Mann Woman

નેટ પર ચાલે છે ધમધોકાર : આજા, ફસ જા એન્ડ કંપની

20131113-083344.jpg
યુવતીને મળવા બોલાવી તેની પર બળાત્કાર કે પછી સામૂહિક બળાત્કાર કે પછી પુરુષને લલચાવીને બોલાવ્યા પછી ખંખેરી લીધો તેવી વાત હવે જૂની થઈ ગઈ છે અને જાણીતી પણ. એટલે હવે આ ખેલાડીઓએ તેમની રમતના નિયમો તો બદલ્યા જ છે,પણ રમત પણ બદલી નાખી છે

૪૫ વર્ષના, દેખાવે ૩૫ના, અત્યંત સાધનસંપન્ન, બિઝનેસ ધરાવનાર, વારંવાર વિદેશપ્રવાસ જનાર સક્સેસફુલ વ્યક્તિને પોતાની અંગત લાગણી શેર કરી શકે તેવી સુંદર, ઇન્ટેલિજન્ટ, યુવાન સાથીની તલાશ છે.

પહેલી નજરે જ ફિલ્મી લાગે તેવી આ પ્રકારની ટચૂકડી જાહેરખબરો આજકાલ ઘણાં અખબારમાં દેખા દે છે, જે પહેલાં કાયમ ડેટિંગ સાઈટો સુધી જ સીમિત હતી. જોવાની ખૂબી તો એ છે કે, આ જાહેરખબરમાં ક્યાંય પણ આ વિજ્ઞાપ્તિ લગ્નસંબંધી છે તેવી વાત ફોડ પાડીને કરવામાં આવી નથી, છતાં છાની પણ રહેતી નથી. તે છતાં કેટલીય ‘ભોળી’ કન્યાઓ પોતાની બુદ્ધિશક્તિના પનાથી માપીને આ જાહેરખબર લગ્નસંબંધી હશે તેવું માની લે છે.

પછી સિલસિલો આગળ વધે. ક્યાં તો કોઈ ડમી મોબાઈલ નંબર હોય કે પછી ઈ-મેઇલ આઈ.ડી. પહેલાં ઈ-મેઇલની આપ-લે પછી ટેલિફોનિક વાતચીત ને મેસેજની આપ-લે,ફોટાની એક્સચેન્જ વિધિ. આ બધું પૂરું થાય એટલે મુહૂર્ત આવે પહેલી મુલાકાતનું.

એ વાત ર્નિિવવાદ છે કે આવી સોશિયલ નેટવર્કિંગ, ડેટિંગ સાઈટ્સ પરથી એક એડ્ઝથી મળનાર લોકો બંને પક્ષે કેટકેટલાંય જૂઠાણાં ચલાવતાં હોય છે. સ્ત્રી જ્યારે વર્ચ્યુઅલ હીરોને કલ્પતી હોય ત્યારે સામે છેડે વાતચીત કરનારો માણસ એને બોલિવૂડના સ્ટાર જેવો હેન્ડસમ ને અવકાશવીર જેવો બહાદુર લાગતો હોય છે. પુરુષોની વૃત્તિ બેઝિક સુધી જ સીમિત રહે છે. પુરુષ વિચારે કે સામે વાત કરનારી છોકરી, યુવતી યંગ અને બ્યુટીફૂલ હોય બસ, બહુ થયું અને હા, એ પૈસા ખર્ચી શકે તેટલી સધ્ધર હોય તો પૂછવું જ શું ?

એ પછી વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી વાસ્તવિક જગતમાં આ વાતનો શું રકાસ થાય છે તે તો ઘણી વાર આપણે અખબારના પાને સમાચારરૂપે વાંચીએ છીએ.

યુવતીને મળવા બોલાવી તેની પર બળાત્કાર કે પછી સામૂહિક બળાત્કાર કે પછી પુરુષને લલચાવીને બોલાવ્યા પછી ખંખેરી લીધો તેવી વાત હવે જૂની થઈ ગઈ છે અને જાણીતી પણ. એટલે હવે આ ખેલાડીઓએ તેમની રમતના નિયમો તો બદલ્યા જ છે, પણ રમત પણ બદલી નાખી છે.

તાજેતરમાં એક કિસ્સો એવો જ બન્યો. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર મુલાકાત થઈ. છોકરાએ કહ્યું એ અમીર બાપનો દીકરો છે. વિદેશમાં ગુજરાતી રેડિયો સ્ટેશન ચલાવે છે. (લો બોલો!) એવું કેમ કહેલું? કારણ કે છોકરીએ ચેટ દરમિયાન કહી દીધેલું કે એને રેડિયો જોકી બનવું છે. વાત વધતી વધતી મિલન સુધી આવી. મળ્યાં ત્યારે હોશિયાર છોકરી એક જ ક્ષણમાં સમજી ગઈ કે આ તો કોઈ મોલના ફેશન બુટિકમાં કામ કરનારો સેલ્સબોય છે. પેલાને માછલી જાળમાંથી છટકતી લાગે કે તેને ઇમોશનલ સાથે સાથે ચેટ મેસેજીસથી બ્લેકમેલ કરવાની કોશિશ કરી. એને બિચારાને ખબર નહીં કે સામે બેઠેલી, ષોડશી જેવી નિર્દોષ લાગતી મહામાયા જાણીતા બિલ્ડરની દીકરી હતી. એણે સીધી પોલીસમાં જ ફરિયાદ કરી ને બે દિવસની પોલીસની મહેમાનગતિ માણ્યા પછી પેલા યુવકનો છુટકારો થયો, પરંતુ દરેક કિસ્સામાં આટલી સરળતાથી છોકરીઓ નથી છૂટી શકતી. ખાસ કરીને જ્યારે ઇમોશનલ એટેચમેન્ટ્સ આવી ગયાં હોય.

