films, mann mogra

લવસ્ટોરી ભારતની હોય કે પાકિસ્તાનની એને ક્યાં કોઈ સીમા સરહદ નડે?

20131215-182734.jpg
તન કી ચાંદી મન કા સોના
સપનોવાલી રાત લિયે …

મેરી દુનિયા મેં તુમ આયે ….

સીક્સ્ટીઝ્માં જન્મેલાં બાય ડિફોલ્ટ સેન્સિટીવ કે પછી એકસ્ટ્રા સેન્સિટીવ લોકો આ ચાર લાઈન શું સાંભળે સમરકંદ બુખારા ઓવારી જાય.

ડિસેમ્બર મહિનાની એક ઠંડીગાર સાંજે મૂવી ચેનલ સર્ફ ન કરવા ટેવાયેલું મગજ આ લાઈનને સાંભળી લઇ ગયું ત્રણ દાયકા પાછળ . ફિલ્મ ચેતન આનંદની હીર રાંઝા , ગીતકાર કૈફી આઝમી ને સંગીતકાર મદનમોહન .. રાજકુમાર ને પ્રિયા રાજવંશ હીર રાંઝાની ભૂમિકામાં .

ફિલ્મ તો આવેલી ૧૯૭૦માં પણ ત્યારે જોઈ નહોતી , જોતે તો સમજાતે પણ નહીં ને, લેન્ડમાર્ક તરીકે લેખાયેલી આ ફિલ્મે ચેતન આનંદને કેટલાં કમાવી આપેલાં ખબર નથી કારણ કે આખી ફિલ્મ (એવરગ્રીન ક્લાસિક) પદ્ય સ્વરૂપે છે. કૈફી આઝમીની કમાલ માનવી પડે. મૂળકથાની ક્રેડિટ પંજાબી લેખક વારીસ શાહને આપી છે જે ૧૭૬૬માં થઇ ગયા.

હવે જે આ ૬૦૦ વર્ષ પુરાણી પ્રેમકહાની ૨૫૦ વર્ષ પહેલાં લેખકે લખી એટલે એમાં લેખકના મનોજગતની કલ્પના કરી લેવાની. લેખકે જે ગામની વાત કરી છે તે તખ્ત હઝારા એ આજનું પાકિસ્તાનના પંજાબનું સરગોધા , અને હીરનું ગામ જંગ આજે પણ ત્યાં હીર રાંઝાની મઝાર છે , રાંઝા બનેલાં રાજકુમારને જોગી વેશમાં યે દુનિયા યે મહેફિલ ગાતાં જોઇને મોટાભાગના ઇન્ડિયન ઓડીયન્સે પંજાબી હિંદુ સ્ટોરી માનેલી જે ખરેખર મુસ્લિમ સ્ટોરી છે અને મૂળ કહાનીમાં ટ્વિસ્ટ પણ ત્યાં જ છે કે ઘણાં મતમતાંતર પ્રમાણે જે સંજોગમાં હીરના નિકાહ બીજાં કોઈક શખ્સ સાથે થાય છે તે શેરીઅત લો પ્રમાણે ગેરકાયદે લેખાવી હીરના સાસરિયાં જ હીરને રાજીખુશી રાંઝા સાથે જવાની હા પાડે છે. ઘણાં પાકિસ્તાની અવતરણો પ્રમાણે એ જ વાત સાચી છે પણ બે દાયકા પછી જન્મેલા વારીસ શાહ જે બુલ્લેશાહના સમકાલીન લેખાય છે એમણે પોતાની જીવણીના થોડા તાર આ આખી કહાનીમાં જોડીને એક કરુણાંતિકાને જન્માવી છે, વારીસ શાહ પોતે ભાગ્ભારી નામની યુવતીના પ્રેમમાં હતા અને જેનો અંત સુખદ નહોતો .

અલબત્ત , બીજો એક મત એવો પણ છે કે જો આ હેપી એન્ડીંગવાળી ચીલાચાલુ લવસ્ટોરી હોત તો છ શતક પછી જીવતી રહી હોત ખરી?
જો કે આ બીજી દલીલમાં પણ દમ તો છે જ.
જે હોય તે પણ હિન્દી ફિલ્મને મળી એક ઉત્કૃષ્ટ પ્રેમ કહાણી . ચેતન આનંદે હીર રાંઝા બનાવી એ પહેલા 1928માં ઝુબેદા અભિનીત હીર રાંઝા આવેલી એ પછી 1948માં પણ કોઈક હીર રાંઝા બનેલી એ તો રીલીઝ થયેલી કે નહીં એ પણ ખબર નથી. ચેતન આનંદ વાળી હીર રાંઝા 1970માં આવેલી ને પછી એ પર થી પાકિસ્તાનમાં જ નહીં નહીં ને ચાર હીર રાંઝા બની છે .

લવસ્ટોરી ભારતની હોય કે પાકિસ્તાનની એને ક્યાં કોઈ સીમા સરહદ નડે?
આજે પણ પાકિસ્તાનમાં લાહોરથી 200 કી મી દૂર જંગ ડીસ્ટરીક્ટમાં હીર રાંઝાના મકબરા પર આવતાં લોકો ભારતીય ટુરિસ્ટ જ હોય છે બાકી ત્યાંના રહેવાસીઓ તો આખી વાત ને દંતકથા જ લેખે છે .

20131215-182851.jpg

20131215-182904.jpg

Advertisements

2 thoughts on “લવસ્ટોરી ભારતની હોય કે પાકિસ્તાનની એને ક્યાં કોઈ સીમા સરહદ નડે?”

 1. આજે આ લેખ વાંચતાં જ મારી યાદ આ ફિલ્મ પહેલી વાર, સમર જૉબ વખતે, મુંબઇનાં ‘મરાઠા મંદિર’માં જોઇ હતી તે સમયમાં સરી પડી.

  રાજ કુમારની સંવાદ બોલવાની છટા, જયંતનો અદૂભૂત અભિનય, બધાં જ દીતો અને મદન મોહનનું સંગીત જેવી કેટલી બાબતો એ જ સમયે ગમી ગયેલી છતાં મનમાં કંઇક ખટક અનુભવાણી હતી.

  એ ખટકનનું કારણ આજે હવે યાદ આવે છે – ફિલ્મનાં ચિત્રાંકનમાં જે રંગો ઉપસ્ય અહતા અને રાજકુમાર કે પ્રિયાનાં પાત્રોએ જે રીતે નવા નક્કોર પોષાક પહેર્યા હતા તેને કારણે ફિલ્મનું વાતાવરણ સીન્થેટીક અનુભવાયું હતું.

  આવી જ લાગણી તેના થોડાં વરસો પછી જોયેલી લયલા મજનુ (રીશી કપુર, રંજિતા)જોઇને પણ થયેલી.

  હવે જો મોકો મળે તો કોઇ શ્વેત-શ્યામ ફોર્મેટ ફિલ્મ જોવાની સાથે સાથે ફરીથી હીર-રાંઝા જોવી જોઇશે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s