનવું. તેમણે ૧૦૦ મીટર દૂરથી પાણી લાવવાની ગોઠવણ કરવી પડે છે. પીવાનાં પાણી ન હોય ને ઘરમાં ટીવી હોય એવું ભારતના શહેરી વિસ્તારોનું સામાન્ય દ્રશ્ય છે. ઝુંપડપટ્ટીમાં ટીવી ને એર કંડીશ્નર્સ નવી નવાઈના નથી .
આ છે આજનું ભારત ….. જે જરૂર પડે ચીન સામે ગળું ખોંખારી શકે એવી ફડાકાબાજી થતી રહે છે અને નખ જેવડું પાકિસ્તાન વિના કોઈ કારણે નહોરિયા ભરી જાય ત્યારે મોઢાનું મોળું થઇ બેસી રહે….
આઝાદીના ૬૬ માં વર્ષે ફરી એ જ ડીમ ડીમ …. એ જ છેતરામણી એમાં પણ કોઈ નવીનતા નહિ.
કોઈ સંતે એવી સલાહ આપેલી કે કોઈ તારા ગાલે એક તમાચો મારે તો બીજો ગાલ ધરી દેજે ..હવે આ સંત કોણ હતા પ્રભુ જાણે પણ સલાહ લેનાર તો ભારતીયો જ હશે એવું માની લેવામાં કઈ વાંધો ખરો ?
ના , પણ આવી અવળવાણી શુભ દિને શા માટે ? જેની શરુઆત સારી એનો અંત પણ સારો. આવી રહેલી પેઢીએ જેમ આઈટીથી લઇ મેનેજમેન્ટ , ફાઈનાન્સ ક્ષેત્રે જો નામ ઉજાળી શકે તો શક્ય છે આવનારાં વર્ષો ભારત માટે નવી સવાર લઈને આવે. વોહ સુબહ કભી તો આયેગી….

जिस सुबह की खातिर जुग जुग से, हम सब मर मर कर जीते हैं
जिस सुबह के अमृत की धून में, हम जहर के प्याले पीते हैं
इन भूखी प्यासी रूहों पर, एक दिन तो करम फर्मायेगी
वो सुबह कभी तो आयेगी….

Advertisements

1 thought on “વોહ સુબહ કભી તો આયેગી….”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s