રેડિમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતું નામ….

20131213-130902.jpg
હવે લખવાનું હોય કંઈ ટપાલમાં ?
થોડા SMS મોકલી દો વ્હાલમાં
તમે જીવી રહ્યા છો કઈ સાલમાં ?
થોડા SMS મોકલી દો વ્હાલમાં
.
રેડિમેડ લાગણીને ડાઉનલોડ કરવાની,
લખવાનું મનગમતું નામ
પહેલાંના વખતના લોકો શરમાતા તે
લખતા’તા રાધા ને શ્યામ
દાદા દાદીને કૈં ઓછું પૂછવાનું ? શું
મોકલતા રેશમી રૂમાલમાં ?
થોડા SMS મોકલી દો વ્હાલમાં
.
સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર
અમથું કાંઈ ફરવા નૈ આવે
ટહુકો ને ટ્યૂન બધું મેચિંગમાં હોય ને તો એને
પણ ઊડવાનું ફાવે
એક વાર ટાવર જો પકડી શકો તો, બધું
રંગી પણ શકશો ગુલાલમાં
થોડા SMS મોકલી દો વ્હાલમાં
.
પરબીડિયું લાવવાનું, સરનામું લખવાનું,
ટિકિટ પણ ચોડવાની માથે
અમથું આ ગામ આખું મોબાઈલ વાપરે છે ?
જીવો જમાનાની સાથે
કાગળ લઈ ક્યારના શું લખવા બેઠા છો તમે
ખોટા પડો છો બબાલમાં
થોડા SMS મોકલી દો વ્હાલમાં

( કૃષ્ણ દવે )

One thought on “રેડિમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતું નામ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s