Mann Woman

જે પોષતું તે મારતું !!

સગીર વયનાં બાળકોની, વિશેષતમ કિશોરીઓની જાતીય સતામણી રોકવા માટે કાયદા હોવા છતાં તેની ખાસ અસર જોવા મળતી નથી, તેનંુ કારણ છે તે વિષે પ્રવર્તતી અજ્ઞાાનતા. જે સતામણી અબોર્શનથી લઈ કમોતના માટે આ કિશોરીઓને મજબૂર કરે છે
સગીર વયનાં બાળકોની, વિશેષતમ કિશોરીઓની જાતીય સતામણી રોકવા માટે કાયદા હોવા છતાં તેની ખાસ અસર જોવા મળથોડા મહિનાઓ પૂર્વેની વાત છે. પૂણેની એક સ્કૂલમાં સગીર વયની કિશોરી પર થયેલાં દુષ્કર્મની ગુસપુસ ચર્ચામાં હતી. અલબત્ત, કોઈને ખબર નહોતી કે ભોગ બનેલી કિશોરી કોણ હતી અને અત્યાચારી શખ્સ કોણ? થોડા સમયમાં તો એ ચણભણ ઠંડી પણ પડવા માંડી પણ એક બિનસરકારી સંસ્થા જે બાળહિતમાં કામ કરતી હતી તેના સંચાલકને આ વાત પરેશાન કરતી રહી. નવાઈની વાત એ હતી કે આ એનજીઓને નિયમિત રીતે કોઈક વ્યક્તિ માહિતી આપતી રહી કે આ સ્કૂલમાં દર થોડા સમયાંતરે આવી અમાનવીય ઘટના બને છે પણ પ્રકાશમાં આવ્યા વિના દબાઈ જાય છે.

આટલી બેદરકારી સ્કૂલના સંચાલકોની? કે તે આખી વાત પર અફ્વા કહી પડદો નાખી દેવાય?

પેલાં એનજીઓના કાર્યકર્તાઓની ઊંઘ હરામ થઈ ગઈ. હવે આ પ્રકરણના તળ સુધી પહોંચવું જરૂરી હતું, એટલે સંસ્થાએ એક ફરિયાદપેટી સ્કૂલમાં જ મૂકી કે, પોતાની ઓળખ ગોપિત રાખીને વિદ્યાર્થી માહિતી આપી શકે છે. જોવાની ખૂબી તો એ હતી કે સ્કૂલના સંચાલકોને આ વાતની જાણ પણ નહોતી.

આ કમ્પ્લેન્ટ બોક્સમાં કદાચ કોઈ પ્રતિસાદ નહીં આવે છતાં એક ચાન્સ લેવા મુકાયું. હવે સ્તબ્ધ થઈ જવાનો વારો એનજીઓના સંચાલકોનો હતો. તેમના આશ્ચર્ય વચ્ચે ફરિયાદપેટીમાં ફરિયાદોના ઢગલા થઈ ગયા. જેમાંથી તારતમ્ય નીકળ્યું કે સ્કૂલબસનો અટેન્ડન્ટ આ આખી ઘટનાનો વિલન હતો. નાની કિશોરીઓને ડરાવી, ધમકાવી, ફોસલાવી પોતાની હવસનો શિકાર બનાવી કોઈને કહી દીધું તો…કહી ધમકી આપતો હતો. જે વાતની જાણ સ્કૂલના સંચાલકોને પણ નહોતી. એનજીઓના સંચાલકે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી અને પોલીસે ઁર્ંજીર્ઝ્રં હેઠળ કાર્યવાહી કરી જરૂરી પગલાંરૂપે બસ અટેન્ડન્ટને ઝબ્બે કર્યો ત્યારે આ આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિઝ (પોસ્કો) અમલી બન્યો છે છેલ્લાં બે વર્ષથી પણ આટલો લાઇમલાઇટમાં આવ્યો તાજેતરમાં જ, જ્યારે ૧૮ વર્ષની બાળકી ગર્ભપાત કરાવવા જાય ત્યારે પોલીસને જાણ કરવી ડોક્ટરો, ક્લિનિક માટે ફરજિયાત બનાવાઈ ત્યારે…

અઢાર વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી કિશોરી અવસ્થામાં ગણાય છે. જેની સાથે જાતીય સંબંધ, શોષણ, તેને ભોળવવાનો,બહેકાવવાના પ્રયાસરૂપે થતી હરકતો માટે આરોપીને સાણસામાં લઈ શકાય છે અને તેની જમા બાજુ એ છે કે તેમાં કાર્યવાહી અત્યાચારનો ભોગ બનેલી કિશોરીઓ કે બાળકોને સામાન્ય રીતે બળાત્કારનો ભોગ પીડિતાને ગુજરવું પડે છે તેવી ક્રૂર પૂછપરછમાંથી પસાર થવું પડતું નથી.

