Bela ke phool

मंजिल मंजिल चलना होगा, हाथों में अब हाथ लिये

player_crop_1000x563_92419_14343

ફિલ્મ : હીર રાંઝા
ગીતકાર : કૈફી આઝમી
સંગીતકાર: મદન મોહન
સાલ: 1970

ચેતન આનંદની એક બહેતરીન ફિલ્મ, રાજકુમાર જેવો સશક્ત હીરો ને પ્રિયા રાજવંશ જેવી નબળી હિરોઈન, 1970માં આવેલી ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાનો આગ્રહ ચેતન આનંદે રાખ્યો હતો પણ થોડી ગરબડ એ છે કે આ ૬૦૦ વર્ષ પુરાણી પ્રેમકહાની મૂળ ૨૫૦ વર્ષ પહેલાં લેખકે લખી હતી જેમાં ગામની વાત કરી છે તે તખ્ત હઝારા એ આજનું પાકિસ્તાનના પંજાબનું સરગોધા , અને હીરનું ગામ જંગ આજે પણ ત્યાં હીર રાંઝાની મઝાર છે , રાંઝા બનેલાં રાજકુમારને જોગી વેશમાં યે દુનિયા યે મહેફિલ ગાતાં જોઇને મોટાભાગના ઇન્ડિયન ઓડીયન્સે પંજાબી હિંદુ સ્ટોરી માનેલી જે ખરેખર મુસ્લિમ સ્ટોરી છે અને મૂળ કહાનીમાં ટ્વિસ્ટ પણ ત્યાં જ છે કે ઘણાં મતમતાંતર પ્રમાણે જે સંજોગમાં હીરના નિકાહ બીજાં કોઈક શખ્સ સાથે થાય છે તે શેરીઅત લો પ્રમાણે ગેરકાયદે લેખાવી હીરના સાસરિયાં જ હીરને રાજીખુશી રાંઝા સાથે જવાની હા પાડે છે. ઘણાં પાકિસ્તાની અવતરણો પ્રમાણે એ જ વાત સાચી છે પણ બે દાયકા પછી જન્મેલા વારીસ શાહ જે બુલ્લેશાહના સમકાલીન લેખાય છે એમણે પોતાની જીવણીના થોડા તાર આ આખી કહાનીમાં જોડીને એક કરુણાંતિકાને જન્માવી છે, વારીસ શાહ પોતે ભાગ્ભારી નામની યુવતીના પ્રેમમાં હતા અને જેનો અંત સુખદ નહોતો .એની વે ,  એ સાથે ઝાઝી લેવાદેવા ન રાખીએ તો ફિલ્મના ડાયલોગ્સ અને ગીત સંગીત પર વારી જવાય, ડાયલોગ્સ ખાસ કારણકે કૈફી આઝમીએ તમામ સંવાદ પદ્ય સ્વરૂપે લખ્યા છે . ગીતમાં આ ગીત ખરેખર કેફ ચડાવી દે અને એમાં બાકી હોય તેમ મદન મોહનજી નું સંગીત ….

मेरी दुनियाँ में तुम आयी, क्या क्या अपने साथ लिये
तन की चाँदी, मन का सोना, सपनोंवाली रात लिये

तनहा तनहा, खोया खोया, दिल में दिल की बात लिये
कब से यूँ ही फिरता था मैं अरमां की बारात लिये

ढलका आँचल, फैला काजल, आँखों में ये रात लिये
कैसे जाऊँ सखियों में अब तेरी ये सौगात लिये

सीने की ये धड़कन सुन ले न कोई
हाय हाय हाय देखे ना कोई
ना जाओ, ना जाओ
हटो, हटो, डर लगता हैं
सुनो, सुनो,
डर लगता हैं
दिल में कितनी कलियाँ महकी, कैसे कैसे फूल खिले
नाजूक नाजूक, मीठे मीठे, होठों की खैरात लिये

चाँद से कैसे आँखे मिलाऊँ
बाहों में आओ तुमको बताऊँ
बस भी करो, अब ना डरो, रात हैं ये अपनी

पायल छनके, कंगना खनके, बदली जाये चाल मेरी
मंजिल मंजिल चलना होगा, हाथों में अब हाथ लिये

થોડાં મુખડાં ફિલ્મી ગીતમાં નથી સમાવાયા … તે પણ અહીં છે. અને સાથે ગીત માણવું હોય તો યુટ્યુબની લિન્ક પણ…

मेरी नजर ने हुस्न का जादू जगा दिया
तुझ को सजा के और भी कातिल बना दिया
शरमाती हैं क्यों आज मेरी बाहों में आ के
ले जाऊँगा एक दिन तुझे डोली में बिठा के

डोली से मैं जब उतरूंगी हैरान ना होना
मर जाऊँ ख़ुशी से तो परेशान न होना

दूरी कभी पल भर को गवारा ना करेंगे
गर जी ना सके साथ तो हम साथ मरेंगे

બેલા કે ફૂલ શ્રેણીમાં મનગમતાં ગીતને માણવાની સાથે સહુ સાથે શેર કરવાનો પ્રયત્ન છે , સજેશન અને માહિતીઓ પણ આવકાર્ય છે….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s