travel

પથ્થર બોલે છે …

IMG_5639.JPG

એક એવું ગામ જ્યાં હોય મેડીબંધ મકાનો, ઝરુખાવાળી હવેલીના અવશેષો, સુંદર દેવાલયો, સાંકડી પણ ચોખ્ખી ગલીઓ, ગામની સમૃદ્ધિ સભ્યતાનું બયાન કરતી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને આ બધા વચ્ચે આખા ગામમાં રાજ હોય સ્મશાનવત શાંતિનું તો બધી રીતે આદર્શ લાગતાં ગામને સાવ આમ રેઢું અવાવરું અવસ્થામાં જોઇને આશ્ચર્યનો ઝટકો લાગે કે નહિ?
જો કે હવે ભારતભરમાં તૂટતાં ગામડાની કોઈ નવાઈ નથી રહી. એ પછી કચ્છ કે ગુજરાતનું હોય કે પછી તમિલનાડુનું , પણ રાજસ્થાનના આ ગામને આવી અવસ્થામાં જોઇને નવાઈ ચોક્કસ લાગે .
કારણ સાફ છે , એક તો ગામના અવશેષો જ કહે કે આ ગામની બુલંદી કેવી હશે અને સૂર્ય કેવો તપતો હશે અને એ પછી એવું તો શું અઘટિત બની ગયું કે એક જમાનામાં બિઝનેસ હબની નામના પામેલું આ ગામ એક જ રાતમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું .
સમય કુદરતી આફતનો હોય કે પછી જાહેર મેળાવડાનો, કોઈ મેદાન કે ગામ ને ખાલી થતાં કરાવતાં થોડાં કલાકો દિવસો તો જરૂર લાગે, પણ લોકવાયકા પ્રમાણે આ ગામ એક જ રાતમાં વગડો બની ગયું .
એ ગામ એટલે રાજસ્થાનનું કુલધારા, રાજસ્થાનના પ્રવાસે જાઓ તો જોધપુરથી ચાર કલાકના અંતરે અને જેસલમેર સુધી ગયા હો તો ત્યાંથી માત્ર 18 કિ.મીના અંતરે છે.જે ભારતીય ટુરિસ્ટની યાદીમાં ક્યારેય નથી હોતું પણ મોટાભાગે વિદેશી પ્રવાસીઓની આંખમાં હોય છે. તેનું કારણ માત્ર એટલું કે મતમતાંતર સાથે આ કુલધારા ચીનથી અફઘાનિસ્તાન અને ત્યાંથી તુર્કસ્તાન (ટર્કી)થી યરોપ સુધી ચાલતાં વેપારમાર્ગ (સિલ્ક રૂટ )નો એક ભાગ હતું . એટલે સદીઓ પૂર્વે આ સ્થળ જાહોજલાલી માત્ર કલ્પી લેવાની હોય.તવારીખના પાનાં અને અન્ય નોંધ પ્રમાણે કુલધારામાં વસવાટ હતો બિઝનેસ કમ્યુનિટી એવા પાલીવાલ લોકોનો જેને આજની તવારીખ પાલીવાલ બ્રાહ્મણ તરીકે લેખે છે. કુલધારાના રહીશ પાલીવાલ કેમ કહેવાય એવો પ્રશ્ન સહેજે થાય. મૂળ આ લોકો જોધપુર પાસે વસેલા ગામ પાલીના , સમયગાળો આજથી લગભગ 800 વર્ષ પૂર્વેનો . એક કિવદંતી એવી છે કે પાલીનરેશે યુદ્ધવેરો લાદ્યો જેના બહિષ્કારરૂપે આ પાલીવાલો પાલીમાંથી હકાલપટ્ટી કરી જઈ કુલધારા વસાવ્યું, અને આ માત્ર બિઝનેસ કમ્યુનિટી જ નહોતી , ખેતીનું ઉમદા જ્ઞાન ધરાવતી પ્રજા હતી. પાલીવાલનો જ્યાં જ્યાં ઉલ્લેખ થાય છે ત્યાં બ્રાહ્મણ શબ્દ જોડી દેવાય છે ,જેસલમેર પાસે આ નવું નગર વસ્યું અને એની આસપાસ લગભગ બીજા 83 ગામ. આજે કુલધારાનો ઉલ્લેખ જ થાય છે ત્યજાયેલાં નગર તરીકે, અને એટલે સાથે જોડાઈ ગઈ છે ગળચટ્ટી વાતો :જેમ કે આ ગામ આવું ઉજ્જડ વેરાન કઈ રીતે થઇ ગયું .

