Dear Me

કહાં લે ચલે હો બતા દો મુસાફિર… સિતારોં સે આગે યે કૈસા જહાં હૈ

20130907-023842.jpgપ્રિય રાતરાણી

ઘણીવાર પ્રશ્ન થાય છે કે તું ન હોત તો મારું શું થાત? સવાલ જરા અટપટો , ન સમજાય એવો છે ને ? હા, સહુને કદી ન સમજાય કારણ કે એ લોકો સૈફ અલી ખાનની ફિલ્મી ભાષામાં કહીએ તો મેંગો પીપલ છે , એટલે કે આમ માણસ … ને તને તો ખબર છે હું તો કેટલી ખાસ છું , એટલે બધાં આમ લોકોની આંખ પર તું તારું જાદુઈ મખમલી પીછું ફેરવી દે , પછી જ મારો નંબર લાગે ને.
બધાં મિત્રો,સ્નેહીઓ , કાળજી કરતાં આસપાસ રહેલાં સંબંધીઓને આ વાત ભારે ખટકે છે. એમને ઘણું દુખ થાય કે અરે રે રે , બિચારી , રાતના ઘુવડની બહેનની જેમ જાગ્યાં જ કરે , બીમાર થઇ જશે. ડોક્ટર મિત્ર મજાની છે. એને થોડી ઘણી જાણ પણ ખરી કે આમ પણ મને જાગવાનો શોખ છે. એટલે એ એનું લોજિક લગાડતાં કહે છે કે જો રેસ્ટીલ કે લિબોટ્રીપના ચક્કરમાં નહિ પડવાનું , બલકે જે કામ સવારે કરવા ધાર્યા હોય અને રાતે કરી શકાતાં હોય તો એ કરી લેવાના… આ તે કેવો રામબાણ ઈલાજ. આમે જો રોજ નીચું માથું કરીને ઓફિસ નહીં જવાનું હોય , આખો દિવસ વાંચન , લેખન કે પછી બહાર સોશિઅલાઈઝીન્ગમાં જ પૂરો કરવાનો હોય તો દિન હોય કે રાત બંદાને ફરક શું પડે?
સાચું કહું તો મને પહેલાં પોતાને જ ભારે અજુગતું લાગ્યું હતું. પછી ખ્યાલ આવ્યો બોડીની બદલાતી સાઈકલનો . નથિંગ ઈઝ પરમેનન્ટ . આ પણ ચેન્જ થવા માટે આવેલો જ ચેન્જ છે.
હવે રહી વાત રાતરાણીની . ના એ ફૂલની નહીં. એ રાતની જે ખરાં અર્થમાં રાણી છે. માણસની કરીએટીવીટીને ચાર ચાંદ લગાવી દે તેટલી ખૂબસૂરત , બળકટ , કાતિલ…બસ , એને હેન્ડલ કરવાની કળા હસ્તગત થઇ જવી જોઈએ.
રાત કેટલી ખૂબસૂરત છે એ જાણવું કે માણવું હોય તો લગભગ એક અને દોઢના સુમાર પછી વરંડા કે અગાશીમાં જઈ પહોંચજો. મુંબઈ જેવાં મોટાં , મેડ સિટીમાં વસતાં અવગતિયા જીવોનાં નસીબમાં તો પ્રદૂષણવિહોણું આકાશ પણ નથી હોતું છતાં બહુધા નસીબ જોર કરી પણ જાય. જરૂરી નથી ચાંદની રાત જ રઢિયાળી હોય, અમાસના તારાં કદી જુઓ તો જ એ વાત સમજાશે..
આ રાતના પ્રેમમાં તો છેલ્લાં ચાર પાંચ વર્ષથી અમે કેદ છીએ , કારણભૂત હતું લેહનું આકાશ .
લદાખના પ્રવાસે ગયેલાં ત્યારે અમારી આઈટેનરી બનાવી આપનાર લેહના સ્થાનિક મિત્રે અમને રાતે જે આકાશદર્શન કરાવેલું એનો નશો કદાચ જનમભર બરકરાર રહેશે એવું લાગે છે.
લેહથી માત્ર થોડાં કિલોમીટર દૂર અમે રાત્રે ૧૧ વાગ્યે પહોંચેલા. ચોસલાં પાડો તો પડે એવો ઘટ્ટ અંધકાર , આંગળી હલાવી ન શકાય એવી ઠંડી , દૂર સુધી ધસમસતાં વહી રહેલાં પાણીનાં જોશબંધ મિજાજનો અવાજ વાતાવરણમાં હતો.. આ કોઈ નદી નહિ , આ તો હિમશીલા પીગળીને મોટાં વહેળારૂપે વહે તે, કાર પાર્ક કરી થોડું ચાલ્યાં , એક લાકડાનો પૂલ આવ્યો. જેની નીચે થી પેલો પાગલ, મિજાજી પ્રવાહ વહી રહ્યો હતો. લેહ એવી જગ્યા છે જ્યાં માત્ર જુન થી સપ્ટેમબરમાં જ જઈ શકાય. એટલે કે લદાખની સમર સીઝન , વળી હાઈ અલ્ટીટ્યુડ પર, બપોરે ટેમ્પરેચર ૩૬ ડિગ્રી , રાતે ઝિરો કે માઈનસ બે …એટલે કે ટૂંકમાં ટાઢે ના મરીએ એટલાં લેયર્સ , એક વાર તો થયું આ જાલીમ બખ્તર જેવાં વુલન્સના ભારથી પૂલ તૂટી પડ્યો તો ? એવું કૈંક બને? અમારો મિત્ર કામ ગાઈડ રિકી આગળ ચાલતો હતો , બરાબર અધવચે અટક્યો. પાછળ અમે સહુ ચાલી રહ્યાં હતા, એ કમાન્ડર ને અમે સોલ્જર .
” લેટ્સ સ્લીપ હીયર “એને કહ્યું…
હેંએએએએ….? એવું કંઈક અમારાં ગળામાંથી ફસાતું, અટકી અટકી નીકળેલું. થોડી અવઢવ ,થોડા ડર સાથે હળવેક થી એ પૂલ પર અમે સહુએ ચત્તાપાટ લંબાવ્યું. નીચે ધસમસતો પ્રવાહ ને ઉપર ગગન વિશાલ. અમાસની રાત હશે. આખું આકાશ લાગે હીરાથી ઝગમગતો શ્રીમન્નારાયણનો મુકુટ.
બસ, એ રાત જેવી કોઈ રાત જીવનમાં ક્યારેય જોઈ નથી.

