Mann Woman, WOW ( world of woman)

Art of giving : તુમ એક પૈસા દોગે , વો દસલાખ દેગા …

IMG_5557.JPG

દિવાળી આવીને ઉભી ગઈ એટલે અવસર છે શુભેછા અને ભેટની આપલે નો.પહેલાં વર્ષે એક જ વાર શુભેચ્છાઓ પાઠવી દેવાતી હતી.હવે તો રોજેરોજ પાઠવવામાં આવે છે ને તે છતાં જોવાની ખૂબી તો એ છે કે માનસિક સંતોષ વધવાને બદલે ઘટતો જ જાય છે,

આજકાલ રોજ સવારે એકમેકને મોટિવેશન મેસેજીસ મોકલવાનો શિરસ્તો વણલખ્યો નિયમ બની રહ્યો છે.એ પણ કામ માત્ર સવાર પૂરતું જ સીમિત નહીં. એ દોર દિનભર, રાત્રે, મધરાત સુધી ચાલ્યા જ કરે સતત, અવિરત. બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવ, ટેક ઈટ ઈઝી, સ્માઈલ, ચિયર, પેપ – આ શબ્દો આખા દિવસમાં નહીં નહીં ને લગભગ પાંચસો વાર તમારા કાને, આંખે, મગજ પર અથડાતા હોય છે તેનો ખ્યાલ છે?

રોજરોજ રટાતા હેપ્પીનેસ મંત્ર મંત્રો પછી પણ પરિસ્થિતિ એનો વિચાર કદી આવે છે ખરો ?

સવાલ એ છે કે પ્લેસિબો ઈફેક્ટની જેમ આ બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવનાં રટણ કરવાથી ખરેખર માણસ સુખી, સંતોષી, આંતરિક રીતે સભર, સમૃદ્ધ થઈ જાય છે? પછી આર્ટ ઑફ લિવિંગ હોય કે એસ્ટ કે પછી પાવર યોગા..

પણ આ બધો વ્યાયામ શા માટે એનું કારણ કારણ મળે. સુખી થવા , ખુશ રહેવા, જા આવે આનંદ આવે ખુશી મળે …. આ શબ્દોની સાથે ખુલે છે એક નવી ક્ષિતિજ .

જરૂર ન હોય છતાં બસ ગમી ગયા એટલે ખરીદી લેવાતા કપડાં , દાગીના , કોસ્મેટીક્સ .. સોશિયલ સર્કલમાં , ફ્રેન્ડ સર્કલમાં , પાર્ટી ,ક્લબમાં પહેરી ઓઢીને આવવાથી ચાર જણ પૂછે વાહ વાહ કરે, એટલે ખુબ સારું લાગે આનંદ આવે. પછી?
પછી એ ગ્રાફ ક્યારે ઉતારી ગયો ખબર જ ન પડે.

કદીય એવો અનુભવ થયો છે કે પહેલાં જેવી મજા નથી આવતી …. ? એવું કેમ બને છે એવો વિચાર આવે ખરો?

નવા કપડાં , દાગીના, કાર , મોબાઈલ બદલ્યા પછી કંઈ મજા ન આવે.

સરસ પ્રોગ્રામ હોય, કે પછી નવું ડેસ્ટીનેશન હોય, નવી કંપની હોય કે જૂનાં ખાસ મિત્રો હોય, કુટુંબ કબીલો સાથે હોય,ખાવામાં મનગમતી વાનગીઓ પીરસાતી હોય, પ્રોગ્રામમાં ગયા હો તો સરસ મેનુ હોય, એવા જ સારા સ્પીકર્સ હોય, એ જ સરસ સર્કલ હોય છતાં એક સમય પછી બધું મીઠાં વિનાની રસોઈ હોય તેવું ફિક્કું કેમ લાગવા માંડે છે?

આવો અનુભવ ઘણાં લોકોએ રોજબરોજની જિંદગીમાં જરૂર કર્યો હશે.

નુભવ ઘણાં લોકોએ ડે ટુ ડે લાઈફમાં જરૂર કર્યો હશે.

અને ત્યાં કડી આવે છે પોતાની ખુશી શોધવાની અને માપવાની …

ખુશી ક્યાં શોધવી એનો જવાબ કદાચ હજી મળે પણ કેવી રીતે માપવી એનો જવાબ મેળવવો હોય તો?

કોઈએ આ જવાબ શોધવા પ્રયત્નો કાર્ય છે?
અગર હા તો તેના જવાબ શું મળ્યા છે?

