Mann Woman, opinion

દાયણોનો યુગ પાછો લાવવો છે ?

IMG_5633-0.JPG

કહેવતો તો સ્ત્રીની બુદ્ધિને પાનીએ લેખે છે, પણ બુદ્ધિ વિનાના નેતાઓ તો સ્ત્રીના શરીરમાં જીવ હોય તેવું પણ સમજતાં નથી. એવું ન હોત તો ગર્ભપાત ડોક્ટર જ નહીં, નર્સ પણ કરી શકે તેવી તઘલખી વાત આ નેતાઓએ ન કરી હોત!

ગુજરાતીમાં કહેવાય છે ધરમ કરતાં ધાડ પડી. એટલે કે કામ આદર્યું હોય કોઈક નેક ઉદ્દેશથી પણ તેનાં પરિણામ આવે અકલ્પનીય રીતે અવળાં, જેનો વિચાર જ ન થયો, કર્યો હોય.

બે વર્ષ પૂર્વે જ્યારે દિલ્હીમાં સમગ્ર ભારતીયોની લાગણી ઝકઝોરી નાખતો નિર્ભયા કેસ થયો ત્યારે લોકો એટલા બધાં ઉશ્કેરાઈ ગયા હતા કે આવા નરાધમોને ફાંસીની સજાથી કંઈ ઓછી સજા હોઈ જ ન શકે. તે માટેની માગણી અંગે પ્રદર્શનો અને દેખાવો થયાં.ળઆમ જુઓ તો પહેલી નજરે એ વાત પણ એકદમ યોગ્ય લાગે. કોઈ રાની પશુ પોતાના શિકારને પીંખી, ફાડી નાખે તેવી બર્બરતાને કારણે આ ઘટના ભારે ગાજી હતી અને તેની સૌથી ભયાનક બાજુ તો એ હતી કે આ કેસમાં નિર્ભયા સાથે સૌથી વધુ જંગલિયત આચરનાર છોકરો તો પુખ્ત વયનો પણ નહોતો. એટલે કે ગુનો કરવા માટે એનું માનસ, શરીર પુખ્ત ખરું પણ કાનૂની જોગવાઈ પ્રમાણે એ સગીર હતો. સજા ભોગવવા માટે સગીર વયનો. આ તમામ પાસાઓએ જનમેદનીને વધુ ઉશ્કેરી અને બળાત્કારીઓએ મોત, મોત ને મોત એવી માગણી થવા લાગી.

હવે એ કાયદા અમલી બને તે વાત તો બાજુ પર રહી પણ હેવાનિયત તો ચરમસીમા પર પહોંચી. બળાત્કાર કરનારની માનસિકતા એવી વિકસી કે એમના આ ગુના માટે ફાંસી જ મળવાની છે, એવા સંજોગોમાં જો પુરાવાનો જ નાશ થઈ જાય તો? એટલે કે પહેલાં બળાત્કાર કરીને ફરાર થઈ જનારા આ બળાત્કારીઓ બળાત્કાર કરી બળાત્કારનો ભોગ બનેલી નિર્દોષ છોકરીને, યુવતીને મોતને ઘાટ ઉતારીને ભાગતાં રહ્યા.

પહેલાં માત્ર બળાત્કારના કિસ્સા બનતાં તે બળાત્કાર અને પછી મર્ડરમાં તબદીલ થઈ ગયા.

બળાત્કારના કેસની સાથે જોડાયેલી આવી કેટલીય બાબતો છે, જેની અહીં ચર્ચા કરી નથી પણ આ વાત એક ઉદાહરણરૂપે છે.

એવી જ વાત બની છે મેડિકલ ર્ટિમનેશન ઓફ પ્રેગ્નન્સી બિલ ૨૦૧૪ માટે. જે પ્રમાણે ચોવીસ અઠવાડિયાં સુધીના ગર્ભનો ગર્ભપાત કાયદેસર રીતે કરાવી શકાય છે. આ વાત એ માટે ચર્ચવી જરૂરી હતી, કારણ કે વધી રહેલાં બળાત્કારની ઘટનાઓ અને કુટુંબ નિયોજન વિષેની જાગૃતિ માટે આ અભિયાન જરૂરી લેખાવાઈ રહ્યું હતું. જોકે ચોવીસ અઠવાડિયાંની જિંદગીને આમ ઓપરેશન થિયેટરમાં પડેલી કિડની ટ્રે ભેગી કરવી એ કામ કેટલું નૈતિક કે અનૈતિક એ પ્રશ્ન તો ખરો જ, પરંતુ તેથી વધુ વાળ ઊભા કરી નાખે તેવી જોગવાઈ એ પણ મુકાઈ કે આ માટે એટલે કે ગર્ભપાત માટે જરૂરી નથી કે ક્વોલિફાઇડ ડોક્ટર જ આ કામ કરે, તે માટે નર્સ પણ આ કામ કરી શકે તેવી છૂટછાટની રજૂઆત થઈ હતી.

એટલે કે એનો અર્થ એ થયો કે ઉત્તર પ્રદેશ સરકારની હેલ્થ મિનિસ્ટ્રીને આખા રાષ્ટ્રની મા, બહેન, દીકરી વિષે, તેમના આરોગ્ય કે જિંદગી વિષે કોઈ પરવા જ નથી. આ તઘલખી વિચાર ખરડા સ્વરૂપે આવે તે જ વિચારશૂન્યતા દર્શાવે છે. આવી મૂર્ખામીભરી હરકત તે જ કરી શકે જેમણે આ વિષય પર ન તો કોઈ જાણકારી મેળવી છે, ન આ આખી વાતની ગંભીરતા સમજે છે.

