Mann Woman, WOW ( world of woman)

ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જા….

image

ફક્ત કલ્પના કરો કે એક પત્ની પોતાના પતિને સુખદ્ આશ્ચર્યનો ઝટકો આપવા ચોરીછૂપીથી કાર ડ્રાઇવ કરતાં શીખે, ડ્રાઇવિંગ કરતી હોય તેવો ફોટોગ્રાફ વોટ્સએપ પર મોકલે તો પતિના રિએક્શન શું હોય?
image

એ મોઢું વકાસી રહે? તેની આંખ વિશ્વાસ ન થતો હોય તેમ ફાટી જાય? તેના મોઢેથી વાહ સરી પડે? કે અરે! એવો ઉદ્ગાર કરી રહી જાય? કે પછી ઓત્તારીની… કહી મુક્તમને પત્નીના આ પરાક્રમને વધાવી લે!

જો તમે આમાંથી કોઈક એક વિકલ્પ ધારી લીધો હોય તો હવે કહીએ કે ના. આ તમામ સિવાયના વિકલ્પ પણ હોઈ શકે છે. ને તે છે ફોટોગ્રાફ જોઈને બીજી જ ક્ષણે છૂટાછેડા. તલાક, તલાક, તલાક. આ વાત કપોળકલ્પિત કે હાસ્યાસ્પદ ગપ્પાં લાગે પણ છે નહીં. વાસ્તવિકતા છે.

સાઉદી અરેબિયામાં ઘટેલી આ વાત, ગયા જ મહિનાની છે. જે ત્યાંનાં સ્થાનિક પ્રચાર માધ્યમોમાં વાવાઝોડું સર્જી ગઈ. સાઉદી અરેબિયામાં મહિલાઓ કાર ડ્રાઇવ ન કરી શકે તેવો પ્રતિબંધ આજે પણ અસ્તિત્વમાં છે. જે ત્યાંની આધુનિક નારીઓને ભારે ખટકે છે. એવી જ કોઈ યુવાન પત્નીએ પોતાના પતિના પ્રેમ સામે આવાં ફિતૂર કંઈ કારગત નહીં નીવડે તેમ માની પોતે કાર ડ્રાઇવ કરે છે તે ફોટોગ્રાફ ક્લિક કરી મોકલ્યો ને પતી વાત. જે પતિ પોતાને પ્રાણથી અધિક ચાહે છે તેવું માનનારી પત્નીનો મોહભંગ થયો પતિની ડિવોર્સ નોટિસથી, કારણ કે એ નોટિસમાં દર્શાવ્યા પ્રમાણે પ્રેમ કરતાં વધુ મહત્ત્વનું છે સામાજિક બંધન. પોતાની પ્યારી પત્નીએ થ્રિલ માટે, ક્ષણિક આનંદ માટે આમ ડ્રાઇવિંગ કરી સામાજિક પરિસ્થિતિને ડહોળવાનો અપવિત્ર પ્રયાસ કર્યો હોવાથી તેને છૂટાછેડા આપ્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. હા, એ નોટિસમાં એમ પણ ઉલ્લેખ થયો હતો કે આ પતિદેવ તેમની પત્નીને એટલો પ્રેમ કરે છે કે તેની ખરાબ હરકત જાણવા છતાં તેની મારપીટ કરી નથી.

જો આ કિસ્સો વાંચીને હતપ્રભ થઈ ગયા હો તો થોભો. આ વાત સાઉદી અરેબિયાની છે, રૃઢિચુસ્ત મુસ્લિમ દેશની એટલે ત્યાં આવું બધું થાય બાકી તો દુનિયા ક્યાંથી ક્યાં આગળ વધી ગઈ છે અને ખાસ કરીને પશ્ચિમી વિશ્વમાં હરણફાળ તો કેવી જબ્બર છે તેવો ખ્યાલ ધરાવતા હોય તો એ વાત પણ સાવ સાચી નથી. છેલ્લા છ મહિનાના સમાચાર પર નજર નાખશો તો લાગશે કે એક તરફ માર્ચ મહિનામાં ઊજવાતાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનનાં ડિમ ડિમ ભલે જોરશોરથી વાગતાં હોય પણ દુનિયાભરમાં સ્ત્રીઓની સ્થિતિ ઓછેવત્તે અંશે સરખી જ છે. એ પછી સાઉદી અરેબિયા હોય કે પછી આફ્રિકાના અંધારિયા દેશ કે પછી યુરોપના કોઈ નાના, છેવાડાના દેશ.

