opinion

જૈનીઝમ : આ સાયન્સ છે કે ધર્મ ? કે સાયન્ટીફિક , સાંપ્રત ધર્મ ?

20130904-145445.jpg

થોડાં દિવસ પૂર્વેની વાત છે. હું પસાર થઇ હતી એક ગીચ માર્કેટમાંથી. દુકાનોમાં ગર્દી અને તેથી વધુ ભીડ તો આજુબાજુ રહેલાં ફેરિયાના સ્ટોલ્સ પર. એવાં ફેરિયાની જેમ બે ગુણપાટ પાથરીને એક કપલ બેઠું હતું. પરિધાન સૌરાષ્ટ્ર બાજુ માલધારી રબારીઓ પહેરે તેવાં. તેમની પાસે હતું એક નાનકડું ઇલેક્ટ્રિક મશીન, જેમનાથી તેઓ છૂંદણાં છુંદી આપતાં હતા. જેને શહેરી લવરમુછિયા ટેટુ કહે છે. જે કરાવવાનું ગાંડપણ હદ પાર વધી રહ્યું છે. આ માટે મોટાં શહેરોમાં વ્યવસ્થિત સુઘડ , આરોગ્યપ્રદરીતે ચાલતાં ટેટુ પાર્લર્સ છે જ પણ ત્યાં વસૂલાતો ચાર્જ આ ઉગીને ઉભાં થતાં નવયુવાનોની ખિસ્સાખર્ચીના બજેટમાં બંધ ન બેસે એટલે આવાં ફૂટપાથ ટેટુવાળાઓની દિવાળી .
મોંઘું એટલું બધું સારું ને સસ્તું એટલું ખોટું એવું કહેવાનો કે એવી ચર્ચાને અહીં કોઈ અવકાશ નથી.
આ માત્ર ખતરનાક જ નહીં જીવલેણ વાત છે. જે સમજયા પછી લાગે કે ન જાણતાં કેટલીયવાર આવાં જોખમો આપણે સામે ચાલીને વહોરી લેતાં હોઇએ છીએ.. આવાં સસ્તાં , ફૂટપાથીયા ટેટુ તમને HIV એઈડ્ઝ , HCV ભેટ આપી શકે.

