Passage to Bombay & beyond......

મુંબઈની નર્વસ સિસ્ટમ

20130821-032505.jpgક્યારેક ઢળતી સાંજે મુંબઈની પ્રેસક્લબમાં જઈ રહ્યાં હો અને વળી ફુરસદમાં હો, મિજાજ ખુશ હોય તો તમારું ધ્યાન મુંબઈના સદાબહાર , ગરવા એવાં સ્થાપત્યો તરફ તો જશે જ. એક છે સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવાં સ્થાપત્યોમાંનું એક વિક્ટોરિયા ટર્મિનસ , જેને હવે આપણે CST કહીએ છીએ , બીજું છે મુંબઈની વ્યવસ્થાપક એવી મહાનગર પાલિકા BMCનું મકાન. ખરેખર CST ટોપ બાદાન પર આવે પણ એક ગુલાબ તો બીજું મોગરો, સરખામણી કરવી નિરર્થક …

મુંબઈ એક શહેર તરીકે ઉભરી રહ્યું હતું, પણ નજીવા સમયમાં જ એ મહાનગર બની જશે તેવી દુરંદેશી અંગ્રેજોની હતી. શહેરને જરૂર હતી પાલિકાની. ઈ.સ. ૧૮૬૫ , પાલિકાની રચના થઇ. પણ પાલિકાની ઓફિસ ક્યાં રાખવી? જગ્યા મળી
ગિરગામ. મુંબઈના સહુ પ્રથમ મ્યુનિસિપલ કમિશ્નર હતા આર્થર ક્રોફર્ડ . હા,ક્યારેક ક્રોફર્ડ માર્કેટની વાત કરવાની છે ધ્યાનમાં છે જ. ૫ વર્ષ તો ચાલ્યું પણ પછી યોગ્ય જગ્યાની તલાશ આદરવામાં આવી. ત્યાં સુધી પાલિકાની ઓફિસ હતી વોટસન હોટેલની બાજુનું આર્મી નેવી બિલ્ડિંગ. મગજમાં માપ આવ્યો કે? આજે કાલાઘોડા વેસ્ટસાઈડ છે તે.
ના , પણ મુંબઈના તે સમયના શાશકોને આ બિલ્ડિંગ પણ મનમાં નહોતી બેસતી . કારણ કે મુંબઈ કેવી પાંખ પસારવાનું છે તેની સૂઝ તેમને હતી. ડિસેમ્બર ૯, ૧૯૮૪. આ ઈમારતનો શિલાન્યાસ વાઇસરોય લોર્ડ રીપનના હાથે… મુંબઈમાં આજે પણ એક રિપન ક્લબ અસ્તિત્વમાં છે.
શિલાન્યાસ તો થઇ ગયો પણ બિલ્ડીંગની બાંધણી વિષે વિવાદ થયો. બે મત હતા. એક હતો ગોથિક આર્કિટેક્ચર અને બીજો હતો ઇન્ડો સાર્સેનીક . આજે કોઈ પણ હેરીટેજ બિલ્ડિંગ જોશો તમને ગોથિક શૈલીનાં જ દર્શ્ન થશે. ફાઈનલી ગોથિક ડીઝાઈન નક્કી થઇ ને ૯ વર્ષમાં મકાન તૈયાર . જેમને આ સમયગાળો વધુ લાગે તેમને આ કલાકારીગીરીના નમૂનાને અવશ્ય જોવો રહ્યો.

20130821-032644.jpgજાજરમાન બીલ્ડીન્ગનો ડોમ જ છે ૨૩૪ ફૂટ ઉંચો.
પત્રકારત્વમાં ખૂબ ટૂંકા ગાળા માટે BMC ની બીટ કરેલી. તે વખતના PRO પાસે જલસા પડી જાય એવી વાતો જાડા કાચના ગ્લાસમાં કડવી કાળી કાળી ચા પીતાં પીતાં જાણેલી તે તાજી થઇ ગઈ.
અંદરની ભવ્યતા , ૧૮ ફૂટની સીલિંગ ને અસેમ્બલી હોલની વાત જવા દો, એ જાહેર જનતા માટે નથી પણ ફક્ત બહારથી જ આ બિલ્ડીંગ જોશો તો જીવ ફોટોગ્રાફર ન થઇ જાય તો જ નવાઇ .
ફૂલ,વેલ,ફળ, એ ફળ ખાતો વાનર …. પાંખાળા સિંહ , બહારથી જ નજરે ચડતું સર ફિરોઝશાહ મેહ્તાનું સ્ટેચ્યુ . સર ફિરોઝશાહ મેહતા એટલે મુંબઈનો સિંહ. એમના વિષે પણ ક્યારેક વાત થશે.
પણ જો મુંબઈગરા હો ને તમે તમારી પાલિકા વિષે ન જાણતાં હો તો ફટ્ટ છે તમને.
હા, એ વાત સાચી કે ગોવા કે છત્તીસગઢ જેવા સ્ટેટના બજેટ કરતાં દોઢું બજેટ ધરાવતી આ પાલિકા કામ જ ન કરે એટલે જીવ ચચરે પણ છતાંય બિલ્ડિંગ જોજો , ટાઢક તો વળશે , ક્વોલિટી કોને કહેવાય એના નમૂના ભલે વિદેશીઓએ બાંધી આપ્યા પણ આપણે તેનાં દસમા ભાગની ગુણવત્તા નથી જાળવી શકતાં એ અહેસાસ પણ થશે જ.

20130821-032749.jpg

20130821-032801.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s