Mann Woman, WOW ( world of woman)

એક રજકણ સૂરજ થવાને શમણે!

IMG_5416.JPG

હાલમાં સૌથી વધારે ચર્ચામાં હોય તો તે છે ભારત-પાકના સંબંધો. સોશિયલ મીડિયા પર એવા સંદેશ ફરે છે કે મોદી હવે સૌ સાથે નરમાઈથી પેશ આવે છે, માત્ર ને માત્ર મીડિયા અને પાકિસ્તાનને છોડીને. પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિને કારણે હરહંમેશની જેમ નાગરિકનું ધ્યાન ડાયવર્ટ કરવા ઇન્ડિયા ઇન્ડિયા સાઇરન વગાડાઈ રહી છે તે વાત તો સમજાય પણ પાકિસ્તાનમાં આર્િથક અને ખાસ કરીને સામાજિક સ્તરે મહિલાઓ માટે હાલાત એટલી હદે કથળી રહ્યાં છે કે તેની નોંધ વિદેશી એજન્સીઓએ લેવી જ પડે, પણ દુર્ભાગ્યે લઈ રહેવાઈ હોય તેવું નથી. એક તરફ છે અફઘાનિસ્તાનની મલાલાનો કિસ્સો, જેણે પોતાના શિક્ષણના અધિકાર માટે માથું ઊંચક્યું,તે પણ ખૂંખાર રૂઢિચુસ્તો સામે અને દુનિયાએ તેના સાહસિક પગલાંને પોંખ્યું. યુનાઇટેડ નેશન્સમાં બોલાવી સન્માન કર્યું ને બીજી તરફ છે પાકિસ્તાની છોકરીઓ, એ પણ મલાલા જેવી જ છે, પણ એમની સાથે થઈ રહેલી જ્યાસ્તી કોઈ બધિર કાન પર અથડાતી નથી.

પાકિસ્તાનમાં છેલ્લા થોડાં સમયથી અફઘાનિસ્તાનનો વાયરો વાયો હોય તેમ મહિલાઓનો વ્યક્તિ તરીકેનો અધિકાર છીનવાઈ રહ્યો છે. અલબત્ત, ત્યાંની સિવિલ સોસાયટી યથાશક્તિ ફાઇટ આપી રહી છે, પરંતુ પરિણામ નહીંવત્ છે. એટલે આ બધી પરિસ્થિતિમાં આકાર લઈ રહી છે અત્યાચાર અને દમનની રાજનીતિ, તે પણ ધર્મના નામે.શરૂઆત થઈ હતી થોડા મહિના પૂર્વે. મુલતાન પાસે ચીચાવતની નામના પ્રદેશથી. અચાનક શું થયું અને એક મહિનામાં લગભગ પંદરેક જેટલી યુવાન કન્યાઓ પર જીવલેણ હુમલો થયો. એમનો વાંક શું હતો તે કોઈને ખબર નહોતી. સાંજના સમયે બજારમાં થોડી ઘરગથ્થુ ખરીદી કરવા નીકળેલી આ દીકરીઓ પર પાછળથી હુમલો થયો. હુમલાખોરો બાઇક પર આવેલા, વળી બુકાનીની જેમ આખો ચહેરો ઢાંકીને રાખેલો, ચીલઝડપે ખંજરના વાર કરીને પલાયન પણ થઈ ગયા. છોકરીઓ એટલી ખરાબ રીતે ઈજા પામેલી કે તાબડતોબ હોસ્પિટલ ભેગી કરવી પડે. હોસ્પિટલના બિછાના પરથી પણ કોઈ માહિતી ન મળી. છોકરીઓને ખરેખર પોતે કંઈક ખોટું કર્યું હોય તેવો લગીરે ખ્યાલ નહોતો. આ બધી છોકરીઓ વચ્ચે સામ્યતા એક જ હતી કે તેઓ હાઈસ્કૂલમાં ભણતી હતી અને સાંજે ઘરની બહાર નીકળી હતી.

આ બનાવો પછી પોલીસતંત્ર સાબદું થયું. હુમલાખોરોને ઓળખી બતાડનાર માટે રૂ. બે લાખનું ઇનામ પણ જાહેર થયું હતું, છતાં કોઈ સગડ ન જ મળ્યાં. એટલું જ નહીં આ પ્રકારના હુમલા ચાલુ જ રહ્યા. પરિણામ એ આવ્યું કે મા-બાપે ડરીને દીકરીઓને સ્કૂલમાં અને બજારમાં મોકલવાનું સદંતર બંધ કરી દીધું.

અંતે, છેલ્લા જે બે-પાંચ હુમલા થયા હતા તેનો ભોગ બનનારી છોકરીઓ પાસે તાળો મળ્યો. હુમલાખોરોએ છોકરીઓને કહ્યું હતું કે તેમનો વાંક એ છે કે છોકરી તરીકે જન્મ્યા પછી તેઓ મર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. તેની આ સજાનું પહેલું ચરણ છે. એટલે કે હુમલાખોરોનું કહેવું હતું કે કોઈ પણ યુવતી કે છોકરીઓનું ભણવું,સૌંદર્યપ્રસાધનો વાપરવાં અને સુંદર દેખાવાનો પ્રયત્ન કરવો, સાંજના સમયે ઘરની બહાર ભટકવું આ તમામ હરકત ઇસ્લામની શરિયતની વિરુદ્ધ છે.

લો બોલો, કંઈ કહેવું છે આ તર્ક સામે? જોવાની ખૂબી તો એ હતી કે આજદિન સુધી આ ધર્માધિકારી બનીને આવેલા નકાબીઓની ઓળખ સુધ્ધાં થઈ શકી નથી, પરંતુ આ આખી વાતથી સમાજમાં જે ખોફનું વાતાવરણ સર્જવાની તેમની મેલી મુરાદ હતી તે બિલકુલ બર આવી ગઈ.

