જંક ફૂડ એટલે ?

IMG_5414.PNG

૧૨ વર્ષની રિયાને તેનાં માતા-પિતા ફેમિલી ડોક્ટર પાસે લઈને આવ્યાં. ફરિયાદ હતી રિયાના વધતા જતા વજનની. સાધનસંપન્ન કુટુંબ, પાણી માગતાં દૂધ મળે. એક માત્ર વજનની તકલીફ નહોતી પણ સાથે સાથે અનિયમિત માસિક ધર્મ, ડિપ્રેશન, ભણવામાં ચિત્ત ન લાગતું, બેચેની અને અરુચિ. પહેલાં લાગ્યું કે હોર્મોનલ અસંતુલનની તકલીફ છે પણ ફેમિલી ડોક્ટરને સમજતાં વાર ન લાગી કે આ રોગ તો જેને આજકાલ ‘લાઇફસ્ટાઇલ ડિસીઝ’ કહેવાય તે છે, જેમાં તબીબી સારવાર સાથે સાથે સાઇકોલોજિસ્ટની મદદ જરૂરી બની જાય છે, કારણ કે રિયા લતનો શિકાર બની હતી. દારૂ કે વ્યસનની લતની જેમ ખાવાની લત. જરા કંઈક કંટાળો આવ્યો નથી ને મોઢામાં કંઈ ઓર્યું નથી. વારે વારે ડાયલ અ પિઝા, ઘરમાં ટુ મિનિટ્સ પાસ્તા, મૂડ ના બન્યો કે ફ્રીઝમાંથી કોલાનું ટીન ખોલી ગટગટાવી દેવાનું.

ઘરમાં કોણ રોકે? બાળક છે ખાય નહીં તો શું આપણે આ બધું કરવાના? આવી સામાન્ય દલીલ મા-બાપની, પણ એમને ત્યારે અંદાજ નહીં કે દારૂ કે ડ્રગ જેવી જ કે તેથીય ખરાબ એવી લત આ છોકરીની હાલત બગાડી નાખશે.

વિના કોઈ કારણ સ્કૂલની કે કોલેજની કેન્ટિન કે પછી ફૂડચેઇનમાં પિઝા, બર્ગર ફ્રેન્ચફ્રાઇઝ ન ખાધાં હોય કે કોક પેપ્સી જેવાં ડ્રિંક ન પીધાં હોય કે પીતાં હોય તેવી વ્યક્તિ ભાગ્યે જ કોઈ જોવા મળે. એ જાણવાં છતાં કે ફાસ્ટ ફૂડ એટલે જંક ફૂડ, જે ખાવાથી ફાયદો નહીં નુકસાન જ નુકસાન થાય છે, પણ આ મન લલચાવતી વસ્તુઓ સામે પડી હોય, ઘરના લિવિંગ રૂમમાં ટીવીના માધ્યમથી આવી મગજમાં ઘર કરી જતી હોય તો? દિલ કેમ માને? જો આ કમજોરી મોટા સમજદાર લોકોમાં જોવા મળતી હોય તો બાળકોનો શું વાંક કાઢવો? એમને કઈ રીતે ટોકો કે વારી શકો?

પણ આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે કે દેશભરની સ્કૂલ કેન્ટિનોમાં હવે જંક ફૂડ પર પ્રતિબંધ મુકાય તેવી ગતિવિધિઓ જોર પકડી રહી છે. આ સૂચન છે દિલ્હીસ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (ઝ્રજીઈ) નામની પ્રસાર સંસ્થાનું. જેમણે કરેલાં સૂચનો પ્રમાણે દેશભરની સ્કૂલો માટે આ વાત જરૂરી છે. જે મુજબ સ્કૂલ પ્રિમાઇસીસની આજુબાજુ ૫૦૦ વાર કે પછી ૪૫૭ મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પણ પ્રતિબંધ મુકાવો રહ્યો. એટલેથી ન અટકતાં એક સૂચન તો ફાસ્ટફૂડ જાહેરખબરો માટે પણ છે. જે પ્રમાણે આ એડ્ઝ સોમથી શનિ સાંજે ૪થી રાતના ૧૦ સુધી ટીવી પર ન દર્શાવવી જોઈએ, કારણ કે આ સમયે બાળકો સૌથી વધુ ટીવી પર ચીટકીને બેઠાં હોય છે.

જોવાની ખૂબી તો એ છે કે જે લોકો માટે આ સુઝાવ છે તેવાં બાળકો અને તેમનાં માતા-પિતા દ્વારા જ આ સૂચનને ભારે વખોડવામાં આવી રહ્યું છે. જંકફૂડ એટલે શું એ કોઈથી અજાણ્યું નથી, પણ ઘણી વાર આપણે જેને નિર્દોષ માની લઈએ તેવી ખાણીપીણી પણ જંકફૂડ ગ્રૂપની મેમ્બર હોય છે.

