opinion, People

જે હાથ કવિતા લખી શકે AK 47 બનાવી શકે?

20131224-021008.jpg

એક યુગનું આથમવું

આખી દુનિયામાં કદાચ એક પણ વ્યક્તિ એવી નહીં મળે જેને AK 47નું નામ નહીં સાંભળ્યું હોય. ઓટોમેટીક ક્લ્શ્નીકોવ અસોલ્ટ રાઈફલ , જેને કરેલી હત્યા અને ખૂનામરકી અન્ય કોઈ હથિયાર કરી શક્યું નથી. એ હથિયારના જનક જેને ડિફેન્સની દુનિયા એક સલામ સાથે યાદ કરે છે તે મિખાઈલ કલ્શ્નીકોવે 94 વર્ષની ઉંમરે આજે વિદાય લીધી .

આ સમાચાર માત્ર રશિયન મીડિયા માટે જ હેડલાઈન હોય એવું માની લેવું મુર્ખામી છે.કારણકે વિશ્વમાં આજે એક પણ દેશ એવો નથી જે AK 47ના વળગણથી બાકાત રહી શક્યો હોય.એ પછી અમેરિકન હોય કે તાલીબાની … અમેરિકન સાંભળીને તાજુબી થઈ ને? પણ હકીકત છે . અમેરિકન એટલે કહેવું પડ્યું કે સેકંડ વર્લ્ડવોર વખતે વિયેતનામમાં ઘાયલ પડેલા વિયેતનામી સૈનિકોની AK 47 , અને તેની બુલેટ્સ , પોતાની M 16 એક બાજુ ફેંકી અમેરિકન સૈનિકો બેઝિઝક તફડાવી લેતા હતા આવું જાહેર નિવેદન મિખાઈલ કલાશ્નીકોવે 2007માં રાઈફલને 60મું બેઠું (એના આવિષ્કારની 60 વર્ષે) ત્યારે પોતાના જાહેર પ્રવચનમાંકહ્યું હતું ,જે રશિયાના નેશનલ ટીવી પર પ્રસારિત થયેલું ને અમેરિકાએ મૌન સેવવાનું પસંદ કરેલું . કોઈ એવી કલ્પના પણ કરી શકે કે કોઈ વેપન આટલા હાઇફાઇ ડિફેન્સ એજમાં એના આવિષ્કારના 60 વર્ષે આમ અણનમ રહી શકે? એક રસપ્રદ વાત એ પણ છે કે આ AK 47ના જનક રશિયન એટલે તેનું ઉત્પાદન માત્ર રશિયામાં થતું હશે એવું નથી. લાઇસન્સ સાથે 30 દેશોમાં એનું અધિકૃત રીતે ઉત્પાદન થાય છે .

20131224-021417.jpg
રશિયન આર્મીમાં લેફ જનરલનો માનભર્યો હોદ્દો ને છાતી પર ટનબંધ મેડલ લઈને ફરતાં મિખાઈલ કલશ્નીકોવ કોઈ ટનબંધ ડિગ્રી ધરાવતાં આર્મ ડિઝાઈનર હશે એવું ધારી લીધું હોય તો બિલકુલ ગલત. એક ઓર્ડિનરી ફેમિલીમાંથી આવતો એક્સ્ટ્રાઓર્ડીનરી છોકરો … હતો જીવ કવિતાનો. એ કવિતા તો લખતો પણ પુસ્તકો પણ ખુબ વાંચતો ને લખતો પણ , છ પુસ્તકો પબ્લિશ થયેલા જેનો ઉલ્લેખ એ પોતે ક્યારેય નહોતા કરતા, પ્રશ્ન એ છે કે જે હાથ કવિતા લખી શકે એ આવું જીવલેણ હથિયાર સર્જી શકે? પણ , એનું કારણ છે . છોકરો હતો તો સારા ખાતાંપીતાં સુખી ઘરનો પણ કૈંક એવું થયું ને કુટુંબે જ્યાં રહેતા હતા તે કુર્યા નામની જગ્યા છોડી સાઈબીરીયા આવીને વસવું પડ્યું . સાઈબીરીયા એટલે નોર્થ આર્કટીક પર એટલે ઠંડી માટે પ્રખ્યાત છે. ઉનાળો બે માસ તે દરમિયાન ટેમ્પરેચર મેક્સિમમ 12 ડિગ્રી જાય.એવા સંજોગોમાં જીવવું હોય તો શિકાર કર્યા વિના છૂટકો જ નહીં . મિખાઈલની કવિતાઓએ આ સાઈબીરીયામાં હિમસમાધિ લઇ લીધી ને શોખ વિકસ્યો હથિયારનો .