જવાબ મોટાભાગના લોકોને મળતો જ નથી કારણકે તેમણે પોતાની જાતને આ પ્રશ્ન ક્યારે પૂછ્યો જ નથી, અને કેમ નથી પૂછ્યો એવું પૂછશો જ નહીં કારણ કે તેમને આ વિષે ક્યારેય વિચાર સુધ્ધાં કર્યો નથી , અન્યથા ચોક્કસ જવાબ મળે.

ખુશી માપવાનું એક સૌથી સરળ સમીકરણ છે અને એ છે : વર્તમાન પરિસ્થિતિ ડિવાઈડેડ બાય અપેક્ષા .

આ સમીકરણ માંડી જોશો તો ખ્યાલ આવશે કેમ દુનિયાનો સૌથી તવંગર માણસ સૌથી વધુ દુખી, અસંતોષી અને અતૃપ્ત હોય છે.

સરળ ભાષામાં કહેવું હોય તો ધારો કે તમારી પાસે મર્સિડીઝ એસ ક્લાસ છે . ખરેખર તો તમે ખુશ લોકોમાંના એક હોવા જોઈએ, અને તમે છો. તમારો પાડોશી હોન્ડા સિટીમાં ફરે છે . તમે ખુશ છો. બધું સેટ, પણ થોડાં જ સમયમાં તમને ખબર પડે છે કે એની ઓડી A 8 આવીને ઉભી રહી છે. અને અચાનક જ તમને લાગે અરે, આ કાલનાં આવેલાં છોકરા પાસે આ કાર?
માત્ર થોડી ક્ષણમાં ખુશીના પેરામીટર્સ બદલાઈ જાય એવું કેમ બને ?
પણ બને છે. કારણ કે ત્યાં આ સમીકરણ લાગુ પડે છે : વર્તમાન પરિસ્થિતિ તો ત્યાની ત્યાં જ છે પણ અપેક્ષાનો ડેટા બદલાઈ ગયો છે. જેને કારણે જે કાર ખુશીનું કારણ હતી સંતાપનું કારણ બની ગઈ. હવે ખુશી ત્યારે જ મળે જ્યારે હવે મેબેક આવે. હવે આ તો સેમ સ્ટેટસ થઇ ગયા. એટલે સુખ પીડા બની જાય ને ચક્કરો ચાલુ થાય વધુ સુખી થવાને, એટલે કે વન અપ થઇ જવા માટે ….
આ સમીકરણ પણ એક હદ સુધી મર્યાદિત છે.

દુનિયાભરમાં આ ખુશીનું વિજ્ઞાન સમજવા તેનું ડીસેક્શન થાય છે. દુનિયાભરના વાણી સંસ્કૃતિ આચાર વિચાર વ્યવહાર અલગ છે છતાં ખુશીનું ડીસેક્શન કરાય ત્યારે એક જ રીઝલ્ટ મળે છે , એમાં કોઈ રતીભારનો ફર્ક નથી કે ભૌતિક મૂલ્ય ધરાવતી , ખરીદાયેલી ખુશીની શેલ્ફલાઈફ લાંબી નથી હોતી . આ અભ્યાસ દ્વારા એક બહુ રસપ્રદ સત્ય ઉજાગર એ થયું કે જો કોઈ શાશ્વત ખુશી લાવી શકતું હોય તો તે છે ચેરિટી , દાન કહો સખાવત કહો, મદદ કહો કે સહાય કહો. નામ ગમે તે આપો પણ જે ખુશી આર્ટ ઓફ ગિવીંગ આપે તે કોઈ બીજું તત્વ ચીજ વસ્તુ ન આપી શકે. તો એવી કઈ ચીજ હોય શકે કે તમને એ જીવનભર આનંદ ને સંતોષ આપી શકે?

જ્યારે વાત આવે ચેરિટીની ત્યારે એને એક નવા સંદર્ભમાં નવા દ્રષ્ટિકોણ સાથે જોવાની જરૂર છે ..

આ વાત જરા કપોળ કલ્પિત લાગે તો તમે નેટ પર જઈને ગૂગલિંગ જરૂર કરજો, ચેરીટી અને હેપીનેસ પર. બહુ રસપ્રદ પરિણામો જાણવા મળશે.

તાજેતરમાં જ એક એવું સર્વેક્ષણ સિંગાપોરમાં થયું . સર્વેનો સબ્જેક્ટ સરળ હતો કે ખરેખર દાન સખાવત જેવી પ્રવૃત્તિઓ ખુશી આપી શકે?

