musafir hun yaaro, travel

આ તે રૂનાં કિલ્લા કે સ્વર્ગના ઝરૂખા?

pama

થોડાં સમય પહેલાં મિત્રે મોકલેલી ચેઈન મેઈલમાં દુનિયાની મોસ્ટ ફેસિનેટીંગ લેખાતાં ખૂબસૂરત લોકેશનના ફોટોગ્રાફ્સ હતા. જેમાં નોર્થ પોલ પર થતી અદભૂત કુદરતી પ્રકાશવર્ષાથી લઇ નોર્વેના મધ્યરાત્રીએ પ્રકાશમાન સૂર્ય શામેલ હતા. એક ધ્યાન ખેંચે એવું પિક્ચર હતું રૂની અટારીઓ હોય તેવી હારમાળાનું.એ ફોટોગ્રાફ ન જોયો હોય તો એની કરામત સમજાવી મુશ્કેલ છે.
પર્વત પર ઉતરતાં ઢાળ પર છીછરી રકાબી જેવી અટારીઓ, તે પણ જાણે કે બરફથી કવર થઇ હોય તેમ અને એમાં ભરાયેલું છલોછલ નીલરંગી પાણી જાણે આકાશના ટુકડાં ચોસલાં પાડી ગોઠવ્યાં હોય તેમ જ.
આ અદભૂત ચિત્ર નીચે ઉલ્લેખાયેલી વિગત હતી માત્ર એક લીટીની.
કોટન કાસલ , પામુક્કાલે , ટર્કી
.
આ પિક્ચર જોઇને ત્યાં એક વાર જવું એવો વિચાર આવેલો પણ એવો કૈંક જોરદાર નહીં કે તરત પ્લાનિંગ શરુ કરવું, બલકે એવો વિચાર ખરો કે વિશલીસ્ટમાં આ પ્લેસ પણ ટોપ બાદાન પર મૂકવા યોગ્ય ખરી. ત્યારે લગીરે ખ્યાલ નહીં કે આ પ્લાન આટલો જલ્દી એકશનમાં આવી જશે , એટલે જ જયારે ટર્કીની ટુર પ્લાન કરતી હતી ત્યારે ઇસ્તંબુલ સાથે કોટન કાસલ યાદ આવ્યું પણ એનું મૂળ નામ શું એ તો વિસરાઈ ચૂકેલુ. સ્મરણમાં હતી માત્ર સ્ક્રીન પર જોયેલી ઈમેજ.પણ, આપણો SRK કહે છે ને કે કહેતે હૈ અગર કિસી ચીજ કો અગર દિલ સે ચાહો તો સારી કાયનાત તુમ્હેં ઉસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ…. એવું જ કૈંક થયું,ટર્કીની બ્રીફ આઈટેનરીમાં કોટન કાસલ દર્શન આપવા હોય તેમ ડોકાયાં . અલબત્ત, ટર્કીમા આ ઉપરાંત ઘણાં બધાં ટુરિસ્ટ અટ્રેકશન છે જ પણ મારે માટે એ સૌથી મોટી હાઈલાઈટ હતું એટલે સૌથી પહેલી વાત આ પામુક્કાલે એટલે કે રૂનાં કિલ્લાની.

