Far Pavallions, films

દેસી તડકા , નિમ્બૂ માર કે …

20140103-172929.jpg

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી આમ તો વિક્રમો સર્જવા માટે પ્રખ્યાત છે, પછી ભલે ને એ હોલીવુડની ફિલ્મોની રીમેક પણ કેમ ન હોય… એવો એક ઈતિહાસ રચ્યો હતો શોલેએ.

જયારે આ ફિલ્મ પહેલીવાર જોયેલી ત્યારે સ્કૂલમાં ભણતા હતા . બીજી ત્રીજી ને પાંચમી વાર જોયેલી તે વખતે હતી તો ઉંમર પુખ્ત છતાંય એટલી જ ગમેલી જયારે સ્કૂલમાં હતા , હા પણ એમાં પસંદગીનાં સીન્સના નંબર બદલાઈ ગયેલા. જેમ કે સ્કૂલમાં હતા ત્યારે અસરાનીના ‘હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ ….. હી હી , હે … ડાયલોગ પર ઉછળી ઉછળીને હસેલાં તે હસવા જેવો સંવાદ તો જરાય ન લાગ્યો, એવું જ સૂરમા ભોપાલીના પાત્ર સાથે થયું. છેલ્લે છેલ્લે તો ઠાકુરની યુવાન પુત્રવધુ રાધા ( જયા ભાદુરી બચ્ચન)નું કેરેકટર મન પર એવું હાવી થઇ જતું કે પછી એ ફિલ્મ જોઈ જ નહીં .
હવે ૩૯ વર્ષે એ જ શોલે થ્રી ડી સ્વરૂપે આવી રહી છે એટલે થયું પેલાં પ્લાસ્ટીકના ચશ્માં પહેરી વર્ટીગો જેવી ચકરડી ભમરડી અનુભવવા કરતાં ઘરે જ શું કામ ન જોઈ લેવી .
અને અહો આશ્ચર્યમ , જોઈ બોલીવૂડની શોલે ને યાદ આવતી રહી હોલીવુડની લેટ સીક્સ્ટીઝની ફિલ્મોની .

પછી તો વાંચ્યું કે શોલે બુચ કેસીડી એન્ડ સન્ડેન્સ કીડની કોપી હતી. પણ ખરેખર એવું નહોતું. હા, જય ને વીરુ એ બે પાત્રો એમાંથી ઉઠાવાયેલા હોય શકે પણ બાકીની આખી ફિલ્મની પ્રેરણા માટે રાઈટર સલીમ જાવેદે નહીં નહીં ને ૫૦ ફિલ્મો તો જરૂર જોઈ હશે .
એમ કહેવાય કે આર્ટ ઓફ કોકટેલ ફિક્સિંગ .

સ્કૂલમાં હતા ત્યારે કોઈ દિવસ મેકેનાઝ ગોલ્ડ કે ટાવર ઇન્ફર્નો , પોઝાઈડન એડવેન્ચર જેવી ફિલ્મો સિવાયની હોલીવૂડ ફિલ્મો જોવાની છૂટ પણ ક્યાં હતી કે એ ફિલ્મો જોવા મળે..
અને હવે ૩૯ વર્ષ પછી જયારે ફરી શોલે આવી રહી છે ત્યારે ફરી એક વાર જોઈ ને ખ્યાલ આવ્યો સલીમ જાવેદે કરેલાં ઇન્સ્પીરેશનલ કોકટેલ નો. અલબત્ત , કોઈ એમ ન સમજે કે અમે ફિલ્મ વખોડીએ છીએ .

ફિલ્મની શરૂઆતનો સીન, ટ્રેન રોબરી . જો કે એને માટે તે વખતે પણ ફિલ્મી પંડિતોએ લખેલું કે એ સીનની પ્રેરણા સિપ્પીને ૧૯૩૯માં આવેલી સ્ટેગકોચ નામની ફિલ્મમાંથી મળી હતી , હવે ફરી એક વાર જયારે આ જુઓ ત્યારે એક હોલીવુડ ફિલ્મ ધ વાઇલ્ડ બન્ચ જોઈ લેજો. હા એ વાત સાચી કે જય ને વીરૂના પાત્ર માત્ર ને માત્ર બુચ કેસેડી ને સન્ડેન્સ કીડ પર આધારિત છે પણ આખી વાર્તામાં એમના કેરેકટરનાં રંગ અકીરો કુરુસાવાની ઓસ્કારમાં નોમીનેટ થયેલી સેવન સામુરાઈમાંથી લેવાયા છે. વાર્તા છે ગામલોકોને લુંટવા આવનારાઓની રક્ષા. આપણાં ઠાકુર બલદેવ સિંહ એ જ કહી ને જય ને વીરુ ને લઇ આવે છે ને , કારણ બુચ કેસેડીવાળી ફિલ્મનું છે .

પછી તો એક ભાવાત્મક પળે જયારે ઠાકુર બલદેવ સિંહ ગબ્બરે પોતાના પરિવારને કઈ રીતે રહેંસી કાઢ્યો તે કથની જય ને વીરુને કહે છે , આખી વાત કઈ રીતે ફિલ્માવાય છે તે માટે વન્સ અપોન અ ટીમ ઇન વેસ્ટ જોવી. ના ના સીન બાય સીન નહીં પણ પ્રેરણા ત્યાંથી છે .

બાકી રહ્યું હોય તેમ ઠાકુરના બંને હાથ….
હોલીવુડ સ્ટાર સ્પેન્સર ટ્રેસીની એક ફિલ્મ જેમાં એનો એક હાથ આમ જ ગાયબ છે ને એ રહસ્ય છેલ્લે સુધી કોઈ જાણતું નથી , આપણાં સંજીવકુમારવાળા ઠાકુરની જેમ જ , અત્યારે ફિલ્મનું નામ યાદ આવતું નથી , કોઈ મિત્રને ખબર હોય તો જણાવો… અને હા , આ થોડી પ્રેરણાસ્તોત્રની વાત હતી… બાકી ફિલ્મમાં બસંતી, રાધા ,મૌસી, રહીમ ચાચા, કાલિયા , સાંબા બધા પાત્રો ઓરીજીનલ છે.

અમારા મિત્ર સંજય છેલે એક વાર તેમના મિત્ર રહેલા અમજદ ખાને ગબ્બરના પાત્રની બોલી માટે પોતાનાં ઘરની બહાર બેસતા ધોબીની લઢણનો ઉપયોગ કર્યો હતો એવું કહ્યું હતું . જે કારણે આજે પણ ગબ્બરસિંહ લોકોના મગજમાં છે.

પણ જે હોય તે બાકી શોલે ખરેખર હતી શોલે જેવી જ. મિનરવા અને મરાઠા મંદિર જેવા થિયેટરોમાં વર્ષો સુધી રાજ કરવું એટલે શું? આજે જયારે ૧૦૦ સીઆરની ક્લબમાં આવતી ફિલ્મો બે ચાર વિકમાં થિયેટરમાંથી ગાયબ થઇ જાય એ જોવા ટેવાયેલાં ટીન્સ માની શકે કે આ શોલે મિનરવામાં પૂરાં પાંચ વર્ષ ચાલી હતી ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s