Height of tolerance

20130823-160655.jpgકોઈકે બહુ સરસ મેસેજ મોકલ્યો છે માત્ર જાગૃત નાગરિક માટે.

એક રાજા હતો. જેની પ્રજા ઊંઘતી રહેતી. થોડા બહુ શાણા માણસોએ પ્રજાને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો પણ પરિણામ બિગ ઝીરો.
રાજાએ તેલના ભાવ વધારી દીધાં,પ્રજા ચૂપ , શાકભાજી ગાયબ કરી દીધાં , પ્રજા ચૂપ , ધાન્ય બજારમાંથી ગૂલ , અજબ ગજબનાં ટેક્સ નાખી દીધા… પ્રજા ચૂપ . કોઈ ચું પણ નહીં ને ચાં પણ નહીં . એટલે રાજાની હિંમત ઓર વધી. એને એક પૂલ બનાવડાવ્યો. એની પર સૈનિકોનો પહેરો. ફરમાન બહાર પડ્યું કે એક થી બીજે છેડે જવા પૂલનો જ ઉપયોગ કરવો. અને હા એનો ટેક્સ પણ ભરવો . એનો પણ કંઈ વિરોધ ન થયો . રાજાએ હૂકમ કર્યો કે પૂલ પરથી પસાર થનાર દરેકને માથે બે જૂતાં મારવા. અને હા , રાજા ને કૈંક કહેવું હોય તો એ માટે વળી પાસે એક ફરિયાદપેટી પણ મુકાવી . કોઈને કંઇક ફરિયાદ હોય તો ચિઠ્ઠી લખી નાખો.
એક ચિઠ્ઠી ન મળી… દિવસો વીતી ગયા. કોઈ ચિઠ્ઠી નહીં .
થોડાં મહિનાઓ પછી પેટીમાં એક ચિઠ્ઠી મળી આવી.
રાજાને થયું , હમમ…. હજુ કોઈ મરદનો બચ્ચો જીવતો લાગે છે.
ચિઠ્ઠી ખોલી ને વાંચી તો એમાં લખ્યું હતું…

સરકાર , જૂતાં મારનાર સૈનિકોની સંખ્યા વધારવામાં આવે , ભારે ભરાવો થઇ જવાથી કામ પર સમયસર પહોચાતું નથી…..

એ કોણ બોલ્યું કે આ તો આપણી સ્ટોરી છે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s