ટર્કી મુસ્લિમ રાષ્ટ્ર ખરું પણ સામાન્યપણે મુસ્લિમ દેશોમાં પ્રવર્તતી બંધિયાર રીતિથી મુક્ત લાગ્યું. વળી અમે પહોંચ્યા ત્યારે મહિનો ચાલે રમઝાન, છતાં એવી કોઈ સમસ્યા ન નડી પણ સમસ્યા જેવું કોઈ પરિબળ હોય તો તે હતી ગરમી.38 ડિગ્રી સેન્ટીગ્રેડ .
પામુકકાલે જવવા માટે અમારે ઈસ્તંબુલથી દોઢ કલાકની ફ્લાઈટ લઇ પહોંચવાનું હતું ડેનીઝ્લી, એરપોર્ટ પરથી પામુક્કાલે જવા માટે મીની બસ, પ્રાઇવેટ કાર , શટલ હોય છે. જો એડવાન્સમાં ટ્રાવેલ અરેન્જમેન્ટ ન થઇ શકી હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ એટલે પ્રાઇવેટ ધોરણે ચાલતી શટલ બસ પણ ખરી.
ડેનીઝ્લી એરપોર્ટ એકદમ નાનું છે.ચારે બાજુ ડુંગરાળ પ્રદેશ અને વહેલી સવારની કડક માદક ઠંડક, તમને લાગે કે લદાખપ્રદેશમાં ફરી રહ્યા છો. એરપોર્ટ પર આમ તો રોજ ત્રણ એર લાઇન્સ એક એક ફ્લાઈટ જ ઓપરેટ કરે છે તે પણ માત્ર સવારે, એ ટ્રાફિક પતી જાય તો એરપોર્ટની બહાર તમને ઉડતી ચકલીઓ સિવાય કોઈ જીવંત ચીજ જોવા ન મળે.
અમારી ફ્લાઈટ સવારે લેન્ડ થઇ. અમે ધાર્યું હતું કે લેન્ડ અરેન્જ્મેન્ટ યોગ્યપણે થઇ જ હશે.એટલે સવારના સાડા આઠ નવ સુધીમાં તો ટેરેસ લેક પર હિલ્લોળા લેતાં હોઈશું, પણ અમારી આશા પર ભીનું પોતું ફરી જતું હોય એમ અમને રીસીવ કરવા કોઈ આવ્યું હોય તેવું દેખાયું નહીં. બે પાંચ દસ પ્રાઇવેટ કારનાં પ્રવાસીઓ તો તરત ઈતરતીતર થઇ ગયા. બાકી રહ્યાં જે થોડા એ બધાં સ્થાનિક લાગતાં હતાં, તેમણે થોડે દૂર ઉભી રહેલી બસમાં પોતાની ગોઠવણ કરવા માંડી , જે કોઈ પ્રાઇવેટ ધોરણે ચાલતી વ્યવસ્થા હશે તેવી અટકળ થઇ શકતી હતી. અમારી લેન્ડ અરેન્જમેન્ટ કરનાર ટ્રાવેલ કંપનીના પ્રતિનિધિઓની કદાચ આંખો પણ ન ખુલી હશે અને અમે તેમને ફોન કરી કરી પરેશાન કરી મૂક્યા. અમને ડર હતો કે જો પેલી ખાનગી બસ રવાના થઇ ગઈ તો એરપોર્ટ પર એકલાં રહી જઈશું અમે અને પેલી ધીંગામસ્તી કરતી ઉડાઉડ કરતી ચકલીઓ ….. ફાઈનલી અમને કહેવામાં આવ્યું કે અમને રીસીવ કરવા આવનારી કાર બ્રેકડાઉન થઇ છે એટલે અમારે પેલી બસમાં બેસી પામુક્કલે પહોંચી જવું. આ પામાક્કુલે એ પેલી અફલાતૂન અટારીઓનું બેઝ સ્ટેશન, અને હા એકદમ નાનું ગામ પણ સહેલાણીથી ઉભરાતું છતાં માહોલ આપણાં મહાબળેશ્વર માથેરાન જેવો ઘોંઘાટીયો કે હતાશાજનક હરગીઝ નહી.મોટાભાગની હોટેલ હાઉસ સ્ટે જેવી અરેન્જમેન્ટ , બહુ સારી કહેવાય એવી હોટેલો એટલે ટુ સ્ટાર જેવી પણ એકદમ ચોખ્ખીચણાક નાની નાની બુટીક હોટેલની કેટેગરીમાં આવે તેવી . ત્યાંથી બાય કાર પેલી અટારીઓ પર પહોંચવાનું .જે ઘેરાયેલી છે સેકન્ડ સેન્ચ્યુરી બી સી માં વસેલાં નગરના અવશેષો વચ્ચે .
કોટન કાસલ માટે બેસ્ટ સમય છે સવારનો કે પછી ઢળતી સાંજનો પણ અમે બીજાની ભૂલનો ભોગ બન્યા હતા છતાં કોઈ વિકલ્પ ન બચ્યો હોવાથી અમારે તો ભરબપોરે પેલી સ્વપ્ન અટારીની મુલાકાત લેવી પડી.ફોટોગ્રાફમાં જોયેલી , મનોમન કરેલી કલ્પનાનો રકાસ કેવો થઇ શકે એ અનુભવ અમે કર્યો . ભરબપોરે અમે પહોંચ્યા હિરીઓપોલીસ , એક ઐતિહાસિક નગરની મુલાકાતે,જેની મધ્યમાં આ કોટન કાસલ છે.સૂર્ય માથે અને તાપમાન 39 સેન્ટીગ્રેડ અને અમારે ચાલવાનું હતું માત્ર 40 મિનીટ, એ રસ્તો જતો હતો પેલા સ્વર્ગીય ઝરુખા સુધી .
ગમે એટલી પ્રબળ ઈચ્છા , રસ , રૂચિ હોય પણ કુદરત સામે માનવ શરીર કેવા હથિયાર નાખી દે તે પહેલીવાર અનુભવ્યું . સ્થાપત્ય , ભગ્ન અવશેષ ને ઐતિહાસિક કથાઓનો ખજાનો નજર સામે હતો, ઈ.સ પૂર્વે બીજી સદીમાં ધબકતું એક સ્થાપત્ય કળાવારસા જેવું  હેરાપોલીસ તેનાં ભગ્ન છતાં જાજરમાન વારસા સાથે સામે હતું પણ મૂર્છા આવી જાય તેવી ગરમી આ વૈભવને ઝાંખો કરી રહી હતી. અમને પહોંચી જવું હતું પેલા વોટરબોડી પાસે, ગરમી રીતસર દઝાડી રહી હતી , લાગતું હતું જાણે કોઈ ધગધગતાં ડામ દઈ રહ્યું હોય.એટલે જો પેલા ઝરાઓ સુધી પહોંચી જવાય તો ગંગા નાહ્યાં.

