opinion

……એમ પણ બને : તમારી પોપ્યુલરીટી તમારી ઘાતક બને …

20130906-134128.jpg……એમ પણ બને : તમારી પોપ્યુલરીટી તમારી ઘાતક બને

નામ : સાહિબ કમાલ , ઉર્ફ સુષ્મિતા બેનરજી .
વ્યવસાય : સમાજ સેવિકા, ગૃહિણી કમ લેખિકા
સરનામું : પાક્ટીકા , શહેરાન સીટી, અફઘાનિસ્તાન

કોઈ અજાણ નથી આ લેખિકાના મોતથી, ન કોઈને ખાસ અચરજ થયું છે . કારણ કે બધાને કદાચ ક્યારેક તો એવું લાગ્યું જ હશે કે બાઈ છે જબરી , પણ સુતેલાં સિંહના મોઢામાં કંઈ માથું મુકાય છે ? લોકોનો ડર કહો કે અટકળ સાચાં જ પડ્યાં.

કહેવતો તો એમ જ બને છે ? ૧૯૮૯માં કલકત્તામાં ઘરે ઘરે ફરી નાનકડો ધંધો કરનાર જાબાંઝખાનના પ્રેમમાં સુષ્મિતા પડી ને પરણી પણ ખરી..પરણીને પતિના દેશમાં રહેવાનો પણ વાંધો નહોતો. કોઈક કહે છે ધર્મ પરિવર્તનને મુદ્દે બબાલ થઇ હતી ને ઘણા કહે છે સુષ્મિતાએ ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ અંગીકાર કરેલો અને નામ બદલીને કર્યું હતું સાહિબ કમાલ . કોલકોત્તામાં કંઈ ઝાઝું ઉપજ્યું નહોતું એટલે જ કપલ અફઘાનિસ્તાન ગયેલું એમ મોટાભાગની માહિતી પરથી ફલિત થાય છે. જાબાંઝખાન પોતાનો ડ્રાય ફ્રુટનો ધંધો કરતો ને સુષ્મિતા નાનકડાં ગામની શકલ સુરત કૈક બદલાય ને બે કોઈ ભલાઈના કામ કરાય તેવા હેતુથી સમાજસેવાના રૂપે નાનકડું દવાખાનું ચલાવતી. ગામમાં સમ ખાવા પૂરતી પણ દાકતરી સુવિધા નહોતી એટલે ગામની બહેનોને ગમતું પણ ખરું. મૂળ જીવ જ રચનાત્મકતાનો એટલે ફુરસદના સમયમાં સુષ્મિતાએ પુસ્તક લખ્યું હતું : કાબુલીવાર બેન્ગોલી બઉ. એ બૂક જે ક્ષણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઇ , કાબુલીવાલા એન્ડ હીઝ બેન્ગોલી વાઈફ … એણે વિક્રમજનક વેચાણ કર્યું. ૯૭ માં આ પુસ્તક પ્રગટ થયું તે પહેલાં સુષ્મિતાએ ઘણાં ઉતાર ચઢાવ જોઈ લીધાં હશે. લગ્નનાં ૯ વર્ષ પછી લખાયેલાં પુસ્તકમાં માત્ર પ્રણયકથા થોડી હોવાની? એમાં હતી તાલિબાની સમાજની વાતો, જેનાં પરથી ૨૦૦૫ માં ફિલ્મ બનેલી : એસ્કેપ ફ્રોમ તાલીબાન. હા, મનીષા કોઈરાલાવાળી, આ વિષે આઉટલુક મેગેઝીનને આપેલી મુલાકાતમાં એણે એ વાતને રદિયો આપેલો કે પોતાનો પતિ ફિલ્મમાં દર્શાવાય છે તેમ કદીય મારપીટ કરતો નથી. એમાં સાચું શું તે તો સુષ્મિતાનો ઈશ્વર કે પછી સાહિબ કમાલનો અલ્લાહ જાણે પણ એણે એક બીજી એવી કબૂલાત કરેલી કે એ જાણીને કોઈને પણ પ્રશ્ન થાય કે આ બાઈ ભડ છે કે કે ભોટ ?
એણે પોતે એવી પણ કબૂલાત કરેલી કે કેટલાંય તાલીબાનીઓ રાતે તેમને ત્યાં પરોણાં થઇ આવી ચઢે ત્યારે તેમને આ જ લોકોને રસોઈ કરી જમાડ્યાં હતા. હવે જો એણે એક ગૃહિણીનો , મોટા ઘરની વહૂનો ધર્મ સાચવ્યો કહેવતો હોય તો આ જ સુષ્મિતાને એક વાર ઈન્ડિયા આવવા માટે પોતાના ઘરમાંથી સુરંગ ખોદીને ભાગીને એરપોર્ટ સુધી લપાઈ છુપાઈને ભાગતાં આવવું પડેલું. તો પણ કાબૂલ પર પકડાઈ ગયેલી. સુષ્મિતા પોતે જ લખે છે કે મારી ભારે સમજાવટ પછી મને ઇન્ડિયા આવવા મળેલું.
બાકી હતું તે કામ ફિલ્મે પૂરું કર્યું . સુષ્મિતાની વાહ વાહ લિટરરી જગતમાં થઇ રહી હતી ત્યારે એના પર પોતાનાં સાસરામાં શું વીતતું હશે તેનો હિસાબ મળતો નથી.
એક વાત છે ગામ આખાની મહિલાઓ કહે છે કે એ ભારે માયાળુ સ્ત્રી હતી. ઘણાં કહે છે કે એટલી હોશિયાર કે એને તો ઈન્ટરનેટ વાપરતાં પણ આવડતું ‘તું …બોલો …
એક સમાજસેવાને વરેલી , પોતાના જ લોકોની સેવા કરતી ૪૯ વર્ષની સ્ત્રીને નિર્મમપણે ૨૦ બુલેટ ધરબી દેનારા જાહિલોના મનમાં કઈ વાતનો રોષ હશે ?
પુસ્તક તો પ્રગટ થયાં ને વર્ષો થયા , ફિલ્મ ને આવી ગયા ને સમય થયો… તો હવે રહી રહીને આ હત્યા?
એનો જવાબ છે તાલિબાનોના મગજ.
સુષ્મિતા ડીસ્પેન્સરી ચલાવતી , માંદાને દવાદારૂ કરતી એટલે ચંદ તાલિબાનોને આ સ્ત્રી ચારિત્ર્યવિહોણી લાગતી રહી. બાકી હતું તેમ આજકાલ સુષ્મિતાને ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવા જ્યાં ત્યાં વિડીઓ કેમેરા લઇ શુટિંગ કરવાનો શોખ ઉપડેલો . તાલિબાની સમાજમાં આ લોજિક મસ્તકની બહાર નહીં તેમની દેશની સીમાથી પણ જોજનો દૂર છે.
એક સ્ત્રી જે ડોકટરી કરે, પુસ્તક લખે , એના પરથી ફિલ્મ બને અને એના ફોટાઓ જગતભરમાં છપાય … બાકી હોય તેમ એ ફોટોગ્રાફી કરે…. આવી નાપાક ઔરત ? એનું શું કરાય? આ છે લોજિક તાલિબાની માનસનું.

અને બસ, સુષ્મિતા બેનરજી છે, માંથી હતી થઇ ગઈ.

20130906-140758.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s