અને આ જ જાળ છે ઇન્ટરનેટ પર છેતરપિંડી કરનારાઓની. ખાસ કરીને લગ્નસંબંધી સાઈટો પર આ ફસામણીની દુકાન ધમધોકાર ચાલે છે.

અત્યાર સુધી લગ્નસંબંધી વેબસાઈટોને ખાસ્સી પ્રમાણિત મનાતી રહી છે. આજે પણ થોડી વ્યવસ્થિત, સારા ઉદ્દેશથી પ્રોફેશનલી ચાલતી સાઈટો છે તેમાં ના નહીં, પરંતુ મોટાભાગની આ સાઈટો પર યેનકેન પ્રકારે વિકૃત માનસ ધરાવનારાઓ ઘૂસી જ જાય છે. ખોટી ઓળખ આપી મુરતિયા તરીકે ઘૂસનાર વ્યક્તિના ઉદ્દેશ માટે બીજો કયો નક્કર પુરાવો જોઈએ?

એવું માનવાની જરૂર નથી કે ઇન્ટરનેટના નેટવર્કમાં અજાણ્યા, અબુધ લોકો જ ફસાય છે. બલકે જે ફરિયાદો થાય છે તેમના ફેમિલી બેકગ્રાઉન્ડ જોતાં તો લાગે કે,ઇન્ટરનેટ ક્રાઈમનો ભોગ મોટેભાગે સુશિક્ષિત કે ઉચ્ચ શિક્ષિત લોકો જ બને છે. તેનું કારણ છે આ ગઠિયાઓએ ઊભી કરેલી તેમની હાઈ-ફાઈ પ્રોફાઈલ.

પોલીસ ફરિયાદોને આધારે જે માહિતી મળે છે તે પ્રમાણે આ ક્રિમિનલોની મોડસ ઓપરેન્ડી સીધીને સટ હોય છે. એક જ ગઠિયો પોતાની પાંચ-સાત- દસ જુદી જુદી પ્રોફાઈલ બનાવે. ક્યાંક એ બિઝનેસમેન હોય, ક્યાંક એ મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ અધિકારી કે પછી સરકારી અધિકારી. એવું એક જબરદસ્ત નેટવર્ક ઊભું કરે છે જાણે કોઈ ફિલ્મ રાઈટર કહાની લખતો હોય. એવા કુંડાળામાં કોઈક ને કોઈક તો ફસાઈ જનારી મળી જ જાય છે.

આ બધાં સમાચાર, બીના વાંચી જાણી, એક જ વાત યાદ આવે. કોઈક નામાંકિત ગઠિયાએ જ ક્યાંક કહ્યું હતું કે ખરેખર કોનમેન (ગઠિયા)નું કામ ઝાઝું વિકટ હોતું જ નથી. તેમનું કામ તો માત્ર સામેની વ્યક્તિની લાલચને પારખવાનું હોય છે. બાકીનું કામ તો ઠગાઈ જનાર પોતે જ કરતો હોય છે. જ્યારે દુનિયા આખી ડિજિટલ એજમાં જઈ રહી છે ત્યારે જૂનું એટલું સારું એવું તો નહીં પણ અજાણ્યા ઘઉં ખાવાને બદલે જાણીતી જુવાર ખાવી સારી એવી કહેવતને યથાર્થતા તો મળી જ જાય છે.

છેલ્લે છેલ્લે
જૂઠાણાંનો આધાર શબ્દોમાં નહીં,
ઊભી કરાયેલી છેતરામણી પર હોય છે.
– જ્હોન રસ્કિન

Advertisements

2 thoughts on “નેટ પર ચાલે છે ધમધોકાર : આજા, ફસ જા એન્ડ કંપની”

  1. અરે વાહ પિન્કીબેન! પહેલી નજરમાં પ્રેમ થઈ જાય એવો સુંદર બ્લોગ. થોડું વાચ્યું. ઘણું બાકી છે. ચોક્કસ વાંચીશ. ઘણું જાણવા શીખવા મળશે. લખું છું એટલે રાઈટર કહેવાતો હોઈશ પણ સાહિત્યકાર નથી જ. મારી વાર્તાઓ વાંચી પ્રતિભાવ આપતા રહેજો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s