રસખાનના કૃષ્ણ

20130827-165548.jpg

प्रेम प्रेम सब कोउ कहत, प्रेम न जानत कोइ।
जो जन जानै प्रेम तो, मरै जगत क्यों रोइ॥

પ્રેમ અને ભક્તિ.
પ્રેમલક્ષણા ભક્તિ.
કૃષ્ણનું નામ કાને પડતાં આંખ સામે તાદશ્ય થાય રાધારાણી , ગોપિકાઓ, યશોદા , દેવકી , સત્યભામા અને દ્રૌપદી . પ્રેમલક્ષણા ભક્તિ એટલે આ એક જ નામ… એ પછીની હરોળમાં આવે નરસિંહ ને મીરાં . પણ આજકાલ જે સંક્રાન્તિકાળ ચાલે છે એમાં પ્રેમલક્ષણા ભક્તિ , રચયિતા યાદ આવે તે છે રસખાન. અલબત્ત, રસખાન ક્યારેય હાંસિયામાં નથી રહ્યાં . એક મુસ્લિમ બંદાનો અનન્ય કૃષ્ણપ્રેમ .

काम क्रोध मद मोह भय, लोभ द्रोह मात्सर्य।
इन सबहीं ते प्रेम है, परे कहत मुनिवर्य॥

बिन गुन जोबन रूप धन, बिन स्वारथ हित जानि।
सुद्ध कामना ते रहित, प्रेम सकल रसखानि॥

************************
href=”https://pinkidalal.files.wordpress.com/2013/08/20130827-170005.jpg”>20130827-170005.jpg

जो रसना रस ना बिलसै तेविं बेहु सदा निज नाम उचारै।
मो कर नीकी करैं करनी जु पै कुंज कुटीरन देहु बुहारन।
सिध्दि समृध्दि सबै रसखानि लहौं ब्रज-रेनुका अंग सवारन।
खास निवास मिले जु पै तो वही कालिन्दी कूल कदम्ब की डारन।

20130827-170416.jpg

20130827-170452.jpg

20130827-170508.jpg

રસખાન પોતાના આરાધ્યને વિનંતી કરે છે કે મને આપના નામનું સદા સ્મરણ રહે જેથી મારી જીભ રસભરી રહે. વ્રજની ધૂળથી મારું શરીર આઠ સિદ્ધિનું સુખ પાવે. અને જો આપ મને નિવાસ માટે વિશેષ સ્થાન આપવા ચાહો જ તો મને કદંબની ડાળ પર સ્થાન મળે.
રસખાનના દરેક પદમાં કૃષ્ણ સાનિધ્યની પ્યાસ છે. એ કહે છે કે જો મને ફરી મનુષ્ય યોનિમાં જન્મ મળે તો ગોકુળના ગોવાળિયા તરીકે, પશુ યોનિમાં જન્મુ તો ગાય તરીકે જેથી હું નંદની ગાયો સાથે રહી શકું….ને અગર પથ્થર પણ બનું તો એ પર્વતનો જેને હરિએ પોતાની તર્જની પર ઉઠાવ્યો હતો.
ભક્તિનો આ કયો રસ? પ્રેમ રસ? શ્રીન્ગાર રસ? કે અનન્ય ભક્તિ … કોઈ પણ આસક્તિવિહીન કે ખેવના રહિત પ્રેમ?
રસખાન જન્મે મુસ્લિમ પઠાણ હતા. એમને એ સમયે એટલે કે સદીઓ પૂર્વે આ પ્રેમ માટે શું સહન કરવું પડ્યું હશે એ તો સંશોધનનો વિષય ખરોને ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s