લગભગ 35 મિનિટના વોક પછી દર્શન થયા અમારા ડ્રીમ ડેસ્ટીનેશનના દર્શન થયા. કમ્પ્યુટર સ્ક્રીન પર જોયું હતું તે જ દ્રશ્ય . ફર્ક માત્ર એટલો કે ડ્રીમ ડેસ્ટીનેશનની ફ્રેમ સ્ક્રીન પર ગાયબ હતી અને અહીં હાજર , જ્યાં જુઓ ત્યાં પીળી માટી , ચટ્ટાનનું સામ્રાજ્ય હતું ને અચાનક કોઈ પરમ કૃપાનું પિચ્છ ફરી વળ્યું હોય તેમ વચ્ચોવચ્ચ હરિયાળું આ ઓએસીસ …..
આજુબાજુ જ્યાં નજર પડે ત્યાં ગોરાં સહેલાણીઓની મનમોજી , રંગબેરંગી સ્વીમસૂટ ને અવનવી હેટ્સની ફેશન પરેડ … થોડાં વળી કાફેમાં મળતી આઈસ કોલ્ડ લેમન , પીચ ટીની ચૂસકી લેતાં લેતાં જળક્રીડા કરી રહેલાં લોકોના આનંદમાં રાજી થતાં હોય તેમ બેઠાં હતા.

હવે વારો તો અમારો હતો.ઇંતઝારની ઘડી પૂરી થતી હતી. અમારી ગાઈડ મીરાએ સૂચના આપતા કહ્યું કે કોટન કાસલના આ ટેરેસીસમાં કોઈ પણ ઉતરી શકે પણ , ઉઘાડાં પગે, ચપ્પલ ઓર શૂઝ , કે કોઈ પણ પ્રકારનાં ફૂટવેર નોટ અલાવ્ડ . આ પાછળનું કારણ શું એ તો એ પોતે પણ નહોતી જાણતી પણ નિયમ એટલે નિયમ .. એ નિયમ કોઈ તોડે નહીં એ માટે થોડાં ગાર્ડઝ પણ તહેનાત હતાં . ખરેખર આપણે માટે આમાં કંઈ નવાઈ પામવા જેવું ન હતું પણ ફ્લોટર્સ કાઢી ધોમધખતાં તાપમાં ઉઘાડે પગે પગલું માંડ્યું કે ચિત્કાર સારી પડ્યો .. પથરાળ જમીન એવી તો તપી ગયેલી કે ચાર પગલાં ભરતાં જ છાલાં પડી ગયા.બાકી હતું તેમ આ રૂનાં ઢગ જેવો આભાસ કરાવતી અટારીઓ દૂરથી લાગે કે જાણે રૂ જેવી કોમળ, હિમ જેવી શીતળ હશે પણ એ તો કાચપેપર જેવી કકરી ધારદાર હતી. તેનું કારણ હતું પર્વતોમાંથી વહીને આવતું કેલ્શિયમ બાયકાર્બોનેટવાળું પાણી , જે હવામાં રહેલાં કાર્બન ડાયઓક્સાઇડ સાથે સંયોજાઈ ને કેલ્શિયમની હળવી પાતળી પરત આ રોક ફોર્મેશન પર જામી જતી હોવાથી તેની ધાર સોંસરવી ઉતરી જાય તેવી બ્લેડ જેવી હતી . ઉઘાડાં પગે જેમતેમ પાણી સુધી પહોંચવાનું અભિયાન સફળ થયું તો ખરું, અને પાનીનું પાણી સાથે મિલન, માત્ર આલ્હાદક જ નહિ એટલું યાદગાર છે કે આ લખતાં પણ પગની પાનીમાં હળવી ઝણઝણાટી વ્યાપી રહી છે .