માત્ર નેટ પર જ નહિ ત્યાં એકલ દોકલ મળી જતાં સ્થાનિક રાહદારીઓ કે ટેક્સીના ડ્રાઇવર કે ટુર ગાઈડ પણ કુલધારા વિષે એક જ વાત કરે છે કે પાલીવાલ બ્રાહ્મણના વડાંની સુંદર દીકરી પર રાજાના લંપટ વજીરની નજર પડી અને એ વાત પાલીવાલોને માન્ય નહોતી એટલે 83 ગામના વડીલોએ એકસૂરે નિર્ણય લીધો અને રાત માથે લઇ આ તમામ ગામવાસીઓ રાતોરાત ઉચાળા ભરી ગયા.એટલું જ નહીં, વડાએ પોતાની દીકરીને મારી નાખી જેથી ભૂલે ચૂકે પણ એ વજીરનો શિકાર ન બને અને તેમણે ગામ છોડતી વખતે શ્રાપ આપ્યો કે આ ગામમાં જે કોઈ રાતવાસો કરશે તેનું નખ્ખોદ નીકળી જશે. બસ ત્યારથી આ ગામ ભૂતાવળ બની રહ્યું છે. એ સાલ હતી 1825ની. એટલે કે 1291માં વસેલું આ ગામ પાંચ સદી સુધી વ્યાપાર વાણિજ્ય અને ખેતીવાડી માટે પંકાતું હતું .

અમે જયારે આ નગરની મુલાકાત લીધી ત્યારે આવી જાત જાતની સ્ટોરીઓ સાંભળેલી, ખરેખર તો આ અવશેષો પાસે કોઈ ચકલું પણ ફરકતું નથી , એકાદ બે વૃદ્ધ સજ્જનો આવનાર વિઝીટરને કંઈ પણ વાતો કહેતા હોય છે. બાકી વાત તો એવી પણ છે કે આ ગામમાં કોઈ રાતવાસો કરી શકતું નથી. કારણકે આખા ગામમાં ભૂત વસે છે. ઘણાં તો મીઠું મરચું ભભરાવીને ડાકણની સ્ટોરી કહેવાવાળા પણ મળ્યા . અમારા ગાઈડે અમને એક એકદમ સાચુકલી લાગે તેવી વાત એવી પણ કરી હતી કે થોડા સમય પહેલાં દસેક જેટલાં જર્મન દિલ્હીની પેરાનોર્મલ સોસાઈટીના એક્સપર્ટ સાથે અહીં અભ્યાસ માટે આવ્યા હતા.ભારતીય વિદ્વાનો રાતવાસો કરવા ન રોકાયા ને જેસલમેર જતા રહ્યા પણ થોડાં જર્મન લોકોને થયું આટલી વાતો સાંભળી છે તો ભૂત જોવું જોઈએ એટલે એમણે કુલધારામાં રાતવાસો કર્યો, અને એમણે જે અનુભવ કર્યાં તે બયાન પ્રમાણે તેમની હાઈ ટેક એવી ડીવાઈસ k 2 મીટર પર જે રીતે હવામાનની ચડઉતર નોધાઇ તે વાત હેરત પમાડે એવી હતી.તાપમાનનું 31 ડીગ્રી પરથી 42 થઇ જવું અને પાછું નીચું જવું , એ અનુભવ જર્મનોએ કર્યો હતો. બાકી હોય તેમ ગામ પાસે થોડે અંતરે વસતી પ્રજા આ બધાં વહેમોને હવા આપતી વાતો કરે રાખે છે. છતાં આ જ વસ્તીમાં એવા લોકો પણ છે જે કહે છે કે આ ગામ ભૂતાવળ છે જ નહીં, ખાલીખોટો હાઉ ઉભો કરાયો છે.