ફ્રાઇજ, બર્ગર, પિઝા ને સોફ્ટ ડ્રિંક્સ જ નહીં જે ટીવી જાહેરખબરમાં કમનીય કાયા બનાવી આપવાનો દાવો કરે તેવા બ્રેકફાસ્ટ માટે તૈયાર મળતાં કોર્નફ્લેક્સ, સિરિયલ્સ,સોડા જેમાં સુગર ન હોવાનો દાવો ગાઈ બજાવીને કરવામાં આવે તેવાં સોફ્ટ ડ્રિંક્સ પણ શામેલ હોય છે.

સ્કૂલ પાસે આ ખાણીપીણી ન વેચવાનો અને ટીવી પર જાહેરખબરો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય તઘલખી લાગે પણ જો જોઈએ તો ફક્ત શનિ, રવિવારે તથા ખાસ કરીને કાર્ટૂન ચેનલો પર જાહેરખબરનું પ્રમાણ જોવાથી આ વાત સુપેરે સમજાઈ શકે. આપણે ઘણી વાર એવી કહેવતો તેના મૂળ હાર્દથી નહીં બલકે આપણને સમજવી હોય તે રીતે સમજીએ છીએ. દા.ત. ‘નાની ઉંમરમાં તો પાણા પણ પચી જાય.’ આ કહેવત બનાવનારને જંકફૂડની વિષમતાનો અંદાજ કદાચ નહીં હોય, કારણ કે ફૂડની આ કેટેગરીનો આવિષ્કાર જ ૧૯૬૦માં થયો. એટલે કે જે ખાદ્યપદાર્થ ઇઝી ટુ મેક તો ખરા પણ જેમાં મીઠું અને સાકર વિપુલ પ્રમાણમાં હોય. જોવાની ખૂબી તો એ છે કે ૧૯૬૦માં જેને જંક કહી નવાજાઈ તે બધી વાનગીઓ ૧૯૭૫ સુધીમાં લોકપ્રિયતાની ટોચ પર બિરાજતી થઈ ગઈ, જે પાછળ કામ કરી ગયું હોય તે પરિબળ હતું જાહેરખબરોનો સતત મારો.

આજકાલ હવે બાકી હોય તેમ ચોકલેટને સ્નેક્સ કેટેગરીમાં મૂકવા પ્રચાર અભિયાન ચાલુ છે. ભૂખ સખત લાગી છે ને સમય નથી? ફલાણી ફલાણી ચોકલેટનો બાર ચગળી લો.

પણ કોઈ ફાસ્ટફૂડ ઉત્પાદકો સિગારેટ બનાવનારી કંપનીઓની જેમ જાહેર ચેતવણી મૂકતા નથી કે આ હેવી સાકર કે નમકવાળી ચીજો તમને બ્લડપ્રેશર, કેન્સર, હૃદયરોગ,ડાયાબિટીસ અને આજકાલ ૧૦માંથી ૫ કુમળી વયની તરુણીઓમાં જોવા મળે છે તે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ (ઁર્ઝ્રંજી)નો ભોગ બનાવી શકે છે.

જંકફૂડ આજકાલની પેદાશ નથી. અમેરિકનો ૧૯૨૦થી એ આરોગતા રહ્યા છે, પણ વર્લ્ડ વોર ટુ દરમિયાન એને અચાનક દુનિયાભરમાં એન્ટ્રી મળી ગઈ. ૧૯૩૦માં એક ફૂડ ટેક્નિશિયને મકાઈ અને ઢોરને ખવડાવતા ચોક્કસ પ્રકારના ચરબી અને ગુંદરના ઘટકોને પ્રોસેસ કરી ‘ચીટોઝ’ બનાવ્યા. આ આહાર સ્નેક્સ ખરેખર તો અમેરિકન સૈનિકો માટે હતો પણ જગતભરમાં ફીવરની જેમ ફેલાઈ ગયો.

થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે ડિપ્રેશનને વકરાવતો જો કોઈ ઘટક હોય તો તે આ જંકફૂડ છે. એથી વધુ આ સંશોધન બહુ રસપ્રદ વાતો કરે છે તે પ્રમાણે જંકફૂડ ખાનારા લોકો મોટેભાગે પ્રમાદી, એદી હોય છે, જેથી આ લોકો એક અઠવાડિયામાં માંડ ૪૫ કલાક કામ કરે છે.

આ વાત જોકે જરા રમૂજ પેદા કરે એવી છે. એક દિવસ ઓફિશિયલ રજાનો કાઢી નાખો તો બાકીના ૬ દિવસ અને ૪૫ કલાક એટલે કે રોજના ૭ કલાક કામના.