આ વિષય પર દુનિયાભરમાં રીસર્ચ થાય છે પણ તાજેતરમાં સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીએ એક રસપ્રદ વાત કરી. હવે સિંગાપોર જ કેમ અને લંડન કે યુએસની યુનિવર્સિટીની વાત કેમ ના કરી એવો પ્રશ્ન પુછાય એ પહેલાં જ ખુલાસો કરી દઉં કે આજકાલ સિંગાપોરને દુ:ખી માણસોની ભૂમિ કહેવાય છે. એટલે કે આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં વર્ક સ્ટ્રેસ સહુથી મોટી સમસ્યા ત્યાં છે , એટલે સુખી થવાની ફોર્મ્યુલાની ચાવી શોધતાં બાય પ્રોડક્ટ તરીકે હાથ લાગી એક બીજી જ એક ચાવી જે હતી દાન, સેવા, સહાય, સખાવત …. .
બિહેવિયરલ સાયન્સ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જે અહેવાલ બહાર પડ્યો તેમાં જણાવ્યું કે લગભગ થોડાં હાજર લોકોના સેમ્પલ સ્ટડી પરથી તારણ આવ્યું કે જે લોકો એક ય બીજી રીતે ચેરીટી સાથે સંકળાયેલા છે તેઓ પ્રમાણમાં વધુ ખુશ , સંતોષી અને પોઝીટીવ હોય છે. જરૂરી નથી કે આ કામ કરવા ભેખ લઇ લેવો પડે પણ વીકના લગભગ થોડા કલાક , થોડી આવક થોડી સ્કીલ આવાં સેવાના કામ માટે આપવાથી વાત બની શકે છે.

એટલે જો કોઈ એમ માને કે સખાવત તો માત્ર ધનવાનોનો ઈજારો છે તો એ વાત તદ્દન બિનપાયેદાર છે.

ચેરીટી તો પૈસાવાળાઓ માટે એક ટોય છે એ વિચાર જ અતાર્કિક છે કારણ કે જરૂરી નથી કે ચેરીટી માટે તમે બીલ ગેટ્સ કે વોરેન બુફે જ હોવા જોઈએ . આ
વાત છે માત્ર ગીવ એન્ડ ટેકની. તમે એક હાથે કોઈને મદદ કરો છો ને બદલામાં મળે છે એવો આનંદ જે તમને કદાચ સ્વીઝરલેન્ડની ટ્રીપ ન આપી શકે.
અને આ વાત સહુ કોઈના વશની છે છતાં મોટાભાગના લોકો પાસે એક સગવડીયું બહાનું હોય છે કે અમારા સર્કલમાં એવું કોઈ જરૂરીયાતમંદ છે જ નહીં તો શું?
પણ આપને કદીય વિચાર કર્યો છે કે આપને ત્યાં દસ પંદર હજારમાં કામ કરતો ડ્રાઈવર કઈ રીતે ઘર ચલાવતો હશે? કઈ રીતે બાળકોના ભણતરનો ખર્ચ ઉપાડતો હશે? ઘરકામ કરવા આવતી બહેનો, જેનો માસિક પગાર કદીય બે ત્રણ જારથી ઉપર નથી હોતો, એ તૂટીને ચાર ઘરના કામ કરશે જેથી એ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે , સારી નોકરી રોજગાર માટે સક્ષમ બનાવી આવી જિંદગીમાંથી મુક્તિ આપી શકે , એમના બાળકોની ફી , ડોકટરી ખર્ચ કેટલી નાની નાની મદદ એમના પહાડ જેવા ભારને દુર તો નહીં પણ હળવો તો કરી શકે ને.
જ્યાં પૈસાથી મદદ ન થઇ શકે તેવી પરિસ્થિતિમાં તમારો સમય પણ બહુ મોટો લાભ કરાવી શકે.

મદદ સખાવત દાન એ બધા શબ્દોને બહુ ક્લિષ્ટ બનાવી દેવાયા છે, આપને તો જુદી જ વાત કરીએ , પોતાના ફાયદાની …. પોતાની ખુશી માટે આ ન કરી શકાય?
વિચાર કરી જોજો . દિવાળી નજીક છે. આમ પણ દિવાળી નવા સંકલ્પો લેવાનો બહેતરીન અવસર હોય છે.આ વર્ષે પાંચ સાડી ઓછી લઇ કૈંક બીજા માટે કરવાનો સંકલ્પ લેજો, અને રિવ્યુ આવતી દિવાળીએ કરજો …

નિદા ફાઝલી કહે છે તેમ
મસ્જીદ હૈ ઘર સે બહોત દૂર .. ચલો ઐસે કરતે હૈ કોઈ બચ્ચે કો હસાયા જાયે ….

છેલ્લે છેલ્લે:
આપવાથી કોઈ ગરીબ થયું હોય એવું કદી સાંભળ્યું છે?
~ એન ફ્રેંક

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s