Mann Woman

સ્ત્રી વિનાના વિશ્વની કલ્પના થઈ શકે?

20130917-073010.jpgઇન્દૌરની હોસ્પિટલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાઈ. પહેલી નજરે સામાન્યપણે થતાં આત્મહત્યાના કેસ જેવો જ એક કેસ પણ સારવાર શરૂ કરનાર ડોક્ટરો એ મહિલાની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા. ડોક્ટરોએ જોયું કે એ મહિલાના શરીર પર આમ તો કોઈ મારપીટ કે ઇજાનાં નિશાન નહોતાં, પરંતુ મહિલાના ગુપ્તાંગ પર તાળું હતું.

મહિલાના બયાન અનુસાર પાંચેક વર્ષ પૂર્વે તેના પતિએ તેને ગાંજો પીવડાવી બેહોશ કરી હતી અને આવી કંઈક કરામત કરી હતી. મહિલાની તપાસ અને સારવાર કરનાર લેડી ડોક્ટરે આ વાતને પુષ્ટિ પણ આપી એટલે મામલો પોલીસના ચોપડે ચઢયો ને પછી અદાલત સુધી ગયો, ત્યારે આ વાત અખબારી માધ્યમ સુધી પહોંચી. જો આ વાત અદાલત સુધી ન પહોંચી હોત અને વ્યવસાયે ઓટો મિકેનિક પતિને ૧૦ વર્ષની જેલ ન થઈ હોત તો આ બનાવ ખરેખર કલ્પનાતીત, તુક્કા જેવો જ લાગે.

મિકેનિક પતિએ આ કારસ્તાન એટલે કર્યું હતું કે તેને ઊંડે ઊંડે શક હતો કે તેની પત્ની બેવફા છે. પોતાના બહાર ગયા પછી પરપુરુષો સાથે રંગરેલિયા મનાવે છે અને આ કબૂલાત એણે અદાલતમાં પોતે જ કરી હતી.

૨૧મી સદીમાં આ ગુપ્તાંગ પર તાળાં… એટલે કે ૧૪મી પંદરમી સદીના અંધકાર યુગમાં પ્રવર્તમાન ચલણ ચેસ્ટિટી બેલ્ટ આજે આટલા સાંપ્રત?

એવું મનાય છે કે આ ચેસ્ટિટી બેલ્ટ એટલે કે સ્ત્રીના શિયળની રક્ષા કરતા(?) પટ્ટા ગુપ્તાંગ પર પહેરવાની પાશવી પ્રથા શરૂ થઈ ૧૫મી સદીના પ્રારંભમાં. જ્યારે સૈનિક પતિ યુદ્ધમાં જતો ને પત્ની એકલી રહેતી. પત્ની યૌદ્ધા પતિને વફાદાર રહેશે તેની ખાતરી માટે આ પ્રથા અસ્તિત્વમાં આવી. એથી વધુ પતિને ખુશ કરવા અમુક નારીઓએ સામેથી આ પ્રથાને અનુમોદન આપ્યું હોવાનું પણ કહેવાય છે. આ ચેસ્ટિટી બેલ્ટના નમૂનાઓ લંડનના બ્રિટિશ મ્યુઝિયમ અને પેરિસના મ્યુઝિયમમાં જળવાયેલા છે.

આ વાત થઈ ૧૫મી સદીની. જેને અંધકાર યુગ મનાય છે. જેટલો અંધકાર વાતાવરણમાં એવો જ માણસજાતના મસ્તકમાં પણ હતો, પરંતુ હવે એક હરણફાળ ભરાઈ ચૂકી છે. માનવજાતે આકાશમાં ડગલું માંડયું છે ને નારી અવકાશવીર બની ગઈ છે એવા સમયે આવી વાહિયાત, ક્રૂર અને અમાનવીય વાત જ કઈ રીતે શક્ય બની શકે?

ખરેખર ઉત્તર હોય કે ન જ હોય, આ બધી ભૂતકાળની ભુલાઈ ગયેલી વાતો છે પણ સૌથી દુઃખદ વાત જ એ છે કે આ પ્રથા હળવેકથી પાછલે બારણે પૂર્વ, પશ્ચિમી સંસ્કૃતિમાં પ્રવેશી રહી છે.

માનવામાં ન આવે તેવી વાત છેને? પણ સાચી છે. અખબારના પાને નોંધાયેલી, પોલીસના ચોપડે ચઢેલી અને અદાલત સુધી ગયેલી વાત છે.