આખા વિશ્વમાં સૌથી વધુ બાળકો એટલે કે સૌથી નાની ઉંમરના ઊગીને ઊભા થતાં નાગરિક વસ્તી ધરાવનાર રાષ્ટ્ર જો કોઈ હોય તો એ છે ભારત. આપણી કુલ વસ્તીમાં ૪૨% વસ્તી માત્ર બાળકોની (૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં) છે. જેને એક ખૂબ સારી વાત લેખાય છે કે રાષ્ટ્ર પાસે આટલી મોટી સંખ્યામાં યુવાધન હોય અને સાથે સાથે આ જ વાત સાથે જોડાયેલી એક કાળી બાજુ એ છે આ બાળકોના શારીરિક શોષણની.

નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડાઓ પ્રમાણે આપણે ત્યાં ચાઇલ્ડ અબ્યુઝ એટલે કે બાળકો સાથે થતાં દુરાચારના આંકમાં વર્ષોવર્ષ ઉછાળો જ આવતો રહે છે. છેલ્લાં બે-ચાર વર્ષનું જ ચિત્ર જોઈએ તો ૨૦૧૦-૧૧ની સાલમાં ખાનગી ક્લિનિકમાં લગભગ ૨૩૦૦૦ ગર્ભપાતના કેસ નોંધાયા હતા જે ૨૦૧૨-૧૩માં ૨૬૦૦૦ થઈ ગયા અને ૨૦૧૩-૧૪ વર્ષ તો હજી ચાલી રહ્યું છે, પૂરું થવામાં પૂરાં છ મહિના બાકી છે ત્યારે આ આંકડો અત્યારે જ ૩૦,૦૦૦ પર છે. અલબત્ત, આ આંકડા કુંવારી યુવતીઓ, પરિણીત મહિલાઓ તથા અત્યાચારનો ભોગ બનેલી કિશોરીઓનો સહિયારો છે પણ એ આખી વાતના તળ સુધી પહોંચવા જ, બાળકીઓ, કિશોરી પર થતાં અત્યાચાર પર રોક લગાવવા હવે નિયંત્રણો સખત થઈ રહ્યાં છે. જે પૈકી અઢાર વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓ, ષોડશીઓ અબોર્શન માટે જાય તો તેની સંપૂર્ણ વિગત એ ખાનગી ક્લિનિકે, ર્નિંસગ હોમે સ્થાનિક પોલીસને આપવાની રહેશે. જેથી આ કિશોરીઓને બહેલાવી, ફોસલાવી, લલચાવીને કે પછી ડરાવી-ધમકાવી શારીરિક સંબંધ બાંધનાર વ્યક્તિ સામે કડક હાથે કાનૂની કાર્યવાહી કરીને શિક્ષાત્મક પગલાંરૂપે સજા કરી શકે.

જોવાની ખૂબી એ છે કે સામાન્યપણે આવાં પગલાં પહેલી નજરે આવકારદાયક જ લાગે. આખરે આખી કવાયત બાળકીઓનું અત્યાચારથી રક્ષણ કરવાનું છે, પરંતુ આ નિવેદન બહાર પડતાં જ તેની પર વાદ-વિવાદ શરૂ થઈ ગયા છે, જે સાવ વજૂદ વિનાના પણ નથી.

આજની તારીખે સૌથી વધુ ગર્ભપાત ખાનગી ક્લિનિક, ર્નિંસગહોમમાં થાય છે. સરકારી હોસ્પિટલમાં દર સસ્તાં હોવા છતાં ત્યાં જનારી મહિલાઓ મોટેભાગે લો ઇન્કમ ગ્રૂપ અને પરિણીત હોય છે. કારણ સાફ છે, ત્યાં જણાવવી પડતી વિગતો. ખાનગી ક્લિનિકો આ જ કારણસર ટંકશાળ પાડે છે, કારણ કે ગર્ભપાત કરાવનારની ઓળખ ગુપ્ત રહે છે. જો આ સુરક્ષા, સલામતી માટે પણ વાત પોલીસ સુધી પહોંચે તો કુંવારી મા બનનાર છોકરીની ઓળખ ગોપિત ન રહી શકે એ સૌથી મોટી સમસ્યા છે અને એ જ વાત સંખ્યાબંધ દૂષણની જન્મોત્રી બની શકે છે.