20131224-021550.jpg
તે વખતે સૌથી ગૌરવભરી વાત હતી આર્મીમાં જોડાવાની .એટલે જોડાઈ ગયા રેડ આર્મીમાં . હવે થયું એવું કે આર્મીમેન તરીકે વેલબિલ્ટ બોડી તો હતું નહીં . હાઈટ પણ નહીં એટલે કામ મળ્યું એન્જીનીયરીંગ વિભાગમાં, જ્યાં તેમને કામ સોપાયું નાનાં હથિયારોનું ડેવલપમેન્ટ તે પણ ઉપરીઓના હાથ નીચે . નાનું નાનું કામ કરતા પણ કંઈ સંતોષ ન વળે , એમાં એમની પર કુદરત મહેરબાન થતી હોય તેમ એક વોરમાં બુરી રીતે ઘવાયા . સાલ 1941.

અને હોસ્પિટલભેળાં થવું પડ્યું . આ દરમિયાન એક વાત બની કે એમને મળવા આવતા લગભગ દરેક સૈનિકો પાસે એક જ વાત હોય અને તે બેકાર રાઈફલો વિષે કકળાટ .વર્ષભર માટે હોસ્પિટલમાં રહેવાનું હતું અને મિખાઈલને આ વનવાસમાં નવી દિશા મળી. એમણે ડીઝાઈન કરી આ ઓટોમેટીક રાઈફલ . જો કે નેતા , લશ્કરી અધિકારીઓ બધે સરખા જ હોય. એમની આ શોધને કોઈએ ગંભીરતાથી ત્યારે નહોતી લીધી . આ માટે એમણે બહુ ઉપેક્ષા સહન કરી પણ જશરેખા બધાને હાથતાળી આપવા માંગતી હોય તેમ 41 – 42માં ડીઝાઈન થયેલી આ ડીઝાઈન 47માં સ્વીકૃત બની. અને ઝોળીપોળી થઇ જે નામકરણ થયું એમાં નામ મળ્યું કલ્શ્નીકોવ સાલ હતી 47 . automat assault rifle , નામ કોઈન થયું ઓટોમેટનો A ને કલ્શ્નીકોવનો K ,સાલ 47. AK 47.દુનિયાને મળ્યો વિનાશનો એક નવો ચહેરો .

20131224-021731.jpg

એમ કહેવાય છે કે આ એક એવું વેપન છે કે એ ક્યારેય દગો ન આપે, કોઈ પણ વેધરમાં, ગમે તેવી ઠંડી હોય , ગરમી કે વરસાદ , જામ થઇ જાય એ AK 47 નહીં . કદાચ એટલે જ પોલીસ ફોર્સ હોય કે આર્મી કે ત્રાસવાદી સહુની પસંદગી પહેલી એની પર જ ઉતારે છે.

રશિયન ટેલીવિઝન પર કોઈકે બહુ સરસ અંજલી આ સર્જકને આપી, કે એમનાં સર્જનની જેમ મિખાઈલે મોતને પણ બહુ હાથતાળી આપેલી .
જો કે એક વાતનો એટલો રંજ ખરો કે થોડાં સમય પહેલાં જ સાઈબીરીયામાં ખૂલેલાં મ્યુઝિયમ એ સર્જક પોતે જ ન જોઈ શકયા .

સાચી વાત છે કોઈ પણ સંજોગમાં જામ થઇ જવું હથિયારને રાશ ન આવે તો એના સર્જકને કેમ આવે?

20131224-021827.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s