WOW ( world of woman)

રાણી હોય કે ગૃહિણી , રામા ને બાઈ સહુને રડાવે

20140307-150139.jpg
હમણાં ચાલી રહેલી શાદી કે સાઈડ ઇફેકટમાં ફરહાન અખ્તર જીવનની એક ઓપન સિક્રેટ ખોલતા કહે છે કે સ્ત્રી એના પતિ વિના રહી શકે પણ બાઈ વિના નહીં. તમને થશે એવું કંઈ હોતું હશે ? પણ જો તમે માનતા હો કે આ વાત ખરેખર સાચી હશે ? તો યેસ, તમે સાચા છો. એકદમ સાચી વાત, પત્નીને એકવાર પતિ વિના ચાલે પણ બાઈ કે ઘરનોકર વિના સૂનો સંસાર . એવું માનવાની ભૂલ હરગીઝ ન કરવી કે આ વાત તમારી મારી આપણી છે આ તો વિશ્વવ્યાપી છે. નથી માનવામાં આવતું ? તો લંડનના એક નામાંકિત અખબારમાં છપાયેલી જાહેરખબર તેનો બોલતો પૂરાવો છે.ભારતીય ગૃહિણીની જેમ જ બ્રિટનના રાણી નોકરોની સમસ્યાથી વાજ આવી ગયા છે , સામાન્ય ગૃહિણીની જેમ જ રાણી સાહેબા ઘરકામની વાતમાં એટલી ચીકાશ કરે છે કે બકિગહામ પેલેસમાં નોકરો ટકતા નથી. હવે પહેલાંની જેમ માણસો મળતાં ન હોવાથી રાણીએ બ્રિટનના એક અખબારમાં સત્તાવાર નિવાસના હાઉસકીપિંગ માટે આસિસ્ટંટ હાઉસકીપર માટે જાહેર ખબર આપવી પડી છે, જેમાં રહેવા જમવાની સગવડ સાથે વાર્ષિક પગાર છે 27300 પાઉન્ડ એટલે ઇન્ડિયન રૂપિયા 27300 x 102 (આજના ભાવ પ્રમાણે).લગભગ 28 લાખ રૂપિયા વાર્ષિક, અને કામના કલાક અઠવાડિયાના 40 કલાક, જેમાં કામગીરીરૂપે જવેલરીની સફાઈ થી લઇ બાથરૂમ ટોઇલેટની જાળવણી , ચા નાસ્તાની વ્યવસ્થા ગોઠવણ જોવાની રહેશે .
જોવાની ખૂબી એ છે કે આ જાહેરખબર આપ્યા ને મહિનો થયો છતાં રાણીસાહેબને એક ઢંગનો ઉમેદવાર હજી મળ્યો નથી. જેને માટે જવાબદાર મનાય છે રાણીનો ચીકણો સ્વભાવ . માત્ર કામમાં જ નહીં આમપણ કંજૂસી, જાહેર ખબરમાં જ એ ચડી ખાતો હોય તેમ લખ્યું છે કે હા, જમવા મળશે પણ એનો ખર્ચ કાપી લેવાશે.

xxxxxxxxxxxxxxx

સોશિયલ મીડિયાની બુલેટ સૌથી જીવલેણ

20140307-150658.jpg

તાજેતરમાં જ થયેલાં યુક્રેનમાં બળવામાં હિંસક ગોળીબારમાં સોશિયલ મીડિયાએ ભારે કરી. થયું એવું કે જયારે પ્રમુખ વિક્ટર યાનુકોવીચ સામેનો આ બળવો પ્રથમ અને હળવા તબક્કામાં હતો ત્યારે પ્રદર્શનકારીઓ પર સિક્યોરીટી ફોર્સે ગોળીબાર કર્યો તેમાં ઘાયલ થઇ એક 21 વર્ષની મેડીકા ઓલેસ્યા . એને ગળા પર જ ગોળી વાગી ને લોહીલુહાણ થઇ પડી.પણ એણે તે જ ઘડીએ સેલ્ફી શૂટ કરી , પોતાનો જ ફોટો મોબાઈલ કેમેરાથી લઇ એ લોહીલુહાણ ફોટા સાથે ટ્વીટ કર્યું : જુઓ જુઓ હું મારી રહી છું, ને બસ એ ફોટાએ બરાબરની કાંડી ચાંપી . યુક્રેનમાં સામાન્ય નાગરિકો આ જોયા પછી રસ્તા પર ઉતારી આવ્યા ને પ્રેસિડન્ટ વિક્ટરે માથે રાત લઇ ભાગવું પડ્યું .
બાય ધ વે સોશિયલ મીડિયા શું પાડી ઉપાડી શકે છે તે આપણાંથી ક્યાં અજાણ્યું જ છે?