એ વાત અલગ છે કે પ્રચારમાધ્યમનું ધ્યાન માત્ર ને માત્ર સ્ત્રીઓના અચિવમેન્ટ પર હોય છે ને તેમના શોષણ પર નહીં. બાકી હોય તેમ છેલ્લા થોડાં મહિનાથી ભારતભરમાં સમય થંભી ગયો હતો. ટીવી, અખબાર, મેગેઝિન્સ, રોડ પરનાં ર્હોિંડગ, પાનના ગલ્લા કે બ્યુટીપાર્લર, ક્લબ કે મહિલા મંડળ… જ્યાં જુઓ તો એકની એક જ ચર્ચા,ચૂંટણી… ચૂટણી… ચૂંટણી… એટલે સદા હાથવગો રહેતો મોબાઇલ ને વોટ્સએપ પર પણ એનું એ જ. એ દરમિયાન દુનિયામાં તો એ જ ઉથલપાથલ ચાલતી રહી હતી. જેને કદાચ સરેરાશ ભારતીય જોવાનું વિસરી ગયા.

વૈશ્વિક સ્તરે ભૂકંપ જેવી પરિસ્થિતિ દેખી-અણદેખી કરી દેવાય તો વિશ્વના દેશોમાં સ્ત્રી પર થતાં અત્યાચારના અમાનવીય કિસ્સાની નોંધ તો કઈ રીતે લેવાય? સાઉદી અરેબિયામાં એક પતિએ પ્રેમાળ પત્નીને દંડરૃપે છૂટાછેડા આપી દીધા તે વાતને હળવી ગણાવે તેવી અમાનવીય વાત તો બ્રાઝિલમાં અખબારોએ લેવી પડી હતી.

વાત એટલી હતી કે બ્રાઝિલના ગૌરૃજા સિટીની એક ગૃહિણીને ઉશ્કેરાયેલાં ટોળાંએ પથ્થર મારીમારીને લોહીલુહાણ કરી ઉપર પહોંચાડી દીધી, કારણ? કારણ હતું કે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ પર ચોક્કસ લોકોએ આ સ્ત્રી ડાકણ છે અને બાળકોને ઉઠાવી જઈ આરોગી જાય છે તેવી વાત વહેતી મૂકી હતી.
image

એ વાત હકીકત છે કે આ શહેરમાં બાળકોના અપહરણના બનાવ ખૂબ મોટા પાયે બને છે. જે પાછળનું કારણ તાંત્રિક વિધિમાં અપાતો ભોગ, બલિદાન,કાળા જાદુ-ટોના માટે થાય છે તેવું ત્યાંના લોકો માને છે. હવે કોઈક સળી કરનારે, પોતાની દુશ્મનાવટ કાઢવા આ સ્ત્રી એ કામ કરે છે તેવું ફેસબુક પર લખ્યું અને થઈ ગયું રમખાણ. ન પોલીસ, ન કોર્ટ, ન ન્યાય, ન સત્ય. ફેસબુક પર ધડમાથાં વિનાની આ વાતને સાચી સમજીને થોડાં ઉશ્કેરાયેલાં, હુલ્લડ કરવા હંમેશ ઉત્સાહીઓનું ટોળું પહોંચ્યું આ મહિલાના ઘરે,વાળ પકડી બહાર ખેંચી કાઢી. ન કોઈએ તેની કોઈ એક વાત કાને ધરી, ન તેનો કોઈ ચિત્કાર કોઈને સમજાયો.