પાણીમાં પગ શું બોળ્યાં , અનુભૂતિ જ બદલાઈ ગઈ.તાપને કારણે થઇ રહેલો અસહ્ય સંતાપ ગાયબ.મનમાં તો ઘણાં ડરે કબજો કરેલો, એક તો 39 ડિગ્રી ટેમ્પરેચર,બાકી હોય તેમ આ તો ગરમ પાણીના ઝરા એટલે બ્લડપ્રેશર વધી જાય તો ? તેની બદલે આ તો કૈંક જુદો જ જાદુ થયો. ઉપરથી વહી આવતાં ગરમ પાણીના ઝરા નીચે આવતાં સુધીમાં ગરમી ગુમાવી દે છે , વળી પાણીની બહાર હતા ત્યારે લાગતી ગરમ હવા પાણીમાં ભીંજાયેલા શરીરને ટાઢક આપતી રહી.

DSC02214
આ કોટન કાસલ વિષે ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ પાણી ભારે આરોગ્યપ્રદ લેખાય છે જેમ કે આપણું ગણેશપુરી.
એ દાવાઓ પ્રમાણે તો આ પાણીથી અસ્થમા,વા, આંખના , ત્વચાના રોગ માટી જાય છે.અલબત્ત આ દાવો કેટલો સાચો છે એ તો કરવાવાળા જ જાણે કે પછી જેને એનાથી ફાયદો થયો હોય તે. જો કે આ તો વાત થઇ ઓપન એર , ઓપન ટુ ઓલ એવા સ્નાનાગારની પણ ત્યાં બીજી એક જગ્યા છે, સેક્રેડ પુલ, જે ક્લીઓપેટ્રાઝ પુલ તરીકે પણ ઓળખાય છે. લોકવાયકા પ્રમાણે સૌન્દર્યસામ્રાજ્ઞી ક્લીઓપેટ્રાની સુંદરતાનું રહસ્ય આ પુલના પાણીમાં છુપાયેલું હતું, એટલે કે ગધેડીનું દૂધ, મધ અને આ ઝરણું …. હવે આજકાલ ત્યાં એક પ્રાઇવેટ કાફે છે અને કાફે આ પવિત્ર કુંડમાં , ક્લીઓપેટ્રાના પૂલ માટે માત્ર 30 ટર્કીશ લીરા ચાર્જ કરે છે.કરનારાં તો એવો દાવો પણ કરે છે કે આ પાણી પણ ચમત્કારી રીતે ઔષધિયુક્ત છે ને રોગમુક્તિ કરાવે છે , જેનાથી નહાવાથી કે તે પીવાથી શરીરની કાંતિ , તંદુરસ્તી વધી જાય છે. જો કે અમારી સેન્સીબલ ગાઈડે અમને ખાનગીમાં હસતાં હસતાં જણાવેલું કે ડોન્ટ યુ ડેર …. લોકો જ્યાં નહાતા હોય તો એ પાણી પીવાયોગ્ય કઈ રીતે હોય !! બાકીનું આપણે સમજી જવાનું . અલબત્ત સાચી વાત તો એ છે કે ક્લીઓપેટ્રાના હોજ તરીકે જાણીતાં આ પુલમાં ઇજિપ્તની સામ્રાજ્ઞીએ ક્યારેય પગ જ નથી મુક્યો એવું ઈતિહાસ કહે છે. શક્યતા એવી ખરી કે આજનું ટર્કી જુલિયસ સિઝરના રોમન એમ્પયારનો હિસ્સો હશે ત્યારે ક્લીઓપેટ્રા માટે કદાચ પાણી અહીંથી લઇ જવાતું હોય…. આવા તો ઘણાં દાવાઓ છે પણ હકીકતથી જોજનો દૂર લાગે તેવા …

