Uncategorized

બોબ્ડ હેર ને જીન્સ ગુનો કહેવાય?

image

થોડા સમય પહેલાં બનેલો એક કિસ્સો યાદ આવ્યો. એક નામાંકિત અખબાર સાથે જોડાયેલી પત્રકારનો. એને આપણે અહીં તારા તરીકે ઓળખીશું. તારા રહે એક કહેવાતા ભદ્ર રૂઢિવાદી લોકોના વિસ્તારમાં. પોતે પત્રકાર અને વળી છૂટાછેડા લીધેલી, બાકી હોય તેમ એક પુત્ર પણ ખરો. દીકરો તો મા સાથે રહેતો હતો. દીકરો માત્ર બાર વર્ષનો. તારા કામ પર ગઈ હોય ને સ્કૂલથી પાછો આવે એટલે મહોલ્લાના છોકરાઓની કનડગત ચાલુ થાય. માનસિક રીતે, ચીડવીને, તેની મા વિષે ગંદંુ બોલીને, ઠઠ્ઠામશ્કરી કરી ચીડવી ચીડવીને પરેશાન કરી નાખે. બિચારું બાળક મૂંગે મોઢે સહન કર્યે જાય પણ એક દિવસ હદ થઈ. ગલીના ગુંડા એટલે કે પડોશીઓના છોકરાઓએ આ બાળકનું પેન્ટ ઉતારી નાખ્યું. હવે વાત ગંભીર હતી એટલે દીકરાએ પોતાની માને કહ્યું. તારાને થયું કે આ મસ્તીખોર છોકરાઓનાં મા-બાપ સાથે જ વાત કરવી જોઈએ. એટલે તારા આ કહેવાતા ભદ્ર પાડોશી પાસે ગઈ. જોવાની વાત તો હવે હતી. આ ગુંડાગીરી કરનાર છોકરાઓના વાલીઓએ કહ્યું કે અમારા છોકરાઓ કંઈ ખોટું કરે જ નહીં ને! નાની વાતનો ઉકેલ આવવાને બદલે ટોળું ભેગું થઈ ગયું. ગાળાગાળી, ધમકી અને બાકી હોય તેમ આ મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી શરૂ થઈ. એક પાંચ ફૂટની મહિલાને ટોળું ઘેરી તો વળ્યું ને પછી મારી નાખવાની ધમકી આપવા માંડયું.

વાત ધમકી સુધી પહોંચી એટલે તારાએ એક બે છોકરાઓને લાફો જ રસીદ કરી દીધો. વાત તો ઔર વણસી. ટોળાંએ તો આ પત્રકારના ર્પાિકન્સસનો ભોગ બનેલા પિતાના જોડાયેલા બે હાથની પણ શેહ ન રાખી. ટોળું વધુ બેફામ થતું ચાલ્યું. એકલી રહેતી આ પત્રકાર કોઈકની દીકરી હતી, કોઈકની માતા પણ ટોળું તેને હલકટ વેશ્યા કહી એ કેમ એકલી રહે છે ને શું ધંધા કરે છે એવી એલફેલ વાતો બોલવા માંડયું.

સહુથી નોંધનીય વાત તો એ છે કે આ બધી ભાંજગડ ચાલતી હતી ત્યારે ટોળું જોવા ભેગા થયેલા તમાશાબીન લોકોમાંથી એક માઈનો લાલ પણ આગળ ના આવ્યો. આ મહિલાનો પક્ષ લઈ બોલવા માટે વાત વાગતી વાગતી પોલીસ સ્ટેશન ગઈ. મહિલા પત્રકાર બધાને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. ત્યાં જેમ સામાન્યપણે બને છે તેવું જ બન્યું. પોલીસ સ્ટેશનમાં વગ ધરાવતા મહોલ્લાવાસીઓએ પોલીસને શું વશમાં કરી લીધી કે પોલીસે સાચી વાત ન નોંધતાં આ પત્રકારે બે બાળકોની વિના

કોઈ કારણ મારપીટ કરી એવો કેસ બનાવી કાઢયો. એટલું જ નહીં પોલીસે પત્રકારના ઘરે આવી પેલા ૧૨ વર્ષના બાળકને ધમકાવ્યો અને ગુંડાગીરી બંધ કરવાનો આદેશ આપ્યો. પોલીસનું લોજિક તો જુઓ, એમનું માનવું હતું કે આ ૧૨ વર્ષનું બાળક આખા મહોલ્લાનાં ૭થી ૧૭ વર્ષનાં બાળકોને રંજાડે છે. આવું કેમ બન્યું એનાં કારણોની તપાસ થાય તો પૈસા અને વગ તો પહેલી જ નજરે જણાય, પણ સહુથી મોટું કારણ છે સમાજે પહેરેલા ઘોડાના ડાબલા. આ તારાનો ગુનો એ કે એ એકલી રહેતી હતી, એટલે કે પતિ વિના એકલી રહેતી હતી ને વળી આર્િથક રીતે સ્વતંત્ર, પગભર, શિક્ષિત અને સહુથી ખરાબ વાત કે એ જિન્સ પહેરતી બોબ્ડ વાળ રાખતી, જેને આ ઘોડા ડાબલા પહેરેલો વર્ગ પશ્ચિમી રંગે રંગાયેલી લેખે છે અને તેમના રુગ્ણ મગજમાં જળ રીતે માને છે કે પશ્ચિમી રહનસહન કરે એ તમામ લોકો ચારિત્ર્યહીન. એમનો બહિષ્કાર તો કરવો જ પડે નહીં તો સમાજ બગડી જાય. સમાજમાં રહેતી એકલી મહિલાઓને ચરિત્રહીન કે હલકટ ને વેશ્યા જેવાં વિશેષણોથી નવાજવી એ આ લોકો નૈતિકતાના માપદંડ માને છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ કહેવાતા મધ્યમવર્ગી સમાજનું હથિયાર, આ માનસકિતા રુગ્ણ તો છે જ પણ ખતરનાક પણ. જોવાની ખૂબી તો એ છે કે આવી માનસિક માંદગી ધરાવતા લોકો સુશિક્ષિત બુદ્ધિજીવી હોય છે નહીં કે પછાત વર્ગના કે અભણ…