આજની તારીખે કોઈ HIV એઈડ્ઝ જેવાં વ્યાધિથી અવગત ન હોય એ વાતમાં માલ નથી. જે સામાન્યપણે સેક્સ્યુઅલ ટ્રાન્સમીશન થી કે પછી બ્લડ ટ્રાન્સફ્યુઝનથી ફેલાય છે. HIV માટે એક ખતરનાક એન્ટ્રી પોઈન્ટ છે ઇન્જેકશનની સિરીંજ . એ તમારાં બેદરકાર , લોભી જનરલ પ્રેક્ટીશ્નર ડોક્ટર કે પછી આવી ટેટુની સિરીંજ હોય શકે. આ વાતો અતિ સામાન્ય છે ને ખાસ્સી વિદિત. હવે એક નવો શત્રુ માનવજાતને પજવવા આવી રહ્યો છે તે છે HCV. હેપાટાઈટીસ C વાઇરસ , જે પણ આ જ રીતે સિરીંજથી કે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી , બ્યુટી પાર્લરોમાં કરાવતાં મેનીક્યોર પેડીક્યોર થી, સેક્સ્યુઅલ સંબંધથી તમારા શરીરમાં પ્રવેશી જાય છે. HIV પોઝિટીવ વિષે મીડિયાએ જે જાગૃતિ ફેલાવી એવી જાગૃતિ કોઈ અકળ કારણસર આવી નહીં. કદાચ એક કારણ એ હોય શકે કે આ HCV ને આપણે સુશિક્ષિત લોકો પણ ઓળખતાં જ નથી કે પછી કમળો અને કમળી (Hepatitis B) જ સમજીએ છીએ.
આમ પણ નવો વાયરસ છે. એની ઓળખ જ પ્રથાપિત થઇ ૧૯૮૮ અને પછી. સ્વાભાવિક છે તે પહેલા થયેલી સર્જરી અને બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં તો ક્યાંથી પરખાયો હોય? અને એટલે જ આપણે ત્યાં ૧૯૯૦ અને ૨૦૦૦ પહેલાં થયેલી સર્જરીવાળાઓમાં આ વાઇરસ પોઝિટીવ હોય શકે છે.
એક અંગ્રેજી અખબારનો રિપોર્ટ આ વાતની પુષ્ટિ કરે છે. વાત આટલું જાણવાથી અટકતી નથી. બલકે શરુ થાય છે. આ એવી વ્યાધિ છે જે કાલે વિકરાળ સ્વરૂપે ડરાવી શકે છે. HCV , hepatitis C વાઇરસ આમ તો એક વાર શરીરમાં પ્રવેશી જાય પછી છાનાંમાનાં બેસી રહે. કોઈ પરમ કૃપા તમારાં પર હોય તો તમારાં વારસદારોને જ્યાં સુધી તેમને મળેલો વારસો ( આ વારસાગત છે ) પરેશાન કરે ત્યાં સુધી ખબર પણ નહિ પડે, શક્ય છે તે જોવા આપણે હયાત પણ ના હોઈએ , ને ક્યારેક ત્રણ ચાર વર્ષમાં ખેલ તમામ કરી નાખે. સૌથી હતાશાત્મક વાત એ છે કે આ વાઇરસ માટે ન કોઈ દવા છે ન રસી (વેક્સીન) . તો પછી? એવો પ્રશ્ન મુંઝવે તો ગૂગલ કઈ બલાનું નામ છે !
આ વિષે તમે ગૂગલ પર, અન્ય અધિકૃત સાઈટ પર જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ જણાશે કે અરે ભાઈ , આ તો કહે છે કે જૈન ધર્મના નિયમો પાળો ને તંદુરસ્ત રહો. હવે એક મહત્વની વાત. આ વાત કોઈ ધર્મના પ્રચારક તરીકે અહીં મૂકી નથી. જેને લાંબા , નિરર્થક વાદ વિવાદમાં સમય બગાડવો હોય તેમને અનુરોધ કે તેઓ પોતાના, કે લિવર સ્પેશિયલીસ્ટની સલાહ લે અને જો કુતૂહલ સંતોષવાની ઈચ્છા હોય તો જૈનીઝમનાં નિયમો સાથે સરખાવે.
મને યાદ આવી મારાં પપ્પાની વાત , જે મને ક્યારેય અમલમાં મૂકવા જેવી લાગી નહોતી . બલકે આજનું વિગ્નાન કેવું એડવાન્સ છે તેની લાયરી હાંકે રાખતી. જન્મે જૈન પણ ઉકાળેલું પાણી જ પીવું જે મારા ઘરમાં નિયમ હતો , એ વાત મને ભારે અરુચિકર લાગતી , કારણકે ઉકાળવાથી પાણી નો સ્વાદ બદલાય જાય છે, અને હા હવે તો વોટર પ્યોરીફાયરનો યુગ . બીજી એક વાત પર હું હસતી તે હતી મારી મમ્મીની વાત કે ઉકાળેલું પાણી કાળ થઇ જાય પછી ન વપરાય. એટલે એક વાર પાણી ઉકાળી ઠંડુ પડી ભરી દીધું એટલે વાત પતી એમ નહિ. ચોક્કસ કલાકો સુધી જ એ પીવાયોગ્ય હોય, નહિતર ફરી ઉકાળો. એ ઉપરાંત ઘરનો નિયમ હતો સાંજનું જમવાનું મોડામાં મોડું છ કે સાત. નાનાં હતા , સ્કૂલ ટ્યુશન પર જવાનું હોય એટલે સાત, બાકી છ વાગે સાંજનું જમણ . ત્યારે પપ્પાની એક વાત મને ભારે ચોંટી જતી, બપોરનું જમવાનું સાથે પણ જમતી વખતે વાત નહીં કરવાની એવો નિયમ. જે અમને ભાઈબહેનોને બહુ કઠતો . નિયમ ચાતરીને જમતાં વચ્ચે બોલી પડીએ તો એક ફરમાન જ સંભળાય : જમતી વખતે બધું ખાવાનું પણ શું નહી ખાવાનું ? અધ્યાર્થનો ઉત્તર : સામેનાનું માથું …