પણ ચાલે બધી અતિશયોક્તિ બેશક ચાલે …. આખરે દરેક ચીજ માર્કેટિંગ સ્કીલની મોહતાજ છે.DSC02216

અને હા, શોપિંગ ફ્રીક લોકોને આ જગ્યામાં મુદ્દલે રસ ન પડે એવી તમામ શક્યતા ખરી પણ એનો પણ રસ્તો છે.
પામુક્કાલેની નજીક એક ગામ છે , બાબાડાગલિયાર ….
નામાંકિત ડીઝાઈનર્સ બુટિકમાં ચીરફાડ દામે મળતાં ઉંચી કવોલીટીના કોટન લીનન માટે આ મક્કા છે , જાણકારો કહે છે કે લંડન અને ઇટલીના નામાંકિત સ્ટોર્સ સુધી આ નાનકડું ગામ વેપાર કરી જાણે છે , તેની સિક્રેટ છે ટર્કીશ કોટન .બાબાડાગલીયર ટેક્સટાઈલ હબ લેખાય છે. વિશેષ કરીને ટર્કીશ ટોવેલથી લઇ ઈજિપ્શિયન કોટનની બરાબરી કરતાં હાઈ ક્વોલિટી બેડ સ્પ્રેડ, બેડશીટ , ટેબલ લીનન ,કર્ટન્સ માટે પ્રખ્યાત. એ માલની ગુણવત્તા માટે અને સહેલાણીઓ માટે ત્યાંના દુકાનદારો સૂચના પણ આપે છે કે ત્યાં શોપિંગ કરવા જનારે પત્નીને પોતાના જોખમે સાથે લઇ જવી , અન્યથા ગજવું ખાલી થઇ જવા માટે આ દુકાનદારો જવાબદાર રહેશે નહી.

  • એટલે કે કોટન કાસલની સુંદરતા ને કારણે કે પછી ક્લીઓપેટ્રાના પુલમાં પડવા કે પછી ઘરના કર્ટન ખરીદવા પણ એક વાર પામુક્કાલે તો જવું રહ્યું ને …..
  • h

ઈ રીતે પહોંચવું?
______________

મુંબઈ થી ઈસ્તંબુલ : કોઈ પણ એર લાઈન્સથી પહોંચી શકાય છે.

ઇસ્તંબુલથી ડેન્ઝીલી ટર્કીશ એરલાઈન્સ, પેગસસ ડેઈલી ફ્લાઈટ છે.

ડેન્ઝીલીથી પમુક્કાલે બાય કાર લગભગ દોઢ કલાકમાં અને ત્યાંથી કોટન કાસલ , બાબાડાગલીયાર પહોંચી શકાય .

 

 
amukkale is one of Turkey’s top attractions and a precious in the world with its cotton-look terraces. The underground water once gave life to the ancient city of Hierapolis now helps Pamukkale be one of the most important thermal centers of Turkey.
Pamukkale is known as 8th wonder of the world by Turkish people.
The site is named in Turkish as “Pamukkale”, that means “cotton castle”, parallel to the glorious and spectacular view of the site. The dazzling white calcareous castles are formed by limestone-laden thermal springs, creating the unbelievable formation of stalactites, potholes and cataracts.
ancient city of Hierapolis was built on top of the white “castle” which is in total about 2700 meters long and 160m high. It can be seen from the hills on the opposite side of the valley in the town of Denizli.

Waters in the terraces are the sediments of the springs with calcium bicarbonate in 33C. Waters, containing mainly calcium salts and carbon-dioxide, run off the plateau’s by depositing calcium while carbon-dioxide disappearing. The marvelous landscape of Pamukkale has been created by this gradual formation, leaving a cotton-like image. Located above the theatre of Hierapolis, the mineral water sources from the thermal springs of Mountain. It is collected in a pool, known as the “Sacred Pool” of ancient times, where you can swim amidst the historical remains of Hierapolis. The Sacred Pool is now located inside Pamukkale Hotel.

The water of Pamukkale is famous for its benefits to the eyes and skin; and its curing properties to the ills of asthma, rheumatism, as well. The remains of the ancient Hierapolis are situated on back of the thrilling white terraces, standing wondrously in the area. The fairyland Pamukkale is a must-see traveling through this region.

Advertisements

3 thoughts on “આ તે રૂનાં કિલ્લા કે સ્વર્ગના ઝરૂખા?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s