એટલે આ રિપોર્ટ વાંચીને હેરત એ થાય કે તો મોટાભાગના ભારતીય કર્મચારીઓ જેમાં ખાસ કરીને સરકારી અધિકારીથી લઈ બેન્ક કર્મચારીઓ અને ખાસ કરીને ગુજરાતી પત્રકારો આ થિયરી માની લઈએ તો માત્ર ને માત્ર જંકફૂડ પર જ નભતા હશે!

છેલ્લે છેલ્લે

પણ કોઈ ફાસ્ટફૂડ ઉત્પાદકો સિગારેટ બનાવનારી કંપનીઓની જેમ જાહેર ચેતવણી મૂકતા નથી કે આ હેવી સાકર કે નમકવાળી ચીજો તમને બ્લડપ્રેશર, કેન્સર, હૃદયરોગ,ડાયાબિટીસ અને આજકાલ ૧૦માંથી ૫ કુમળી વયની તરુણીઓમાં જોવા મળે છે તે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમનો ભોગ બનાવી શકે છે.
ઊજળું એટલે દૂધ નહીં એમ જ કહેવાય? એક તરફ ન્યુટ્રિશન વેલ્યૂના બણગાં ફૂંકતાં ને બીજી તરફ જીવલેણ અસાધ્ય રોગ તરફ ધકેલતી જંક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જેટલી લલચામણી જાહેરખબર બનાવે એટલી વધુ તેમની બેલેન્સશીટ દમદાર બનાવી શકે છે. જેમાં ખરેખર તો વાંક એમનો નહીં ઉપભોકતાનો પોતાનો છે.

જંકફૂડ આજકાલની પેદાશ નથી. અમેરિકનો ૧૯૨૦થી એ આરોગતા રહ્યા છે, પણ વર્લ્ડ વોર ટુ દરમિયાન એને અચાનક દુનિયાભરમાં એન્ટ્રી મળી ગઈ. ૧૯૩૦માં એક ફૂડ ટેક્નિશિયને મકાઈ અને ઢોરને ખવડાવતા ચોક્કસ પ્રકારના ચરબી અને ગુંદરના ઘટકોને પ્રોસેસ કરી ‘ચીટોઝ’ બનાવ્યા. આ આહાર સ્નેક્સ ખરેખર તો અમેરિકન સૈનિકો માટે હતો પણ જગતભરમાં ફીવરની જેમ ફેલાઈ ગયો.

થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે ડિપ્રેશનને વકરાવતો જો કોઈ ઘટક હોય તો તે આ જંકફૂડ છે. એથી વધુ આ સંશોધન બહુ રસપ્રદ વાતો કરે છે તે પ્રમાણે જંકફૂડ ખાનારા લોકો મોટેભાગે પ્રમાદી, એદી હોય છે, જેથી આ લોકો એક અઠવાડિયામાં માંડ ૪૫ કલાક કામ કરે છે.

આ વાત જોકે જરા રમૂજ પેદા કરે એવી છે. એક દિવસ ઓફિશિયલ રજાનો કાઢી નાખો તો બાકીના ૬ દિવસ અને ૪૫ કલાક એટલે કે રોજના ૭ કલાક કામના.

એટલે આ રિપોર્ટ વાંચીને હેરત એ થાય કે તો મોટાભાગના ભારતીય કર્મચારીઓ જેમાં ખાસ કરીને સરકારી અધિકારીથી લઈ બેન્ક કર્મચારીઓ અને ખાસ કરીને ગુજરાતી પત્રકારો આ થિયરી માની લઈએ તો માત્ર ને માત્ર જંકફૂડ પર જ નભતા હશે!

છેલ્લે છેલ્લે :
શુકર સમજો યા ઇસે અપની શિકાયત

તુમને વો દર્દ દિયા કી દવા ભૂલ ગયે.

2 thoughts on “જંક ફૂડ એટલે ?

  1. પીન્કીબેન, સહુથી પ્રથમ જંકફૂડ ની વ્યાખ્યામાં ફેર છે, તૈયાર, ગમે ત્યારે ખાઈ શકાય અને સાચવી શકાય,સાથે લઈને ફરી શકાય એ બધા જંકફૂડ છે જેમાં આપના સેવ, પાપડી, ચેવડો, અને લગભગ બધા ફરસાણ આવી જાય છે, પશ્ચિમના ઘણા ખરા અમીશાહારી વ્યંજનો આપણી દેશી વ્યંજનોને મળતા છે, જેમકે ચિપ્સ – આપની કાતરી છે અને સીરીઅલ્સ– કોર્નફલેકસ વ. આપના પૌઆનો પ્રકાર જ છે, આપની વાત સાથે સહમત છું પણ આ જ વાનગીઓ જો દેશી હોય તો પણ પરિણામ તો આજ આવીને ઉભું રહે, તફાવત એટલો જ કે આપની વાનગીઓમાં ચીઝનો ઉપયોગ નથી જયારે પશ્ચિમના વ્યંજનોમાં છે, અને ચીઝ વજન વધવામાં મોટો ફાળો આપે છે,

    Like

Leave a comment