Mann Woman

લીલી લીલી આંખોવાળી ચીજ ….

20140429-174748.jpg

એમ મનાય છે કે પતિ-પત્ની સાથે સાથે રહેતાં એકબીજાં જેવાં થતાં જાય છે. સહચર્યનાં સાત વર્ષ પછી આ બદલાવ એટલો બળકટ હોય છે કે પતિ-પત્ની, પતિ-પત્ની ઓછાં ને ભાઈ-બહેન વધુ લાગે છે. આ વાત સ્વભાવથી લઈ રસ, રુચિ, અભિગમ તમામ વાતોમાં લાગુ પડે છે. સામાન્યપણે આ વાત સહચર્ય માણતાં લોકોને લાગુ પડે છે. વિપરીત ધ્રુવ પર જીવતાં લોકોને નહીં.

અલબત્ત, આ વિષય પર વધુ ને વધુ સંશોધનો ચાલ્યાં કરે છે પણ સાધારણ સંજોગોમાં પણ આ વાત અતિ સામાન્ય રીતે જોવા મળે છે. ઉદાહરણોનો તોટો નથી પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હમણાં જોવા મળ્યું, તે છે નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ-જોંગ-ઉનની પત્ની રી સોલ જુનું.

જો યાદ હોય તો આ નોર્થ કોરિયન સુપ્રીમ કમાન્ડર કિમ-જોંગ-ઉન એ વ્યક્તિ છે જેને ગયા ડિસેમ્બરમાં પોતાના કાકાને સજારૃપે દેહાંતદંડ તો ફરમાવ્યો પણ ક્રૂરતાની તમામ સીમા આંટી જાય તેવો. કિમ-જોંગ-ઉને પોતાના કાકાને સજા કરવા માટે તેમને નગ્ન કરી તેમની પર બાર ભૂખ્યા વરૃ જેવાં કૂતરાં છોડી દીધાં હતાં. આ સમાચાર આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયા પછી નોર્થ કોરિયા સરકાર તરફથી સત્તાવાર રીતે અઠવાડિયા પછી ખુલાસો કરાયો હતો કે કિમ જોંગે પોતાના કાકા જંગ સોંગ યેકને કૂતરાં દ્વારા ફાડી કઢાવી મોત નહોતું આપ્યું. બલકે દેશદ્રોહ (ભત્રીજાદ્રોહ વાંચો) માટે તેમને શૂટ કરાયા હતા.

જો ક્રૂરતાની આ સીમા લાગતી હોય તો વિશ્વભરના માનવઅધિકારનાં ખાંડાં ખખડાવનારાંઓએ શું કર્યું તે પૂછશો નહીં. સમરથ કો નહીં દોષ ગુંસાઈ, એ ન્યાયે કિમ-જોંગ-ઉનને ઊની આંચ ન આવી. પણ એ વાતને માંડ ધૂળ વળી ત્યાં ક્રૂર સુપ્રીમોની ક્રૂર પત્નીનું પરાક્રમ દુનિયા સામે આવ્યું. કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જુ નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડી. ઉંમર એની માંડ ચોવીસ વર્ષ. બનવું હતું ગાયિકા પણ ગાયિકા બનવા પહેલાં રાજાને ગમી તે રાણી એ ન્યાયે મિસ્ટિરિયસ વુમન તરીકે રહેલી રીને કિમ જોંગ ૨૦૦૯માં પરણ્યા હતા. જ્યારે લગ્ન થયાં ત્યારે મીડિયાએ રીને સીધીસાદી, નરમ, સંસ્કારી છોકરી લેખી હતી. ૨૦૦૯થી ૨૦૧૪ એટલે કે પાંચ જ વર્ષમાં સીધીસાદી,ડાઉન ટુ અર્થ એવી આ છોકરીએ નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડી તરીકે પોતાના પતિ જેવાં જ મદ અને ક્રૂરતા કેળવી લીધાં. જેનો સૌથી પહેલો ભોગ કોણ બન્યું તે તો જાહેર ન થયું પણ તાજેતરમાં જ નોર્થ કોરિયાની એક સિંગરને ફર્સ્ટ લેડીના કોપના ભોગ બનવું પડયું.