xxxxxxxxxxxxx

બુઢ્ઢા સટીયા ગયા !!બુઢ્ઢા સટીયા ગયા !!

20140307-151115.jpg

કદી એવું સાંભળ્યું છે કે મહિલાવિરોધી નેતા સામે ગુલાબી ગેંગો રણચંડી બની સામે પડી હોય?
જાપાનમાં એવું કંઇક બન્યું , ટોક્યોમાં ગવર્નરની ચુંટણી હતી ને તેમાં સૌથી લોકપ્રિય ઉમેદવાર હતા યોઈચી માસુઝો, પણ તેની લોકપ્રિયતા હતી માત્ર પુરુષવર્ગમાં , કારણ? કારણ હતું તેમને કરેલાં ટ્વીટ. જેનાથી મહિલાઓ ભારે ભડકી હતી ને એટલું જ નહીં એમને એક બિનઔપચારિક ફતવો પણ બહાર પડ્યો હતો કે જે પતિઓ આ માસુઝોને વોટ આપે તેમની પત્નીઓએ આ પતિદેવોનો અનોખી રીતે બહિષ્કાર કરવો. એમને રાત્રે પતિદેવોને પાસે ફરકવા પણ ન દેવા, માસુઝોને વોટ તો નો સેક્સ.
આ જાણી ને નવાઈ લાગી હોય તો જાણી લો કે આ માસુઝોએ એવું તો શું ટ્વીટ કરેલું કે આ માનુનીઓ આટલી ભડકી ગઈ ?
આ મહાશયે એવું લખ્યું હતું કે માસિક ધર્મ વખતે સ્ત્રીઓ નોર્મલ રીતે વિચારીશકતી નથી એટલે સાચાં નિર્ણયો લઇ લેવા અશક્તિમાન હોય છે . આ સંજોગોમાં લેવાયેલાં નીતિ નિયમનો વિષેના પગલાં રાષ્ટ્ર માટે ખતરારૂપ બની શકે .
લો બોલો !! એટલે જાપાની સ્ત્રીઓને આ ૬૫ વર્ષના વડીલને સમજાવવું હતું કે સાંઠે બુધ્ધિ નાઠી છે …..પણ દુર્ભાગ્યવશ જાપાનની સમાજ વ્યવસ્થા ભારતથી જુદી નથી , કદાચ વધુ ખરાબ , પુરુષપ્રધાન છે.
આખરે શું થયું?
માસુઝો જીતી ગયા ને હાલ ટોક્યોના ગવર્નરપદે બિરાજે છે .

20140307-152008.jpg
WOW વિષે બે શબ્દ. અહીં પ્રસ્તુત તમામ વાતો એક નુક્તેચીની છે જેને કહી શકાય કે રોજબરોજની લાઈફમાં આપણે જેને પીંચ ઓફ સોલ્ટ કહી લઈએ… તમારી પાસે પણ સ્ત્રીની મનોભાવના અને મનોજગતને લગતી કોઈ વાત હોય તો મોકલશો, જે કદાચ વ્યંગ હોય, ન્યુઝ હોય કે કોઈ અચીવમેન્ટ હોય , અહીં જરૂર શેર કરીશું. હા, શબ્દ મર્યાદા છે, ૧૦૦ થી ૧૫૦ શબ્દથી લાંબુ લખાણ ન મોકલો તો સારું.
…. તો મળીએ એક કે બ્રેક કે બાદ….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s