Passage to Bombay & beyond......

You can help ……

20130830-005344.jpgસાંજનો સમય . રોજની જેમ વોક પર જઈ રહી હતી ને અચાનક જ કાગડાઓની એવી કાગારોળ કાને પડી જે સામાન્યપણે ક્યારેય ન પડે. આ કાગજાતનો સંપ જોવા જેવો હોય છે. એક સભ્ય પણ માંદુ પડે કે મુસીબતમાં હોય કાગારોળ મચાવી દે. જોયું તો રસ્તા પરના ઝાડની ક્યારી પાસે એક કાગડો ઘવાયેલી અવસ્થામાં પડ્યો હતો. સાંજનો સમય હતો પણ ઉજાસ હતો એટલે બિલાડી અને કૂતરાની અડફટથી બચી શક્યો હતો. પાંખ તો જાણે તૂટીને લબડી પડી હતી. હવે જો એમ જ પડી રહે તો નક્કી કૂતરા બિલ્લીનો શિકાર. એટલે જરૂરી હતું કાગડાભાઈનું હોસ્પિટલભેગાં થવું.
વોચમેનની મદદથી શોપિંગ બેગમાં નાખી પહોંચ્યા હોસ્પીટલે. વાત જ કરવી છે આ ઉમદા હોસ્પીટલની.

મુંબઈ જયારે બોમ્બે હતું ને મલબાર હિલ અને નરીમાન પોઈન્ટ જેવો દબદબો હતો પરેલનો . મૂળ નામ પરળ . આખો વાડી વજીફાને શાનદાર બંગલાઓનો પ્રદેશ તે સમયની છે આ પશુપંખીની હોસ્પિટલ . નામ SPCA. બોમ્બે સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ. મોટાભાગનાં પશુ પક્ષીપ્રેમીઓ , જીવદયામાં માનનારાંઓ આ સંસ્થાથી , તેમનાં ઉમદા કામથી પરિચિત છે. જેઓ અજાણ છે તેમને માટે જ આ લખવું પડ્યું છે. 20130830-005521.jpg
બોમ્બે SPCAની સ્થાપના ૧૮૭૪માં. એટલે કે ૧૩૯ વર્ષથી એકધારી મૂક જીવોની સેવા આ સંસ્થામાં થઇ રહી છે. જેને સ્થાપવાનો ઉમદા વિચાર હતો બાઈ સાકરબાઈ દિનશો પિટીટ . મુંબઈને મુંબઈ બનાવવામાં સહુથી મોટો ફાળો જૈન, પારસી , ભાટિયા , કપોળ, વ્હોરા ગુજરાતીઓનો છે. એ પછી મુંબઈની યુનિવર્સીટી હોય કે માહિમ અને બાન્દ્રાને જોડતો રસ્તો. શેર બજાર હોય કે હોટેલ અને મિલ ઉદ્યોગ. એવી જ વાત આ હોસ્પીટલની છે.
૧૮૭૪ માં આ હોસ્પિટલ અસ્તિત્વમાં આવી પછી ૧૩૯ વર્ષથી સતત કાર્યરત રહી છે. કુલ ૪૦,૦૦૦ યાર્ડ એટલે કે ૩૫ કિલોમીટર એરિયામાં વિસ્તરેલી આ સંસ્થામાં વેટર્નરી કોલેજ પણ છે. ૧૩૯ વર્ષ પૂર્વે પિટીટ ફેમિલીએ રૂપિયા ૪૫,૦૦૦ ખર્ચી જગ્યા ખરીદેલી . આજે સંસ્થા પાસે સ્ટેટ ઓફ આર્ટ સર્જરી કરવા માટેની સગવડો છે. મૂક જીવો માટે કાર્ડિયાક સેન્ટર , icu, બર્થ કંટ્રોલ સેન્ટર, બ્લડબેંક , એમ્બ્યુલન્સ , નાનું સ્મશાનગૃહ જેમાં પશુને અગ્નિદાહ આપી શકાય તે તમામ સુવિધાઓ છે.
હોસ્પિટલની મુલાકાત સમયે મેં જે જોયું અને જાણ્યું તે પ્રમાણે લગભગ ૨૦૦ વ્યક્તિઓનો સ્ટાફ સંસ્થા નિભાવે છે. સવારના ૧૦ થી ૧૫ ડોકટરો ડ્યુટી પર હોય છે તે જ રીતે સેકંડ શિફ્ટમાં પણ… હાલ લગભગ ૧૦,૦૦૦ જીવોનું આ આશ્રયસ્થાન છે. ૫૦૦ થી વધુ પક્ષીઓ જેમાં ઘાયલ ઘૂવડ થી લઇ મેના પોપટ કાગડા કબૂતર ,૫૦૦ થી વધુ પશુ, ૩૦૦ કૂતરાં , ઘોડાં , ગાય, ભેંસ , બળદ, સફેદ ઉંદર,બિલાડીઓ …… જાણે એક અલગ જ વિશ્વ…
આખી આ વાતમાં સૌથી પ્રભાવિત કરી ગઈ બે વાત. એક તો આ સંસ્થા ૨૪ કલાક ૩૬૫ દિવસ ખુલ્લી હોય છે. કોઈ ઘાયલ પશુ પંખીને તમે રાતે જુઓ ને તમને હું શું કરું એવો પ્રશ્ન પણ થાય તો ઘાયલ જીવને તમે ગમે તે સમયે એડમીટ કરાવી શકો છો. બીજી સ્પર્શી જાય તેવી વાત છે તેમની નિસ્વાર્થ સેવા. તમે ઘાયલ જીવને ત્યાં સુધી પહોંચતો કર્યો તેટલું જ પૂરતું છે. તમે તેમની ટ્રીટમેન્ટનો ખર્ચો આપવા માંગો તો પણ નહી લે. ત્રીજી સુંદર વાત છે પ્રેમાળ સ્ટાફ. એમને પ્રેમથી બક્ષિશ આપશો તો પણ નમ્રતાથી અસ્વીકાર કરશે. આ વાત સ્વાનુભાવની છે.
આ અનુભવ આપ સહુ સાથે શેર કરવાનો હેતુ જ એ છે કે જો કદાચ તમે કોઈ ઘાયલ , કણસતાં જીવને મદદ કરવા ચાહો અને શું કરવું ખબર ન હોય તો આ SPCA ને યાદ કરજો.. બીજી મહત્વની વાત એ કે પર્યુષણમાં આમ પણ જીવદયાને નામે આપણે હંમેશ કોઈ સારાં નક્કર કામ કરતી સંસ્થા માટે વિચારતાં હોઈએ ત્યારે તમારા લીસ્ટ પર આ નામ મૂકવા જેવું છે. ચાહો તો પહેલાં એની મુલાકાત લઇ લેજો. મને ખાતરી છે કે તો તો એ દાન ત્યાં પહોંચશે જ.
ચાહો તો આ લિંક પર વધુ વિગતો વાંચી શકો છો. http://www.bombayspca.org/

The Bombay Society for the Prevention of Cruelty to Animals
including
The Bai Sakarbai Dinshaw Petit Hospital for Animals
Dr. S. S. Rau Road, Parel, Bombay 400012.

Tel: +91-22-24137518 | 24135285 | 24135434
Email: bombayspca@yahoo.co.in

20130830-005432.jpg

20130830-005445.jpg

20130830-005459.jpg

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s