એ વાત જુદી છે કે ભારતીય નેતાઓ અને ભારતીય પ્રજા પોતે પોતાની સુખાકારી, આરોગ્ય-કલ્યાણ વિષે ઝાઝી ચિંતિત નથી. અન્યથા આવી મૂર્ખામીભરી વાતો વહેતી કરતાં પૂર્વે બે વાર વિચાર તો જરૂર કરે.

ભારતીય નાગરિકો જાણે છે કે અજાણ છે તે વાત સાથે કંઈ જ નિસબત નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ગર્ભપાત ભારતમાં થાય છે. ભારતની વસ્તી અને વસ્તીવિસ્ફોટ એવી બધી ચર્ચામાં ન પડીએ તો પણ એક બીજી ચોંકાવનારી હકીકત એ છે કે ભારતમાં દર બે કલાકે એક સ્ત્રી અણઘડપણે થયેલાં ગર્ભપાતને કારણે જીવ ગુમાવે છે. ચોંકાવનારી હકીકતોનો પ્રવાહ ભારે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે ભારતમાં દર વર્ષે આશરે દોઢથી બે કરોડ સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે.

આ પરિસ્થિતિમાં મેડિકલ ર્ટિમનેશન ઓફ પ્રેગ્નન્સી બિલ ૨૦૧૪. જે પૈકી નર્સને ડોક્ટરની જેમ ગર્ભપાત કરવાની કાયદેસર સ્વીકૃતિ મળે તેમ છે.

જોકે એ વાત તો સૌના ધ્યાનમાં જ હશે કે ભારતમાં સદીઓથી અને આજે પણ ગામડાં વિસ્તારોમાં દાયણો ડિલિવરી કરાવતી હતી. એક સમય એવો આવ્યો કે બાળજન્મ સમયે જ મૃત્યુદર અને માતાના મૃત્યુદરનો ગ્રાફ ઊંચે જવા લાગ્યો ત્યારે શિક્ષિત, સુધરેલાં લોકોથી લઈ અભણ, ગ્રામ્યવિસ્તારમાં, અપૂરતી સગવડ સુવિધાવાળા લોકોને પણ હોસ્પિટલ અને ડોક્ટરોનું મહત્ત્વ સમજાવા લાગ્યું. આ તમામ જાગૃતિ પછી એ આંકમાં સુધાર જોવા મળ્યો અને તે સાથે ગર્ભપાત સમયે થતાં અપમૃત્યુના આંકમાં વધારો જોવા મળ્યો. કારણ સીધું હતું. કારણ હતું ગર્ભપાત માટે ઊંટવૈદ કે અણઆવડતવાળા કે શિખાઉ અધકચરાં જ્ઞાાનવાળા લોકોનાં પરાક્રમ. વાત માત્ર કુંવારી માતા બનતી નાની યુવાન સ્ત્રીઓની જ નથી, બળાત્કારનો ભોગ બનેલી કે પછી વધારાનું બાળક ન ઇચ્છતી સ્ત્રીઓની પણ છે.

એક તરફ ઘટતી જતી સ્ત્રીઓની વસ્તી, જન્મદરમાં સર્જાતી જતી અસમાનતાને દૂર કરવા સરકાર જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા અભિયાનો ચલાવે છે તો બીજી તરફ આવી દાયણો અને નર્સ દ્વારા એબોર્શન કરાવી શકાય તેવી છૂટ આપીને શું પુરવાર કરવા માગે છ?

ભારતીય સમાજ ગમે તેટલો વિકસિત અને પ્રગતિશીલ થાય, દીકરાનું મહત્ત્વ અને વળગણ અકબંધ રહે છે. એ પછી ગમે તે વર્ગમાંથી આવે, તદ્દન અશિક્ષિત કે નિમ્ન મધ્યમવર્ગ કે પછી અતિશિક્ષિત અને સાધનસંપન્ન વર્ગ. જેને કારણે પણ આ નર્સ ને દાયણો દ્વારા ગર્ભપાત માટે મૃત્યુઘંટ વગાડશે તે વાત પણ નક્કી છે.

સોનોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ પર પ્રતિબંધ મૂકી દેવાથી ગર્ભપરીક્ષણમાં દીકરો કે દીકરી છે તે જાણવા, જણાવવાનું બંધ થઈ જતું હોય તો ગર્ભપાતની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો જોવા મળત. દુર્ભાગ્યે એવું કશું બનતું નથી અને તેથી જ જો આ કાનૂન અમલમાં આવશે તો પછી ગર્ભમાં દીકરી છે તે જાણ્યા પછી જે ગર્ભપાતનો દર વધશે તે તો કોઈ નોંધણીમાં પણ નહીં આવે. એમબીબીએસ એટલે કે ડોક્ટરની ડિગ્રી ન ધરાવનાર વ્યક્તિના હાથમાં ઓપરેશન માટેનાં હથિયારો મૂકવાં એ કેટલું ખતરનાક ઓપરેશન હશે તેની ભયાનકતા કોઈ વિચારશે ખરું?

છેલ્લે છેલ્લે
મંદિર મેં ફૂલ ચઢાને ગયે હમ

પથ્થર કો ખુશ કરને કે લિયે, ફૂલ કો ખતમ કર આયેં

ગયે થે અપના પાપ કમ કરને હમ

લેકિન એક પાપ ઔર કર કે આયેં…

– અનામી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s