કદાચ વાત શાલીનતાથી ફાધર ન સમજાવી શકે ત્યારે આવા ખોટું લાગી જાય તેવાં વેણ કાઢતાં હશે , મને યાદ છે મેં તે વખતે રેખાનું ખૂબસુરત મૂવી જોયેલું , એમાં રેખા ગાય છે : સારે નિયમ તોડ દો , નિયમ પે ચલના છોડ દો , ઇન્કિલાબ ઝિન્દાબાદ …… ઇન્કિલાબ ઝિન્દાબાદ …… ! મને થતું મારે પણ આવું જ કરવું જોઈએ. ખેર , એ તો આડવાત થઇ ગઈ. જૈનનું ઘર એટલે નો બટાટા, નો શક્કરીયા, નો રતાળુ …. કાંદા ? કાંદાની વાત કરતે તો ઘરની બહાર જ કાઢી મુકાતે …. એટલે કે નો કંદમૂળ…
હવે આવો ફરી HCVની વાત પર.
૧૯૮૮માં જેની ઓળખ થઇ અને આજ સુધીમાં દુનિયાની પાંચ ટકા વસ્તીને ભરડામાં લઇ લેનાર ( આ ૫ % એટલે કે હજી આટલાં જ લોકો બ્લડ રિપોર્ટને કારણે પોતાનાં શરીરમાં લપાઈને રહેલાં શત્રુથી અવગત થઇ શક્ય છે) આ વ્યાધિ માટે કોઈ વેક્સિન નથી પણ તે માટે જાગૃતિ ફેલાવતાં પેજ અને લેખોની ભરમાર છે. જેમાંથી મૂળભૂત સૂર કાઢવો હોય તો તે જૈનીઝમ પર આધારિત નિયમનો જેવો છે. જેની યથાર્થતા હવે રહી રહી ને સમજાય છે.
અને હા,આ કોઈ જેવાં તેવાં સંશોધનો નથી, વિદેશની નામાંકિત હોસ્પિટલો અને ફેકલ્ટી ડીન જેવાં વિદ્વાન લોકોએ કરેલી રીસર્ચ અને ટીપ્પણીઓ છે. જે સહુ કોઈ પોતે નેટ પર , ડોક્ટર્સ અને લીવર સ્પેશીયાલીસ્ટ સાથે રીચેક કરી શકે છે.
૧ . પાણી ઉકાળેલું જ પીવું. એ પછી ફિલ્ટરનું કેમ ન હોય , કારણ કે ફિલ્ટર પણ જો નિયમિત રીતે સાફ ન થયું હોય તો એ બેક્ટેરીયાનું ઉત્પત્તીકેન્દ્ર હોય છે.
૨ . જમવામાં લીલાં શાકભાજી બહેતર, પચવામાં ભારે એવાં કંદમૂળને બાય બાય , ટા ટા … ખરેખર તો માંસ , મદિરા , એગ્ઝ નો ઉલ્લેખ પણ છે. એ અહીં ઉલ્લેખવું જરૂરી નથી લાગ્યું કારણ કે મોટાભાગે આપણે ગુજરાતીઓ શાકાહારી જ હોઈએ છીએ. અને દારુબંધીવાળા લોકો સામે દારુની શું વાત કરવી? પણ HCV પેશન્ટ માટે દારુ પીવો એટલે હળાહળ ઝેર પીવું.
૩. ભૂખ કરતાં ઓછું ખાવું. બે રોટલીની ભૂખ હોય તો એક ખાવી. જૈનોમાં આ વ્રતને ઉણોદરી વ્રત કહે છે. ( ખરેખર તો વિશ્વની ખાદ્ય સમસ્યા દૂર થઇ શકે) .
૪. સહુથી મહત્વની વાત રાતના ડીનરની . રાતનાં જમણ અને શયન વચ્ચે ઓછામાં ઓછો ચારથી છ કલાકનો ગાળો . એટલે કે સુર્યાસ્ત પહેલાં જમણ અને જો એ શક્ય ન હોય તો લાઇટ ડીનર , જે સવારના નાસ્તા કરતાં પણ હળવું હોય..
૫. જમતી વખતે જમવા સિવાય કોઈ કામ ન રાખવું. એટલે કે મોબાઈલ પર ગપ્પાં હાંકતા કે ટેબલ પર દુનિયાભરના રાજકારણની વાતો કરતાં કે પછી જે આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમ ટીવી જોતા જોતાં હરગીઝ ન જમવું. કારણ? કારણ કે આ બધાં ખોરાક ચાવી ચાવીને ખાવો એ મૂળભૂત સિધ્ધાંત ભૂલાય જાય છે.
લગભગ ૨૦૦ થી વધુ વાંચેલા લેખોની સમરી માત્ર આટલી છે. ફરી એકવાર દોહ્રાવવાનું કે અહીં કોઈ ધર્મનો પ્રચાર કરવા માટે આ પીસ નથી. એવું વિચારી શિંગડા ભેરવવા ઇચ્છનાર પહેલાં આ આખી વ્યાધિ અને તે વિષે થયેલાં સંશોધનોનો અભ્યાસ કરી લે.
HCV વિષે જેમ જેમ જાગૃતિ ફેલાતી જશે તેમ તેમ આ વાતો સમજાતી જશે. બાકી તો અમને ખબર છે આ વાંચી તમે અમને શું વિશેષણથી નવાજ્શો ! યેસ. અમે તો છીયે જ વેદિયા , જનમથી નહોતાં , આજ સુધી આંખ કાન ખુલ્લાં રાખીને જીવ્યા હવે મનની બારી પણ ખુલ્લી રાખી છે…..

આધુનિક હોવું સારું , સમય સાથે ચાલવું સારું પણ એનો અર્થ જુનું એટલું આઉટડેટેડ એવાં ભ્રમમાં રહેવું તો ખોટું કે નહીં?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s