એ સ્ત્રી જ ડાકણ જ હશે તેનો પુરાવો માત્ર એટલો જ કે એ સંતાનવિહીન હતી!

એકવીસમી સદીમાં જ્યારે દુનિયા પ્રવેશી રહી હોય ત્યારે આ પ્રકારના વ્યવહાર?

ડ્રાઇવિંગ કરવા માટે છૂટાછેડા, સંતાનવિહીન હોવાથી બીજા વિવાદ, સંતાન થતું ન હોવાથી એ વ્યક્તિ કાળા જાદુ-ટોના કરતી જ હશે તેવી માન્યતા. આ કઈ સદીનો અંધકાર છે?

જ્યારે શિક્ષણનો ઉજાસ નહોતો ત્યારે આજથી લગભગ સાતસો વર્ષ પૂર્વે આ કહેવાતાં ડાકણ, ‘વીચ’, મેલીવિદ્યા કરનારાઓને પથ્થર મારીને, જીવતાં સળગાવીને મોતને ઘાટ ઉતારવાનો રિવાજ મૂળભૂત રીતે યુરોપિયન દેશોનો છે. જે હવે આફ્રિકાથી લઈ એશિયા સુધી, ભારતનાં નાનાં નાનાં ગામમાં ફેલાયો છે. એમાં કોઈ ફરક પડયો નથી. એ વાત જુદી છે કે શિક્ષણના ઉદ્ભવથી પશ્ચિમી દેશોમાં પરિસ્થિતિ ખાસ્સી સુધરી ગઈ અને ઈ.સ. ૧૭૦૦ પછી આવા બનાવોની સંખ્યા નગણ્ય જેવી થઈ ગઈ. એમાં

પણ આ અત્યાચારોમાં સૌથી વધુ કોઈનો ભોગ લેવાતો હોય તો તે સ્ત્રીઓ છે.

આજે પણ ભારત, પાકિસ્તાન, અરબી દેશો, આફ્રિકાના દેશો અને યુરોપના ગરીબ દેશોમાં જ્યાં આવા વહેમ ને અંધકાર પ્રવર્તે છે ત્યાં આ તમામ કાળા જાદુ ને ટુચકા કરનાર સ્ત્રી જ હોય છે

તેમ માની લેવાય છે અને બાળકનું અપહરણ હોય કે તંત્રમંત્રની કોઈની નિશાની, ગુનેગાર માત્ર સ્ત્રીને જ લેખાવી તેને જ શિક્ષા થાય છે.

અલબત્ત, ભારતમાં તાંત્રિકો પર પણ કડક હાથે કામ લેવાતું હોય તેવા છૂટાછવાયા દાખલા જ્યારે અખબારમાં છપાય, જાણવા મળે છે, પરંતુ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં સ્ત્રીઓને અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવાય તેને છાવરવા એક જ કારણ આપી દેવાય છે, કાળો જાદુ કરનાર ડાકણ હતી એ… છોકરાં ભરખી જતી હતી…

જો આ મરનારની સ્ત્રીઓની કુંડળી ખોલાય તો સાચાં કારણ તરત જ જડી જાય. સાચાં કારણમાં મોટાભાગે એ હોેય કે એ સ્ત્રી પુરુષ વિના એકલી જ જીવતી હોય છે. ક્યાં તો વિધવા હોય, ત્યક્તા હોય, ખૂબ વૃદ્ધ હોય તો મિલકત માટે, યુવાન હોય તો હવસખોર પુરુષના હાથમાં ન આવતી એકલી સ્ત્રીઓ ‘ડાકણ’ની પદવી પામી કઈ રીતે રહેંસાઈ જાય છે તેનો પણ એક સવિસ્તર અહેવાલ રાજ્ય સરકારોએ બનાવવાની જરૃર છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s