આપણે સહુ માનીએ છીએ કે છેલ્લા થોડા દાયકાઓમાં ભારત બદલાઈ ગયું છે. શિક્ષણના ઉજાસે બધી દિશાઓ અજવાળી નાખી છે, પણ એવું કંઈ પરિવર્તન સો ટકા નહીં બલકે ખરેખર જોવા જઈએ તો દિનબદિન આ કટ્ટર સોચમાં હિંસાનું પરિણામ ઉમેરાતું ચાલ્યું છે. આ મધ્યમવર્ગ બદલાયો છે પણ કઈ રીતે? સવારે રાતની વાસી રોટલી ને ચાને બદલે ટોસ્ટ ને સિરીઅલ્સ ખાતો થયો છે, દર રવિવારે સાંજે પત્નીને રસોડામાં રજા આપતા શીખ્યો છે, પત્નીને લગ્ન પછી નોકરી કરવાની છૂટ આપતાં શીખ્યો છે, પણ એમાં પણ શરતો ને નિયમો લાગુ પડે છે. છતાં દરેક વ્યક્તિ માને છે કે એ મોડર્ન છે. હવે આ લોકોને કોણ સમજાવે એ લોકો આધુનિક નહીં દંભી છે. તેમની માનસિકતા આજે પણ દકિયાનૂસી જ છે.

સ્ત્રીઓને દેવીની ઉપમા આપતો ભારતીય સમાજ હજી મનુવાદી પરંપરામાં જ રાચે છે. પતિ મરે તો એની પાછળ બળી મરી સતી થવાની પરંપરા પણ પુરુષોના જ ફળદ્રુપ મગજની પેદાશ હતી, જેથી મરનારનો દલ્લો બાકીના કુટુંબીજનો ચાઉ ર્નિિવઘ્ને કરી શકે. અંગ્રેજોએ જે ગુલામીનાં વર્ષો આપ્યાં તે પણ તેની બાય પ્રોડક્ટ તરીકે રાજા રામમોહન રાય ને તે પછી સતીપ્રથા વિરોધી કાયદા તો ઘડાયા. બાકી જો આઝાદી પછી જે વોટબેન્કના ગણિતો અમલી બન્યા તે જોતાં તો અંગ્રેજો ન હોત તો સતીપ્રથા આજે પણ અમલી હોત જેમ શાહ્બાનું કેસના હાલ થયા. સ્ત્રીઓ માટે કોઈ સુરક્ષાધારાઓ ઘડાતા નહીં. આજે સ્ત્રીઓના રક્ષણ માટે કાયદા તો છે પણ લોકોની માનસિકતા નથી. ભૂતકાળમાં સ્ત્રીઓ સાથે હિંસક વર્તનનો પ્રકાર અલગ હતો આજે એનો પ્રકાર અલગ છે. આજે પણ એક ચોક્કસ વર્ગ માને છે કે સ્ત્રી કોઈ ને કોઈની છત્રછાયામાં તો હોવી જ જોઈએ, પછી એ પિતા હોય પતિ હોય કે દીકરો. આ તારાની કહાણી કોઈ પણ નાના શહેરની વાત હોઈ શકે છે, કારણ એક જ છે : નૈતિકતા, સામાજિક ધારાધોરણોનાં ઓઠાં હેઠળ આ પ્રકાની ગુંડાગીરી વકરી રહી છે, જેને કારણે તારા જેવી મહિલાઓએ ડર અને ઉચાટમાં જીવવું પડે છે.

છેલ્લે છેલ્લે : પુરુષ પોતાનો મત જાહેર કરે તો એ અભિપ્રાય આપનાર કહેવાય છે, પણ પોતાનો મત સ્પષ્ટ રીતે રજૂ કરનાર સ્ત્રી કેમ બટકબોલી તરીકે નવાજાય છે?

Advertisements

3 thoughts on “બોબ્ડ હેર ને જીન્સ ગુનો કહેવાય?”

  1. પિન્કી બહેન. વિસ્મય તો એ વાતનું છે કે અત્યાર સૂધીમાં સામાજિક, માનસિક ગુંડાગીરીને ધિક્કરતી કોઈ પણ કોમેન્ટ ન મળી!!!! શું આ ટોળાશાહી સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેનો પણ કોઈ ઉપાય ન બતાવાય? એટલિસ્ટ મેં અમેરિકામાં આવું તો નથી જોયું કે નથી સાંભળ્યું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s