થયું હતું એવું કે નોર્થ કોરિયાના એક તેજસ્વી પોપ ગ્રૂપની વધતી લોકચાહનાને કારણે બેન્ડના તમામ આર્િટસ્ટને ભારે માનપાન મળવાં લાગ્યાં હતાં. આ ગ્રૂપની સૌથી નાની આર્િટસ્ટ હતી રુ. માત્ર અઢાર વર્ષની છોકરી. એની લોકપ્રિયતા સૌથી વધુ હતી અને સૌથી કમનસીબ વાત તો એ થઈ કે સુપ્રીમો કિમ જોંગ ઉનને પણ આ આર્િટસ્ટ ભારે પ્રભાવિત કરી ગઈ. બસ, થઈ રહ્યું રાજાની કૃપાદૃષ્ટિ ને રાણીની કોપદૃષ્ટિ.
ચોવીસ વર્ષની ઉંમરે કોઈની ઈર્ષા આવી ભડકે બળી શકે? તે પ્રશ્ન આ રી-સોલ-જુને જોઈને જરૃર થાય. એણે પોતાના પતિને આર્કિષત કરી શકેલી રુને સજા ફરમાવવાનો નિર્ણય કરી લીધો ને એને પાંચ વર્ષ માટે કોન્સન્ટ્રેશન કેમ્પ (જેલ)માં મોકલી આપી. રુનો ગુનો હતો સુપ્રીમોનું ધ્યાન ખેંચાય તેવું સુંદર ગાવાનો.

હવે એવી ચર્ચા ચાલી છે કે ૧૮ વર્ષની રુ, ફર્સ્ટ લેડી રીની સ્પર્ધામાં હતી. પણ એ પૂર્વે કિમ-જોંગ-ઉને નોર્થ કોરિયામાં નં.૨ પોઝિશન પર રહેલા કાકાને કૂતરાં દ્વારા ફાડી નખાવેલા તેની સાથે સંબંધ ધરાવતી હતી. એટલે કે રાષ્ટ્રદ્રોહી… પોતાના જાતને સાચી પુરવાર કરવા માટે ક્યારેક લોકો ગધેડાને તાવ આવે તેવી વાતો કરતાં હોય છે તેનો આ ઉત્તમ નમુનો.

વાત નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડીની હોય કે અમેરિકાની ફર્સ્ટ લેડીની. તાજેતરમાં જ્યારે અમેરિકન પ્રેસિડેન્ટ અન્ય મહિલા રાજદ્વારીઓ સાથે શેલ્ફી ખેંચતા હતા ત્યારે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાના હાવભાવ વિશ્વભરનાં અખબારની સુરખી બન્યા હતા, પરંતુ ઈર્ષા ગમે તેવી હોય તેની પર કાબૂ એક સામાન્ય વાત છે. સત્તાનો અતિરેક મગજ કઈ રીતે ફટવી શકે તેનું ઉદાહરણ રી સોલ જુએ પૂરું પાડયું છે.

વાત ફર્સ્ટ લેડીઝની હોય કે રસ્તે માલસામાન વેચતી કોમની બહેનોની. ઈર્ષા, અસૂયા ચીજ જ એવી છે જેનાથી કોઈ વ્યક્તિ પર નથી હોતી.

એ અભણ હોય, શિક્ષિત હોય, એ પૈસાપાત્ર હોય, ગરીબ હોય, એ સુંદરી હોય કે કુરૃપા. કોઈ પણ સ્ત્રી આ ચીજથી મુક્ત નથી હોતી. અલબત્ત, દરેક સ્ત્રી આ વાત સાથે અસહમત જ હોવાની. પણ, જરા પોતાની ત્વચા ખોતરીને પ્રામાણિકતાથી જુએ તો વાત પુરવાર થઈ જ જાય. આ વાત માત્ર સ્ત્રીઓને લાગુ પડે એવું પણ નહીં, પરંતુ પુરુષોમાં અપવાદરૃપ ઘણાં હોય. પ્રકૃતિવશ પુરુષોનો સ્વભાવ સ્ત્રી સ્વભાવથી જુદો પડે છે. પણ સ્ત્રી એટલે સ્ત્રી, જો તેમાં ઈર્ષા નામનું તત્ત્વ સમૂળગું હોય જ નહીં તો તેના જેનેટિક બંધારણમાં ગરબડ છે તેવું અચૂક માની લેવું.

ઉનકી સાડી મેરી કમીઝ સે સફેદ કૈસેથી લઈ સંતાનોના અભ્યાસ, પતિદેવોને પગાર, લાઇફસ્ટાઇલ સુધી તમામ વાતોમાં બે સ્ત્રી દ્વારા સરખામણી ને દેખાદેખી ન થાય તો જ નવાઈ. આ તો થઈ માનવીય સ્વભાવની મર્યાદા. આ થોડે વત્તેઓછે અંશે સ્વીકાર્ય. પણ આ ઈર્ષાની આગ જ્યારે ભડભડ થઈને તમામ સીમા વટાવી દે તેને એક પ્રકારનો મનોરોગ કહેવાય કે નહીં ?

છેલ્લે છેલ્લે : ઈર્ષા એક પ્રકારનું માનસિક કેન્સર છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s