થોડાં વર્ષ પૂર્વે જ એક ન્યૂઝ આઇટમ યુએસએ ટુડે અખબારના પ્રથમ પાને ચમકી હતી. કેપટાઉનના એક જ્વેલરે પોતાના બ્રિટિશ ગ્રાહક માટે હીરા-માણેક મઢેલો ચેસ્ટિટી બેલ્ટ તૈયાર કર્યો હતો. તે વખતે તેની કિંમત હતી દોઢ લાખ પાઉન્ડ અને હા, આ ચેસ્ટિટી બેલ્ટ બનાવડાવ્યો હતો પત્ની માટે વેડિંગ ગિફ્ટ તરીકે. આ સમાચાર ફોટા સહિત પ્રસિદ્ધ થયેલા ત્યારે દુનિયાને ભાન થયું કે, અરે ભાઈ, આપણે તો હજી પેલા અંધકાર યુગમાંથી સમુળગાં બહાર આવ્યા જ નથી. હવે જુઓ મજા! આ વાત પરથી સબક શીખી આંખો ખોલવાને બદલે એક ચોક્કસ વર્ગને તો એ અંધકાર યુગની સલામતી ભાવી ગઈ.

આ પ્રથા આરબ સમાજનાં ધનાઢય કુટુંબોમાં ફેશન તરીકે અપનાવાય છે એવું બધું વિદેશી અખબારોની ગોસિપ કોલમોમાં છપાતું રહ્યું પણ એવામાં ગ્રીસના એથેન્સ એરપોર્ટ પર એક મહિલાને સિક્યોરિટી સ્ટાફે રોકી. કારણ હતું તેણે પહેરેલો લોખંડી ચેસ્ટિટી બેલ્ટ. વિદેશી, યુરોપિયન મહિલા અને આ ચેસ્ટિટી બેલ્ટ. વોટ અ કોમ્બિનેશન!! ન જ મનાય, પણ સાચી વાત. એ સ્ત્રીએ કહ્યું કે તેનો પતિ ગ્રીસમાં વેકેશન ગાળવા એકલી જવા જ નહોતો દેતો, પોતે આવવા પણ તૈયાર નહોતો એટલે આ બહેને જ યુનિક રસ્તો શોધ્યો કે ચેસ્ટિટી બેલ્ટ પહેરીને વેકેશન પર જાઉં તો કેમ?

સાંભળી, વાંચી, જાણીને તમ્મર ન આવી ગયા હોય તો હજી આ રેસમાં ઘણાંની વાત બાકી છે. એ વાત એટલે આજકાલ દિન દૂની રાત ચૌગુની પ્રગતિ કરી રહેલાં ચીનની.

ચીનમાં અત્યારે જે ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી છે તેને કારણે ભારતમાં હતી તે જ રીતે પરદાનશીન (જાહેર કે વ્યાવસાયિક ક્ષેત્રે બહાર ન પડતી) મહિલાઓ હવે આર્થિક ક્ષેત્રે કૂદી પડી છે. ભારતમાં જ બળાત્કાર થાય છે તેવું જ હતાશામય ચિત્ર ચીનનું પણ છે. દૂર વિસ્તારમાંથી શહેરોમાં કમાવા આવતાં પુરુષો અને તેમની દબાવેલી વૃત્તિઓનો ભોગ બને છે યુવતીઓ.

ચીનના ભેજાંબાજ ઉત્પાદકોને તો જાણે નવો ધંધો મળી ગયો. હવે ચીનમાં ચેસ્ટિટી બેલ્ટનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેને સોહામણું નામ અપાયું છે એન્ટિ રેપ કોર્સેટ. અલબત્ત, આ ખરેખર ક્રૂર ચેસ્ટિટી બેલ્ટ જેવા હોતા નથી. બલકે સ્ત્રીઓની રક્ષા કરી શકે તે માટે લેધર, પ્લાસ્ટિક અને લોક સાથે બનાવાય છે. કહેવાની જરૂર છે ખરી કે આ ‘પ્રોટેક્શન બેલ્ટ’ સ્ત્રીઓમાં ખરાં જ પણ પુરુષોને ભારે આવકાર્ય લાગે છે.

સૌથી મોટી સમસ્યા છે માનસિકતાની. આસપાસ વધી રહેલી અસ્થિરતા, અસુરક્ષિતતાના વાતાવરણમાં સ્ત્રીઓ પોતે જે મુક્તિના શ્વાસ અને ઉજાસ માટે લડી તેને આમ રોળી નાખવા એ જ સ્ત્રીશક્તિ માટે અભિશાપ નહીં તો શું છે ?

છેલ્લે છેલ્લેઃ
દુર્ભાગ્યવશ સ્ત્રીમાં માત્ર બે જ કેટેગરી સંભવી શકે : દેવી કે ડોરમેટ (પગલૂછણિયું).
– પાબ્લો પિકાસો

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s