WOW ( world of woman)

કોણ કહે છે કે પરણે એટલે પૈના?

bruni_678159c

નિકોલસ સાર્કોઝી જયારે ફ્રાન્સના પ્રેસીડન્ટ હતા ત્યારે  તેમની ગોર્જિયસ સિંગર ગર્લફ્રેન્ડ કાર્લા બ્રુનીને કારણે ભારે ચર્ચામાં રહેતાં , ઈલેકશન હાર્યા પછી સાર્કોઝી ન પ્રેસીડન્ટ રહ્યા ના કાર્લા બ્રુની ફર્સ્ટ લેડી , પણ તેમની લોકપ્રિયતા તો એવી ને એવી જ રહી છે બલકે એમ કહી શકાય કે દિન દુની રાત ચૌગુની ગ્રાફ આંબી રહી છે , એનું કારણ છે કાર્લાના નવા ચાર મ્યુઝીક આલ્બમ જે એટલાં હિટ થાય છે કે બિચારા વિરોધીઓ ફફડી ગયા છે કે જો આ ગ્રાફ આમ જ ઉપર જતો જશે તો આવી રહેલી 2017ની ચુંટણીમાં સરકોઝીનો ઘોડો વિનમાં દોડશે  .
વાત નસીબની છે , વેસ્ટર્ન વર્લ્ડના પ્રમુખો એ પછી સરકોઝી હોય કે ક્લીન્ટન હોય કે હોલાન્ડે ,  આ બધા પ્રેમિકાને કારણે ચર્ચામાં રહે છે અને આપણે ત્યાં રેસ સિંગલની જામે છે  …. જેમ કે મોદી થી લઇ ગાંધી, નીતીશ કુમાર ,જયલલિતા , મમતા,માયાવતી  ….. અણ્ણા હઝારે  …..
carla-sarko-kiss_1717604c
 જયારે વાત સરકોઝી ને કાર્લા બ્રુનીની થઇ જ રહી છે એટલે એક આડવાત યાદ આવી. જયારે સાર્કોઝી ફ્રાન્સના પ્રેસિડન્ટ હતા ત્યારે તેમનો રોમેન્સ જગબત્રીસીએ હતો. એવા સમયે તેમની પર કોઈ જાસુસી કરી રહ્યું હતું એની જાણ  આ કપલને નહોતી, ખરેખર જાસુસી તો ન કહી શકાય પણ સરકોઝીનો જ એક આસિસ્ટંટ પોતાના પોકેટના ડીકટાફોનથી કપાળની વવત રેકોર્ડ કરતો રહ્યો હતો, જે પાછળથી એક વેબ સાઈટ સુધી પહોંચી ગઈ એટલે સ્વાભાવિક રીતે જ સરકોઝી ને કાર્લા બ્રુની ભડકી ગયા ને હવે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે પણ આપણને એ બધા કરતાં વધુ રસ એ બે શું વાતચીત કરતા રહેતાં એમાં પડે કે નહીં?
એ ખાસમખાસ ખાનગી વાતો પૈકી એક એ હતી કે કાર્લા બ્રુની કહેતી હતી કે સો સરકોઝી ચુંટણી હારે તો બ્રુની એમને એડ કેમ્પેઇન તો જરૂર અપાવી દેશે…
પણ શેનું? એવો સવાલ થયો ને?
એ કેમ્પેઈન એન્ટી રીન્કલ ક્રીમ નું….સરકોઝીના ચહેરા પર કરચલી છે તે કેશ કરી શકાશે  …
આવી કેટલી બધી હળવી પળ પેલા ડેકટાફોનમાં સંઘરાયેલી છે.

ઘડપણ સહુને સતાવે , એ પછી રેખા હોય કે જેન ફોન્ડા ..

editorsairbrushing4_468x425 (1)

તાજેતરમાં જ પત્રકારો પર ક્યારેય રોષે ન ભરાતી જાજરમાન અભિનેત્રી રેખા પત્રકારોથી ભારે નારાજ છે , કારણ?
કારણ એ કે તાજેતરમાં હાઈવે ફિલ્મના પ્રીવ્યુ શોમાં મેકઅપ વિના શું ગઈ કે એ વાત સમાચાર બની ગઈ. હમેશ કાંજીવરમ સાડી , ગોલ્ડ જ્વેલરી,હેવી મેકઅપ ને સસ્મિત ચહેરે જોવા મળતી રેખાને બદલે કોઈ જુદી જ વ્યક્તિ જોવા મળી. એટલે વાત ત્યાંથી ન અટકી ને એ ફોટાઓ યુટ્યુબ અને સમાચાર પૂરતા સીમિત ન રહેતા વોટ્સએપની હોટ  આઈટમ બની રહ્યા  .
બોલીવૂડમાં જેમ રેખા તેમ હોલીવુડમાં જેન ફોન્ડા  . ઓસ્કાર અને એમી એવોર્ડ વિજેતા આ જેન ફોન્ડાએ વેલનેસ પર ઘણું કામ કર્યું છે ને અરોબિક્સ એકસરસાઈઝ લોકપ્રિય બનાવનાર પણ આ જેન ફોન્ડા જ , એમણે તાજેતરમાં એક પુસ્તક લોન્ચ કર્યું : બીઈન્ગ અ ટીન , કિશોરાવસ્થામાંથી પુખ્ત વયમાં પ્રવેશતાં બાળકો માટે પણ ત્યારે એક નિખાલસ પ્રતિભાવ આપતા કહ્યું કે એમને હવે ઘડપણ ને મૃત્યુનો ડર લાગે છે. આખી જિંદગી સતત કામ કાર્ય પછી પણ યુવાન લોકો વચ્ચે ઘેરાયેલી રહેતી વ્યક્તિ આમ કહે એ ખરેખર તો સત્યનો સ્વીકાર છે,
વાત રેખાની હોય કે જેન ફોન્ડાની, માધુરીની હોય કે કરીનાની, તમારી કે મારી , સહુને ઘડપણની ચિંતા સતાવે જ. જે ના પડે કે તેઓ ચિંતાથી પર છે તો નક્કી માનજો કે ક્યાં તો તેઓ બિલકુલ જુઠ્ઠાડા છે કે પછી એમને ક્યારેય સુંદર દેખાવાની પડી જ નહોતી  ….

deglam_rekha1

ઘીનાં ઠામમાં ઘી…..

ભારતીયો ખુશ થાય તેવા એક સમાચાર એવા આવ્યા છે કે આખરે ન્યુ યોર્કની કોર્ટે ઇન્ડીયન  ડીપ્લોમેટ દેવયાની ખોબ્રગાડે સામે મુકાયેલા આક્ષેપ કાઢી નાખ્યા છે. એ સાથે જ દેવયાની પર જમાનતની શરતો અને વોરંટ કેન્સલ થયા છે. એક ભારતીય તરીકે ભારતીય રાજનીતિજ્ઞને મળેલી રીલીફ આપણી  જ રીલીફ કહેવાય એવું કહેવાય પણ આખો આ બનાવ આપણને એક વાર ભીતરમાં ઝાંખવા તો જરૂર કહેશે, એ વાત અલગ છે કે વાત સાચી હોય પણ તેનો સ્વીકાર નહીં જ કરીએ પણ ઘરનોકરો માણસ  નથી? એ ફરિયાદ કરે તો એ કોઈ મોટા રાષ્ટ્રનું ષડ્યંત્ર હોય એવું માની લેવું તાર્કિક છે?
એક વાર તો પોતાના માંહ્યલાને પૂછજો  … જુઓ તો ખરા શું જવાબ મળે છે ?
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s