ભારે વિસ્મયકારક લાગે આ બધી સ્ટોરીઓ, ખાસ કરીને જયારે તેમાં જબરદસ્ત વિરોધાભાસ જોવા મળે.સહુ પ્રથમ તો વાત એ છે કે પાલીવાલ માત્ર બ્રાહ્મણ નહોતા, જે લોકો પાલીના વાતની હતા તે સહુ પાલીવાલ , વાસ્તવમાં પાલીવાલ માત્ર બ્રાહ્મણ જ નહોતા બલકે રાજપૂત અને જૈન પણ હતા.એટલે કે વ્યાપાર વાણિજ્ય સાથે ખેતીવાડી ક્ષેત્રે અવ્વલ દરજ્જાની આવકો હતી. હવે આજની જીઓગ્રાફી જુઓ તો હેરત એ વાતનું થાય કે જેસલમેર અને આ કુલધારા થર રણની આગોશમાં છે.પાસે છે જૈનોનું લોદ્રવા તીર્થ અને પાકિસ્તાનની બોર્ડર, જો રણ પ્રદેશ હોય તો ખેતીવાડીની વાત ઇતિહાસમાં કઈ રીતે બોલાતી હોય ?
કુલધારાની પરીકથા કે હોરર સ્ટોરીઓને જરા બાજુ પર રાખીને ઇતિહાસની કડીઓ જોડીએ તો બીજો જ અધ્યાય ખુલે છે.
આજે જો પાલીવાલોનું પગલું દબાવતાં આગળ વધીએ તો આ લોકો જોવા મળે યુ.પી , બિહાર અને ગુજરાતમાં . ગુજરાતની જ વાત કરીએ તો પાલીવાલ બ્રાહ્મણો મુખ્યત્વે જ્યાં વસ્યા તે આજે છે ભાવનગર અને રાજકોટ, પાલીવાલ રજપૂતો યુ.પી ,બિહારમાં મોટી સંખ્યામાં છે અને પાલીવાલ જૈનો નાગપુર, નાશિક અને ભંડાદરામાં . આ લોકો પણ કિવદંતીઓને સાચી માને છે અને આજની તારીખે પણ ભૂલેચૂકે ગામમાં ન રોકાવાય એ વાતનો વિશ્વાસ કરે છે. પણ ઇતિહાસના પાના એક બીજી વાત પણ કહે છે , એ વાત છે ભૌગોલિક બદલાવની .

મોટાભાગના લોકો પાલીવાલોને રાતોરાત ગામ છોડી જવા માટે મજબુર થયા હોય એવું માને છે.પરંતુ 500 વર્ષ પૂર્વેની ભૌગોલિક પરિસ્થિતિ બીજી જ કહાણી કહે છે. પાંચ સદી પહેલા થરનું આ રણ અસ્તિત્વમાં જરૂર હતું ,છતાં જેસલમેર પાસે નદી વહેતી હતી :કાક. પાલીવાલના કુલધારા , જેસલમેર, લોદ્રવા જેવા વિસ્તારોની જાહોજલાલીનું કારણ જ આ નદી હતી.એ નદીનું વહેણ તો બદલાયું અને ધીરે ધીરે નદી નામશેષ થતી ચાલી .જે ખેતીવાડી પર મુશ્તાક પ્રજા હતી તેમને માટે સમય કટોકટીનો આવ્યો . ખેતીવાડીની ફળદ્રુપ જમીન બંજર થતી ચાલી, રણ વધતું ચાલ્યું, અને રાજાના કરવેરા તો એ જ હતા. નામાંકિત ઇતિહાસકારોના માટે આ મુખ્ય કારણ હતું પાલીવાલોના ઉચાળાનું.