૧૯૭૨ની સાલ પૂર્વે આ જ સિનારિયો હતો. ભારતમાં ગર્ભપાત કરાવવો એ ગેરકાયદેસર, ગુનાઈત કૃત્ય મનાતું હતું. પણ તેથી ગર્ભપાત થતાં અટક્યા નહોતા. બલકે તે વખતે કદાચ સૌથી વધુ અસુરક્ષિત રીતે, ઉંટવૈદ્યો દ્વારા, દાયણો દ્વારા કે પછી અણઘડ,ડિગ્રી વિનાના કહેવાતાં ડોક્ટરો આ અબોર્શનની દુકાન બેરોકટોક ચલાવતાં જ હતા, પણ ચોરીછૂપીથી. જેને પરિણામે સૌથી મોટો ભય રહેતો ગર્ભવતી મહિલા કે છોકરી, યુવતીનું મૃત્યુ. એ વખતે આ પરિસ્થિતિ સુધારી શકે તેવું એકમાત્ર પગલું હતું સુરક્ષિત ગર્ભપાત માટેની ચેનલ ઓપન કરવાનું. જેથી સ્ત્રીઓએ આમ અણઘડ ડોક્ટરોને હાથે કમોતે મરવું ન પડે. જો કે ૧૯૭૨માં ગર્ભપાત કાયદેસર કરી નાખવાથી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તેવું પણ નથી છતાં એમાં ફરક ખરેખર પડયો છે. તેમ છતાં જો બિનસત્તાવાર આંકડાઓ ધ્યાનમાં લઇએ તો ગ્રામીણ ભારતમાં ગર્ભપાતના કારણે મરનાર સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઊંચું છે. સરકારી આંકડાઓની જ વાત કરીએ તો દેશમાં લગભગ (ર્વાિષક) ૩૦ લાખથી વધુ ગર્ભપાતના કેસ હોય છે. (આ ફક્ત નોંધાયેલા કેસની વાત છે, ઉંટવૈદ્યો કે દાયણો દ્વારા, પિલ્સથી થતાં ગર્ભપાતની નહીં) જેમાં દર બે કલાકે એક સ્ત્રીનું મૃત્યુ થાય છે.

મેડિકલ ક્ષેત્રે સક્રિય જૂથો એવું માને છે કે સગીર વયની છોકરીઓની સલામતીનો કાયદો છે સારો પણ આ આખી વાત ફરી ૧૯૭૧ પૂર્વેની પરિસ્થિતિમાં આપણને લઈ જશે. ખાનગી ક્લિનિક અને ર્નિંસગ હોમમાં જો ઓળખ ખાનગી ન રહેવાની હોય તો શોષણનો કે ભૂલનો ભોગ બનેલી છોકરીઓ નામ,ઓળખ છુપાવવા માટે ઉંટવૈદો કે રાતોરાત બિલાડીના ટોપની જેમ ફૂટતાં ને પોલીસ કાર્યવાહી થતાં ધરતીમાં સમાઈ જાય તેવાં ગેરકાયદેસર, અસ્વચ્છ, અસલામત ક્લિનિકોમાં જતી થશે તો સલામતીનું સમાધાન શોધવાનો પ્રયાસ બૂમરેંગ થવાનો છે.

તો આખરે આ સમસ્યાનું સમાધાન ક્યાં છે?

કદાચ આ ઓપિનિયન સુધારાવાદીઓને, મુક્ત આચાર-વિચારસરણીવાળાઓને આઉટડેટેડ અને હાસ્યાસ્પદ લાગે પણ સમાધાન છે વેલ્યૂ સિસ્ટમમાં, બાળકોનો તંદુરસ્ત ઉછેર, તેમને આવી કોઈ લાલચ, ધમકી, કુતૂહલતા, વશ ન કરી શકે તેવું વાતાવરણ, તેવો સંબંધ વિકસાવવામાં. પહેલાં કહેવાતું હતું કે પુત્ર જ્યારે યુવાન થાય ત્યારે તેની સાથે મિત્ર જેવું વર્તન કરવું જોઈએ. હવે આ યુવાની સોળ-સત્તર વર્ષે નહીં બાર અને તેર વર્ષે ફુલ જોરમાં આવી જાય છે. માત્ર બાળકો સાથે નિખાલસ મિત્રતાની બારી ખુલ્લી રાખવાથી ઘણી સમસ્યા સર્જાવા પૂર્વે જ ઉકલી જશે.

છેલ્લે છેલ્લેઃ
બાળકોને શું વિચારવું એ શીખવવાને બદલે શા માટે વિચારવું એ શીખવવું જરૂરી છે.તી નથી, તેનંુ કારણ છે તે વિષે પ્રવર્તતી અજ્ઞાાનતા. જે સતામણી અબોર્શનથી લઈ કમોતના માટે આ કિશોરીઓને મજબૂર કરે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s