take it with a pinch of salt

બૂરા ન માનો હમ ગુજ્જુ હૈ

20131219-173745.jpg

ઓ કે , ફર્સ્ટ ઓફ ઓલ બોલ્યું ચાલ્યું માફ . આ પીસને આખરે એ લાઈન તો લખવાની જ હતી પણ પહેલેથી કહી દેવું સારું કારણ કે કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો મુદ્દલે નથી છતાં દુભાય કે દુભાશે તો સોરી સોરી સોરી . વાત જ એવી છે કે ટીપ્પણી કર્યા વિના ન રહેવાયું , બાકી વાતમાં કોઈ હિંગનો વઘાર નથી ને એક માત્ર ઓબ્ઝર્વેશન સિવાય કંઈ જ નથી.

આજકાલ ચાલે છે લગ્નસરા . મન હોય કે ન હોય જવું હોય કે ન જવું હોય , જવું તો પડે જ . પૂછો કેમ? કારણકે ત્યાં જવાથી મૂડ બની જવાના હાજર કારણ મળી રહે . લોકો મળે , કેમ છો કેમ છો થાય ને પછી ખૂલું ખૂલું થતો થતો દાબડો ખુલી જ જાય . ગામ, ગોસીપ ને ગોકીરો …. મૂડ બનાવવા માટે આ કંઇ ઓછું છે?

એમાં વળી જો મન બાગબાગ કરવું હોય તો આંખ કાન અને સેન્સ ઓફ હ્યુમરને મનમાની કરવા દો .
પછી જો જો શું કમાલ દેખાય છે. જ્યાં જ્યાં નજર પડે પુલકિત થઇ જાય। હસે તેનું ઘર વસે એ ન્યાયે અલબત્ત .

એવું જ કૈંક અમે અનુભવ્યું . હમણાં જ એક લગ્નમાં જવાનું થયું। પ્રવેશતા લાગ્યું કે અરે આપને કોઈ ભવ્ય ઓપેરા હાઉસમાં તો નથી જઇ રહ્યા ને ? વિયેનામાં હોય એવા એક ઓપેરહાઉસની રીપ્લીકા હતો એ સેટ. નો ડાઉટ , ક્લાસી ને સોફેસ્ટીફિક …. બિલકુલ … છતાં અમારા જેવા ઘણાંને દેસી તત્વનો અભાવ ખટકી રહ્યો હતો.

અમ્બ્યાંસ પછી વારો પડ્યો ક્રાઉડનો. જાનૈયામાં ખાસ કરીને વરપક્ષ, માબાપ। .. વરરાજાની મા તો સાચી જરીનું ચોકડી ઘરચોળું પહેરેલું , અદ્દલોઅદલ નવવધુએ પહેરેલું તેવું જ .. સેમ ટુ સેમ. મેચિંગ મેચિંગ . હા હા , તમે બરાબર જ વાંચ્યું અમે એમ જ કહ્યું . સાસુ વહુના બંનેના ઘરચોળા સરખા .

હવે વારો વરરાજા ને એના પપ્પાનો.
વરરાજાએ જરીયાળો સાફો બાંધેલો ને પપ્પાએ ગુલાબી એટલો જ ફરક,બાકી બંનેના ડ્રેસ ઇન્ડો ફ્રેંચ ફ્યુઝન . વરરાજાની શેરવાની ક્રીમ બ્રીચીઝ પેન્ટ।…શેરવાની ,ટેઈલ સુટ , દેશી વિદેશી ફ્યુઝન ને બાકી હોય તેમ વરરાજાએ ગળામાં મમ્મી કે દાદી ની હાંસડી પહેરેલી , જરીયાળા સાફા પર જડાઉ કલગી .
વરરાજાના પપ્પા તો એવરગ્રીન। એ કંઈ પાછા પડે?
બ્રીચીઝ પેન્ટ ને બોલેરોની બોલબાલા . મરુન કલરનો સ્વેડ ટેઈલકોટ..ને પોકેટ વોચ… શાબ્બાશ।
અમને જાણવા મળ્યું તે પ્રમાણે તો પપ્પાજીને એટલી હોંશ હતી કે સાથે સ્ટીક પણ રાખું , જરા ઓથેન્ટિક લાગે ને!! પણ પછી બધાએ વાર્યા … જવા દો , આપણાં લોકો ખાલી કહેવાના મોડર્ન બાકી દેશીના દેશી જ . તમારી ડ્રેસિંગ સેન્સ કોઈ સમજશે નહીં ને નાહકના પૂછશે કે આ ની રીપ્લેસમેન્ટ ક્યારે કરાવ્યું? ડોક્ટર કોણ? મેડીક્લેમ હતો કે પછી?

વાત તો કન્યાના માવતરની પણ થાય પણ જવા દઈએ કારણ કે ઉત્સાહની ભરતી વરપક્ષ જેટલી નહોતી ,
અને હા વરની બહેન .સિન્ડ્રેલા ઇન વેઈટીંગ , કન્યાની બહેન માટે ડીટ્ટો ડીટ્ટો।
જાનૈયા અને સગાંવહાલાંનું શું ? રોજ જેમ છોકરાં યુનિફોર્મ પહેરીને સ્કુલ જાય તેમ બીઝનેસ સુટ ને ડીઝાઇનર સાડી ને સલવાર કુર્તા પહેરીને હલ્લાબોલ બફે ટેબલ પર.

તમને થશે ભલા માણસ ખરાં નાલાયક છો , જેને ત્યાં ભર્યે ભાણે જમી આવ્યા એનું જ ખોદવા બેઠા છો?

પણ થાય શું? બિલાડીના પેટમાં ખીર ટકે ? આ તો થયું અમે જે આંખોથી મિજલસ માણી તે તમારી સાથે જરા શેર કરીએ .
કહે છે ને વહેંચવાથી આનંદ વધે….
અને હા બોલું ચાલ્યું માફ….

Advertisements

7 thoughts on “બૂરા ન માનો હમ ગુજ્જુ હૈ”

  1. મને ખાત્રી થઈ ગઈ કે ભાષાશૈલીમાં ઓન્લી શાસ્ત્રી જ નથી, પિન્કીસિસ્ટર પણ છે જ.

    Like

  2. પીન્કીબેન, તમે તો અમને સૌને વિયેના ના ઓપેરામાં ફેરવી લાવ્યા:)) લગ્નસમાંરંભ માં પણ લઇ ગયા અને હસાવ્યા પણ. આભાર. સંજય દેસાઈ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s