Dear Me, opinion

OMG : કંઈ રિશ્તો કો પરખા તો નતીજા એક હી નિકલા , જરૂરત હી સબકુછ હૈ ,મહોબત્ત કુછ નહીં હોતી

20140118-155621.jpg

શુક્રવારની સાંજ હતી. સવારે જ સુચિત્રા સેનની વિદાયનાં સમાચાર ચાલી રહ્યા હતા ને વધુમાં એક સમાચાર આવ્યા સૈયદના સાહેબના, એક બાજુ રાહુલ ગાંધીનું જુસ્સાદાર ભાષણ આ બધા સમાચાર ને એક ક્ષણમાં બાજુએ મૂકી દીધા સુનંદા પુષ્કરે .
સવારે મુંબઈ મિરરે કરેલી સ્ટોરીઓ તો હજી કોફીટેબલ પર પહોંચે એ પહેલા સુનંદા પુષ્કર છે માંથી હતી થઇ ગઈ.

સુનંદા પુષ્કર સાથે આમ કોઈને શું લાગે વળગે? પણ લગભગ તમામ હમઉમ્ર સ્ત્રીઓ જાણે હતપ્રભ બની રહી જાણે કે આ કૈંક એમની પોતાની જ સાથે થયું હોય એમ.
45 વર્ષની ઉંમર દુનિયાને અલવિદા કરી દેવા માટે બહુ નાની હતી ને સુનંદાએ જે કર્યું તે કદાચ એને કહેવું હતું ;
ચલો દેખતે હૈ આજ બાજી પલટકર
જબ વો આયેંગે તો હમ રૂઠ જાયેંગે

સુનંદાને માત્ર રીસભવનમાં રૂસને બઠેલી રાણીનો રોલ કરવો હશે અને તકદીરે સાથ ન આપ્યો?
છેલ્લાં બે દિવસથી પતિ પત્ની ઔર વોહની ચાલી રહેલી સ્ટોરીઓ, પાકિસ્તાન પત્રકારની છીણી જેવી ટીપ્પણીઓ … કયો ઘા છેલ્લો હશે?

20140118-155746.jpg
સુનંદાના આ ત્રીજા લગ્ન હતા. પહેલા લગ્ન હતા બાળપણની ભૂલ જેવા જે એક વર્ષમાં પૂરાં થયા, બીજા લગ્નથી થયેલો પુત્ર છે પણ પતિનું કહેવાય છે એક અકસ્માતમાં મૃત્યુ થયુ .
જો એ બે પરિસ્થિતિમાં તૂટી ન પડનાર આ જાજરમાન સ્ત્રી એક છમકલાં જેવા કહેવાતાં પતિના પ્રેમ સંબંધ અને તે કારણે થયેલી ટ્વીટર કથાથી આવી છેલ્લી કક્ષાનું પગલું ભરે ?
સૌથી બાલીશ વાતો તો પુરુષો કરી રહ્યા છે. જે વિચારો જાણી ને લાગે કે સાચે પુરુષો ક્યારેય સ્ત્રીનું મન નહીં જ સમજી શકે.
સુનંદનો અપરાધ એ કે એ ગ્લેમરસ હતી, બીજો અપરાધ એના ત્રીજા લગ્ન.એટલે કે સ્ત્રી બ્યુટીફૂલ હોય પણ રિલેશનશિપમાં લકી ન હોય તો વાંક બધો સ્ત્રીનો.
બે દિવસ સુધી ચાલેલાં twitter પ્રકરણથી ગભરાઈ ને કે ઓછ્પાઈને આવું પગલું ભરવું પડે ?

સૌથી અગત્યની તો હોય છે મનની વાત.એ વાત તો જગજાહેર છે કે સુનંદાએ પોતાનાં ટ્વીટમાં જણાવ્યું હતું કે IPL બાબતે પણ ઘણાં આરોપો પોતે વહોરી લીધા હતા, અને એ પછી પણ જો પોતાના પ્રેમ અને ત્યાગનો બદલો આવી થોડી સી બેવફાઈમાં મળતો હોય તો? તો હવે સહન નથી થતું અને કરવું પણ નથી.મિત્ર દીપક સોલિયાએ કહ્યું તેમ જો એ ખરેખર આપઘાત જ હોય તો સુનંદાના મનમાં શું હશે? મરી જાઉં એટલે
1 કાલે સવારે શશિનું મોં જોઉં ન પડે…
2.કાલે જગત સામે ખુલાસા કરવા ન પડે…
3 શશીએ દુખી કરી તો હું સબક કેમ ન શીખવાડું ?
જવાબ આપવા સુનંદા હવે નથી પણ એક સીધો જવાબ તો એ જ હોય શકે કે આ ત્રણેનો સરવાળો આંત્યિક પગલા માટે જવાબદાર હોય શકે.
પણ આ સિવાયના ઘણા પરિબળો આ માટે જવાબદાર હોય શકે ને?

સુનંદા અને સામે પાકિસ્તાની પત્રકાર મેહર તરાર. બંનેની થયેલી શાબ્દિક વોર અને હવે પબ્લિક થઇ ગયેલી ઈ મેલ.જેમાં એવા આરોપો અને બયાનબાજી થયાં છે કે એમાં આ સ્ત્રીઓના નફા નુકસાન સામે શશી થરૂરની કરિયરનો ખો નીકળી જાય…
જોવાની ખૂબી તો એ છે કે પાકિસ્તાની પત્રકારના ફોલોઅર વધી ગયા ને એમાં ઘણાં ઇન્ડિયન ને પાકી ફોલોઅર્સે મેહરને આ અપમૃત્યુ માટે જવાબદાર લેખાવી દીધી. બંને સ્ત્રીઓ આમને સામને હતી એક પુરુષ માટે, એને કોઈએ દોશી માન્યો હોય કે એની વોલ પર કોઈ ચાહકો કે ધિક્કારકોએ જઈને ગાળો આપી નથી.કેમ? આ પ્રકારના પ્રેમ પ્રકરણોમાં દોષી માત્ર સ્ત્રી જ? એ પત્ની હોય તો પણ નેપ્રેમિકા હોય તો પણ?

સુનંદા પુષ્કર, એવું નામ જેની સાથે ન કોઈ ઓળખાણ જેવી પણ વાત નથી ને એનું આમ જવું ખબર નહીં પણ કેમ દિલને આટલું લાગી આવ્યું છે.

20140118-160131.jpg
રાતથી ન્યુઝ જોયા કરું છું ને લાગે છે કે
બિસ્તર કી સિલવટો સે મહેસૂસ હો રહા હૈ
તોડા હૈ દમ કીસીને કરવટ બદલ બદલ કે…

હવે રહી રહી ને મન પૂછે છે પણ સાચે જ આ અપમૃત્યુ અપમૃત્યુ જ હશે કે પછી…..?

Advertisements

4 thoughts on “OMG : કંઈ રિશ્તો કો પરખા તો નતીજા એક હી નિકલા , જરૂરત હી સબકુછ હૈ ,મહોબત્ત કુછ નહીં હોતી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s