Golden Collection

આજકાલ કેબલ નેટવર્ક પર આવતી મ્યુઝિક ચેનલોની સંખ્યા અને તેમનાં સોફટવેરની ગુણવત્તા જોઈએ ને મન બાગ બાગ થઇ જાય. જો તમે મુઝ્ઝફરનગર, કોંગ્રેસ, ભાજપ, મુલાયમ, અખિલેશ, માયાવતી જેવાં શબ્દોથી ‘પકી’ ગયા હો તો એક વાર રાત્રે લાઇટો ડીમ કરી આવી એક ચેનલની મજા માણી જોજો. હાથમાં રહેલો આઈસક્રીમ કપ એમ જ રહી જશે.
એવો અનુભવ અમને તો થયો તો થયું ચાલોને બે સારી વાત પણ મિત્રોમાં શેર કરીએ. એવી જ એક ચેનલ સુર્ફિંગ દરમિયાન હાથે લાગી . ગીત અડધું સાંભળ્યું ….
શબ્દો સાંભળો ,

ઈમલી કે બૂતે હો
ઈમલી કે બૂતે ….
કલ કયું ન આયે મૈ ન બોલું જાઓ જૂઠે…
ઈમલી કે બૂતે …

સહુથી પહેલી વાર ઈમલી એટલે કે આમલીને આટલી રોમેન્ટિક સ્વરૂપે જોઈ .
પછી તો ધરાર આખું ગીત જોયું , પણ વાત ત્યાંથી પતે ? એમ કહો શરુ થઇ. યુટ્યુબ કોને માટે છે ? એ ગીત ફરી ફરી સાંભળ્યું. પછી થયું ગીતનાં રચિયતા કોણ છે ? હિન્દી ફિલ્મ સોન્ગ્ઝ એનસાઈકલોપીડીયામાં ક્રેડિટ જ નહોતી આપી.
પછી બે ચાર બીજી સાઈટો પરથી નામ મળ્યું આનંદ બક્ષી . મ્યુઝીક લક્ષ્મીકાંત પ્યારેલાલ . ફિલ્માવાયેલું મનોજ કુમાર અને આશા પારેખ પર. નો ગ્લેમર , નો હેવી કોશ્ચ્યુમ્સ , નો ચેન્જ ઓફ કોશ્ચ્યુમ્સ . લોકેશન હશે કદાચ મહાબળેશ્વરની કોઈ રિસોર્ટ . ફિલ્મ સાજન . ૧૯૬૯ માં આવેલી. એ પછી તો સીક્સ્ટીઝ ને સેવેન્ટીઝ્ના ગાયનોની રંગેબહાર એવી સોળે કળાએ ખીલતી ચાલી કે મગજ ખરેખર મદહોશ થઇ જાય. એમ જ હિન્દી ફિલ્મોનો સુવર્ણકાળ કહેવાય છે એ યુગ ને?
આવો જાદુ કયા પરિબળનો હશે એવો પ્રશ્ન સહેજે થાય . કદાચ જાદુ છે શબ્દ અને મીટરનો.. ગીતકારની અસીમ કલ્પનાનો. એ ઈમલી , પીપળની છાંવ, પટવારી ક્યાંથી ક્યાં શું જોડી શકે છે. ને બાકીની કમાલ સંગીતકારની. નો રિમિકસ, નો ઈલેક્ટ્રોનિકસ.
બીજાં આવાં કેટલાંય ગીતો પર લખવાનું મન છે … ફરી કોઈકવાર સહી..આજે તમે આ ઈમલી કે બુટે તો ચાખો….
અને હા,આઈસક્રીમ પતાવીને કલીપ જોજો, નહીં તો મિલ્કશેક થઇ જશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s