પાકિસ્તાનના સુધારક માનસ ધરાવતાં સામાન્ય પ્રજાજનોનો રોષ આ આખી વાત માટે ચરમસીમા પર પહોંચ્યો હતો. ત્યાં સુધી કે ઘણાં અખબારોએ તે માટે તંત્રીલેખોની સિરીઝથી લઈ એક ચળવળ જેવાં અભિયાન શરૂ કર્યાં પણ છતાં ઊંઘ ન ઊડી સરકારી તંત્રની કે સુરક્ષા એજન્સીઓની. વારે વારે લોકોને ઉશ્કેરતાં રહેતાં ર્ધાિમક ગુરુઓ પણ આ બનાવોની ઝાટકણી કાઢતો શબ્દ ન બોલ્યા.

આ આખો સિલસિલો ગયા વર્ષથી શરૂ થયો છે અને આજે પણ ચાલુ છે. ફરક માત્ર એટલો છે કે હવે તેની જોઈએ એવી નોંધ ન પોલીસતંત્ર લે છે, ન અખબાર. કારણ દેખીતું છે, મોટાભાગનાં ડરી ગયેલાં મા-બાપે છોકરીઓના શિક્ષણ પર ફુલસ્ટોપ મૂકી દીધો છે. આ આખી વાત ખરેખર તો રાષ્ટ્રીય પ્રશ્ન છે. જે માર્ગે અફઘાનિસ્તાન જેવાં રાષ્ટ્રો ચાલ્યાં અને ખુવારી વહોરી લીધી તેવી જ બદકિસ્મતી આ રાષ્ટ્ર વહોરી લેશે તેવો ભય ત્યાંની વિચારશીલ પ્રજાને થથરાવી રહ્યો છે.

ખરેખર જોવા જઈએ તો અંગ્રેજો સામેના જંગમાં લાખો હિન્દુસ્તાની મહિલાઓ શામેલ હતી. અહીં હિન્દુસ્તાનીનો અર્થ થાય છે હવે ભારત અને પાકિસ્તાનમાં વહેંચાયેલા એક દેશની સ્ત્રીઓ. એ પછી ચણભણાટ થયો સ્વતંત્ર પાકિસ્તાનનો. એમાં પણ હજારો મુસ્લિમ સ્ત્રીઓએ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. એ બિચારી બહેનો સમજતી હતી કે ભાગલા પછી પણ પાકિસ્તાનમાં તેમને એવા જ અધિકાર મળશે જેવા એક હિન્દુસ્તાની મહિલાને મળશે. શરૂઆતનાં વર્ષોમાં આ મહિલાઓએ આપેલા યોગદાનને ભૂલી જવાય એવું નથી. મિસ ફાતિમા ઝીણા, બેગમ રાણા લિયાકતઅલી ખાન, શાઇસ્તા ઇકારામુલ્લા જેવી સુશિક્ષિત અને નારીવાદી મહિલાઓએ અધિકારો માટે ભારે સંઘર્ષ કર્યો હતો. આ વાત એક પાકિસ્તાની મિત્ર, ચળવળકાર પાસે જ જાણવા મળી કે બેગમ શાઇસ્તા ઇકારામુલ્લા તો પાકિસ્તાનની બંધારણીય સભાનાં સભ્ય પણ હતાં. તેઓ જાણતાં હતાં કે જ્યાં સુધી બંધારણ મહિલાઓના હક્ક વિષે સ્પષ્ટતા નહીં બાંધે તો સરેરાશ પાકિસ્તાની સ્ત્રીનું ભાવિ અંધકારમય જ રહેશે, કારણ કે બંધારણ અને અધિકાર પરસ્પર સંબંધ ધરાવે છે.

પાકિસ્તાનમાં આવી અંધકારભરી પરિસ્થિતિ માત્ર રૂઢિવાદી પાડોશીઓની અસરથી ઊભી થઈ ગઈ છે એવું માનવાને પણ કોઈ કારણ નથી, કારણ કે પાકિસ્તાનના તે વખતના પ્રધાનમંત્રી લિયાકતઅલી ખાનને બંધારણમાં સ્ત્રીઓના હક્ક વિષે સ્પષ્ટતાઓ કરવામાં જ વાંધો હતો અને એટલે જ આ બેગમ શાઇસ્તા ઇકારામુલ્લાએ વિરોધ નોંધાવતાં બંધારણ સભામાંથી રાજીનામું આપી દીધું હતું.

આજે પણ પાકિસ્તાનના રાજકારણમાં મહિલાઓની ઉપસ્થિતિ છે, તેની ના નહીં પણ એ મહિલાઓની જેમની પાછળ બેકસીટ ડ્રાઇવિંગ કરનાર પતિ, ભાઈ, પિતા કે કુટુંબી હોય છે.

ઇન્ડિયા હોય, પાકિસ્તાન હોય કે આફ્રિકાનો કોઈ પછાત દેશ…

સ્ત્રી ભણે અને આર્થિક, સામાજિક, ભાવનાત્મક સ્વાતંત્ર્ય ભોગવે એ સમાજ અને તે સમાજના લોકો કેવા હોય તે વિષે કંઈ લખી જણાવવાની જરૂર ખરી?

છેલ્લે છેલ્લે : ફક્ત એટલું યાદ રાખીએ કે એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે.

– મલાલા યુસૂફ ઝઈ
Published in Sandesh, Nari , “Mann woman”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s