જો કે કારણ જે પણ કંઈ હોય કુલધારા છે એક જોવાલાયક ગામ. જ્યાં આજે પણ પાળિયા ને છત્રીની સાથે દેવાલય અને થોડાં જળવાયેલા ઘરો ઉભા છે જેને જોતા આ સંસ્કૃતિ કેટલી સુસંસ્કૃત હશે તેનો ખ્યાલ આવી શકે. જો ધ્યાનથી કુલધારા નિહાળો તો લાગે કે એક એક પથ્થર તેની આત્મકથા કહી રહ્યો છે.

કુલધારા ભલે આજે તવારીખનું એક પાનું બનીને રહી ગયું છે પણ નિશંકપણે એવું પાનું જે ન વાંચ્યું હોય તો કૈંક ગુમાવ્યું હોય તેવી પ્રતીતિ નક્કી થાય.

An Untold Story : Ghost village of Kuldhara
============================

The village of Kuldhara is a ghost village that has been abandoned since 1800s. It is said to carry a curse of the villagers who migrated to other places. Kuldhara lies about 15 Km west of Jaisalmer in western Rajasthan(India).No one lives in Kuldhara, as well as its adjoining 85 villages, as these are believed to be cursed. The village now lies in ruins.

The village was established in 1291 by the Paliwal Brahmins, who were a very prosperous clan and were known for their business acumen and agricultural knowledge[They knew the technique of cultivating water intensive crops like wheat on a desert. They were well settled in those villages]. But, the question remains, why did they abandon their homes and that too overnight?. One night on the day of rakshabandhan in 1825 all the people in Kuldhara and nearby 83 villages vanished in dark(that is why some of the Paliwal Brahmins do not celebrate this festival).

According to folklore, Salim Singh, the minister of the state, once visiting this village fell for the beautiful daughter of chieftain (Paliwal Brahmin) and wanted to marry her. The minister threatened the villagers that if they did not marry the girl to him, he would levy huge taxes. The chief of the village with those of other 83 adjoining villages decided to abandon and migrate elsewhere as against marrying the girl to Salim Singh. Nobody saw them leave nor did anyone figure where they went, they simply vanished.

The first look of the village is very haunting and sad with ruins all over. On reaching this village, you will be welcomed by a sand stone gate built just before the village was abandoned. Once in the village Kuldhara, you will feel as if you have stepped into an entirely different world. Wide dusty roads and sand stone houses on either side of roads depict the architectural marvel of the Paliwal Brahmins. Few houses have been restored and these restored houses display courtyards, kitchen, along with other rooms. The Kuldhara village also has temples.

Once a prospered village, Kuldhara has now turned into a place full of ruins all over.

જવું કઈ રીતે?

બાય એર : મુંબઈ -જોધપુર , અમદાવાદ – જોધપુર (જેટ કનેક્ટ, ઇન્ડિયન એર લાઈન્સની ડીરેક્ટ ફ્લાઈટ ), અન્ય ફ્લાઈટ પણ આ વિકલ્પ આપે છે.

ટ્રેન: મુંબઈ – જોધપુર, અમદાવાદ – જોધપુર (ઘણી ટ્રેન ઉપલબ્ધ છે, સુર્યનગરી એક્સપ્રેસ, બિકાનેર એક્સપ્રેસ, જોધપુર એક્સપ્રેસ, રાણકપુર એક્સપ્રેસ)

બાય કાર: જોધપુરથી જેસલમેર (278 કી.મી , લગભગ 4 થી 5 કલાક)

પ્રાઇવેટ ટુરિસ્ટ ટેક્સી જોધપુરથી મળે છે.IMG_5640.JPG

IMG_5641.JPG

Advertisements

1 thought on “પથ્થર બોલે છે …”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s