20130907-023943.jpg
નરી આંખે ગેલેક્સી ક્લસ્ટર્સ નિહાળવા. એક બે નહી..જ્યાં જુઓ ત્યાં ..આંખો ફાટી જાય ને મગજ બહેર મારી જાય એવો નઝારો…
એ રાત પછી જાગવાનું એક વ્યસન થતું ગયું..કાશ ,મુંબઈ ,લોનાવાલા, અલી બાગ જેવી જગ્યામાં ક્યાંક , ક્યારેક આવો નઝારો જોવા મળી જાય તો ? અને હા, નસીબદાર પણ ખરાં , મળે જ . તમે તપ કરો તો તમને પણ મળે.
એવામાં જો સરસ ટેલીસ્કોપ મળી જાય તો ?
એ શોધ ચાલુ જ હતી ને એક રાતે ફોનમાં જ આખેઆખું બ્રમ્હાંડ દર્શન થઇ ગયું..અમને તો ખાસ્સી મોડી ખબર પડી પણ ગુગલ સ્કાય ….હું વધુ કહું એનાં કરતાં તમે જ ડાઉનલોડ કરી જોજો..
હવે સમજાય છે અમને રાત કેમ આટલી પ્યારી છે ? એક તરફ આકાશ દર્શન બીજી તરફ અનુરાધા પોડ્વાલના કંઠે ‘શક્તિ’નું શ્રવણ….
તો ક્યારેક લતાજીની મહેફિલ ને સાથે ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રેનું પઠન…
અને ક્યારેક માત્ર નિરુદ્દેશે લખાતાં રહેતાં બ્લોગ્સ ..

બધાં કહે છે લાઈફ ઈઝ બ્યુટીફૂલ
અમે કહીએ છીએ નાઈટ ઈઝ અલ્સો વેરી બ્યુટીફૂલ ..

20130907-024131.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s